Vadodara

વડોદરાના નાગરિકોએ કીવ-ખાર્કિવ છોડ્યું

વડોદરા : રશિયા-યુક્રેનના સાતમા દિવસે વધેલા બોમ્બમારાને  કારણે વડોદરા સહિત ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો કીવ અને ખાર્કિવ છોડવાનો વખત આવ્યો છે મોટી સંખ્યામાં લોકો  રોમાનિયા તથા પોલેન્ડની બોર્ડર તરફ રવાના થયા છે જોકે હજુ પણ પોલેન્ડ બોર્ડર પર વડોદરા સહિત ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હોવાનું સામે આવ્યું છે  જેઓ હાડ થીજાવી દેતી  ઠંડીમાં જલ્દીથી ભારત લઈ જવા ગુહાર લગાવી રહ્યા છે બીજી તરફ વિસ્ફોટોની હારમાળાઓને પગલે વડોદરા ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની પણ ધીરજ ખૂટી રહી છે.

રશિયાના ઘાતક હુમલા બાદ યુક્રેનમા સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે કીવ બાદ રશિયાએ ખાર્કિવ પણ ભારે બોમ્બમારો કરતાં કીવ અને ખાર્કિવ તહસ-નહસ કરી દીધું છે જેથી કીવ અને ખાર્કિવમાં વસતા ભારતીયો અને વિદ્યાર્થીઓ કીવ અને ખાર્કિવ છોડી રવાના થઇ રહ્યા છે વડોદરાના પણ અનેક નાગરિકો કીવ અને ખાર્કિવ છોડી દીધું હોવાનું જાણવા મળ્યું છે જુઓ ટ્રેન તેમજ કારની વ્યવસ્થામાં રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર પર પહોંચી રહ્યા છે કીવમાં રેસ્ટોરન્ટ ચલાવતા મનીષ દવે સહિત 13 લોકો રોમાનિયા બોર્ડર પર આવવા નીકળ્યા છે જ્યારે મનીષ દવેએ રેસ્ટોરન્ટ રહેવા માટે યુક્રેનના લોકોને સોંપી દીધી છે બોર્ડર  ટ્રેનમાં યુક્રેનના કિવ થી નીકળેલ મનીષ ભાઈ સહિત ના લોકો રાત સુધીમાં રોમાનિયાની બોર્ડર પહોંચી જશે.

જીવ બચાવવા જીવનને જોખમમાં મૂકી મનીષભાઈ જેવા અનેક વિદ્યાર્થીઓ કીવ અને ખાર્કિવ છોડી દીધું છે.સતત બધા હુમલા વચ્ચે વડોદરાના વિદ્યાર્થીઓ અને નાગરિકો જલ્દી માં જલ્દી રોમાનિયા કે પોલેન્ડ પહોંચે તે માટે પ્રયાસો કરી રહ્યા છે કીવ અને ખાર્કિવમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ અને નાગરિકો સલામત નીકળવામાં સફળ પણ રહ્યા છે જે હાલ રોમાનિયા અને પોલેન્ડ બોર્ડર પર આવી ગયા છે. જોકે બોર્ડર ઉપર માઇનસ 8 ડિગ્રીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઠુઠવાઈ રહ્યા છે ખાધા-પીધા વગર ભૂખ્યા-તરસ્યા બોર્ડર પાર જવાના પ્રયાસમાં છે આ વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ ગુહાર લગાવી શકે તેવોને જલ્દીમાં જલ્દી બોર્ડર પાર કરાવી દેવાય. જોકે, હજુ પણ વડોદરાના લગભગ 50 થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેન અથવા બોર્ડર પર ફસાયા હોવાનું મનાય છે.

વડોદરાના વિદ્યાર્થીઓ હેમખેમ શેલ્ટર હાઉસમાં આવી જતાં પરિવારને હાશકારો
યુક્રેનમાં ખાધા-પીધા વગર ફસાઈ ગયેલા રોનીક ભટ્ટ સૌરભ પરમાર અને મચ્છીપીઠની ઝરમીના અજમત શેખ પોલેન્ડ અને રોમાનિયા બોર્ડર પર મુશ્કેલીમાં મુકાઈ જતાં પરિવારજનો ખૂબ ચિંતિત હતા જોકે ફસાયેલા બાળકો યુક્રેન સરહદ પાર કરી શેલ્ટર હાઉસમાં પોહોચી જતા પરિવારે રાહત મેળવી હતી વડોદરાની ઝરમિના શેખ રોમાનિયા બોર્ડર પર ફસાયા બાદ વડોદરામાં રહેતો પરિવાર ચિંતાતુર હતો દરમ્યાન ઝરમીના પણ હાલ સલામત છે એટલે પરિવારે હાશ અનુભવી છે અને સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા.

સુમીમાં ફસાયેલા રીતિકને બેગ પેક રાખવા આદેશ
નોર્થ યુક્રેનમાં આવેલ સુમીમા વડોદરાના રિતિક રાજ સહિત 600 ભારતીયો ફસાયા છે જેને બહાર લાવવા માટે હવે  ઇન્ડિયન એમ્બેસીએ કમર કસી છે ગુજરાત મિત્ર દ્વારા ગઇકાલે જ સુમી માં  વડોદરા સહિત 700 ભારતીયો ફસાયા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ દરમિયાન રિતિક રાજના  પિતા ખેમચંદ રાજે આ બેગ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસીમાંથી રિતિક સહિત ફસાયેલા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે કે તેઓ તેમનો સામાન અને  બેગમાં પેક કરી રાખે ગમે ત્યારે તેમને બહાર લઈ જવા માટેની વ્યવસ્થા અંગે જાણ કરાશે.

Most Popular

To Top