Gujarat

પાલનપુરમાં ભાજપની મહત્વની બેઠ યોજતા અમીત શાહ

ગાંધીનગર : દક્ષિણ ગુજરાત (South Gujarat) તથા મધ્ય ગુજરાતમાં મહત્વની બેઠકો યોજયા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પહોંચ્યા હતા. જેમાં તેમણે ગાંધીનગર, મહેસાણા, પાટણ ,બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાઓમાં બેઠકો પર વિજય મળે તે માટે રણનીતિ ઉપર ચર્ચા કરી હતી. શાહે જિલ્લાના પદાધિકારીઓ તથા આ જિલ્લાઓના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મહત્વની બેઠક કરી હતી. તેમણે આ બેઠકમાં કેન્દ્ર તથા ગુજરાત ભાજપ સરકારની કામગીરી તથા સિદ્ધિઓ અંગે ચર્ચા કરી હતી. આવતીકાલે અમીત શાહ સૌરાષ્ટ્રમાં બેઠક કરશે એટલું જ નહીં, ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં રાજકીય લાભ સાથે વધુ બેઠકો મળે તે માટે ચર્ચા કરશે.

Most Popular

To Top