Gujarat

પીએમ મોદી સાથે 21 વર્ષ બાદ મેજર અમીતે મુલાકાત કરી

ગાંધીનગર : આજે પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) દિવાળી (Diwali) ઉજવવા માટે કારગિલ પહોચ્યા હતા. તે દરમ્યાન ગુજરાતની સૈનિક સ્કૂલના વિદ્યાર્થીને ૨૧ વર્ષ બાદ મોદી આજે કારગિલમાં મળ્યા હતા.
21 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે સૈનિક સ્કૂલમાં પહોંચીને વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું.તેમાં એક વિદ્યાર્થી અમિત પણ હતા. તેઓ આજે ભારતીય લશ્કરમા મેજર તરીકે ફરજ બજાવે છે. મેજર અમીતે નરેન્દ્ર મોદી સાથેની તેમની તસ્વીર પીએમ મોદીને બતાવી હતી. આર્મી ઓફિસરે તેમની જૂની તસવીર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવ્યો હતો. 21 વર્ષ બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે અને ગુજરાતની એક સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી સેનાના ઓફિસર બન્યા છે.

Most Popular

To Top