Dakshin Gujarat

પારડી પોલીસને સેલવાસથી સુરત તરફ જતા ટેમ્પો માટે આ બાતમી મળી અને પ્લાસ્ટિકના ટિફિનની પાછળથી..

પારડી : સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક આઇસર ટેમ્પો નંબર GJ01AV3744 સુરત (Surat) તરફ જઈ રહ્યો હોવાની બાતમી પારડી પોલીસને (Pardi Police) મળતા પારડી પોલીસની ટીમે શ્રીનાથ હોટલ સામે હાઇવે (Highway) નંબર 48 પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળો આઇસર ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને તેની તલાસી લેવામાં આવતા પોલીસને ટેમ્પામાં પ્લાસ્ટિક ટિફિન તેમજ અન્ય પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ભરેલા બોક્સ મળી આવ્યા હતા.

  • પ્લાસ્ટિકના ટિફિનની આડમાં દારૂનો જથ્થો લઈ જતો ટેમ્પો ઝડપાયો
  • ટેમ્પાની અંદરના ભાગે તલાસી લેવામાં આવતા પ્લાસ્ટિક ટિફિનના બોક્સની પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

પરંતુ આ ટેમ્પામાં ચોક્કસ દારૂ હેરાફેરી થતી હોવાની બાતમી હોવાથી ટેમ્પાની અંદરના ભાગે તલાસી લેવામાં આવતા આ પ્લાસ્ટિક ટિફિનના બોક્સની પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટેમ્પો ચાલક ઓમ પ્રકાશ હીરારામ મેઘવાલ (રહે રાજસ્થાન)ની ધરપકડ કરી છે. અને દારૂ અને ટેમ્પો મળી રૂપિયા 809,100 નો મુદ્દામાલ કબજે લઈ આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા રમેશ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

ફૂલવાડી ગામે જુગાર રમતા 3 ઝડપાયા, એક ફરાર
રાજપીપળા: નર્મદા જિલ્લાના ફૂલવાડી ગામમાં ચાલતા જુગારધામ ઉપર રાજપીપળા પોલીસે રેડ કરી જુગાર રમતા ત્રણ ઇસમને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસ દારૂ જુગાર બાબતે ચેકિંગમાં હતી. એ વખતે મળેલી બાતમી મુજબ પોલીસે ફૂલવાડી ગામમાં રેડ કરતાં ત્યાં જુગાર રમતા (૧) નરેશ માનસીંગ તડવી, (૨) નરેન્દ્ર હિંમત તડવી, (૩) કિરીટ નારાયણ તડવી (તમામ રહે., ફૂલવાડી)એ હારજીતનો જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના રોકડ રૂ.૧૭૧૦ તથા દાવ ઉપરના રોકડ રૂ.૩૨૦ મળી કુલ કિં.,રૂ.૨૦૩૦ના જુગાર સાહિત્યના મુદ્દામાલ સાથે પોલીસ પંચોની રેડ દરમિયાન પકડાઈ ગયા હતા. તથા મનોજ દાદુ તડવી (રહે., ફૂલવાડી) નાસી ગયો હતો. પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top