Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી, તા. 25 : ભારતીય ટીમના ઓપ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું હતું કે હાલમાં જ સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન સિડનીમાં ભારતીય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે લિફ્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. અશ્વિન ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર સાથે યુટ્યૂબ ચેનલ પર એક વાતચીત દરમિયાન આ વાત કરી હતી.
તેણે કહ્યું હતું કે સિડની પહોંચ્યા પછી તેમણે અમને આકરા પ્રતિબંધો સાથે બાંધી દીધા હતા. સિડનીમાં એક અનોખી ઘટના બની હતી. પ્રમાણિકતાથી કહું તો તે થોડું અજીબ હતું. ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ એક જ બાયો બબલમાં હતા. પણ જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ લિફ્ટમાં હતા ત્યારે તેમણે ભારતીય ખેલાડીઓને એ લિફ્ટમાં આવવાની મંજૂરી આપી નહોતી.
અશ્વિને ઉમેર્યું હતું કે હકીકતમાં ત્યારે અમને એ વાતે ઘણું ખરાબ લાગ્યું હતું. અમે એક જ બાયો બબલમાં હતા પણ તમે એક લિફ્ટમાં પ્રવેશીને પછી એક જ બાયો બબલમાં રહેનારા કોઇ અન્ય વ્યક્તિને લિફ્ટમાં ન આવવા દો તે વાત પચાવવી મુશ્કેલ હતી.

To Top