Top News

More Posts

   The Latest

Most Popular

સુરતઃ (Surat) સગરામપુરા ખાતે જૂની મહાવીર હોસ્પિટલની (Old Mahavir Hospital) નર્સિંગ સ્કૂલની (Nursing School) વિદ્યાર્થીનીએ (Student) બાથરૂમમાં (Bathroom) જઈને પોતાના પેટમાં રહેલા આઠ માસના ગર્ભનું (Fetus) એબોર્સન (Abortion) કરી નાંખ્યું હતું. તેણે આ ભૃણને પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળી ડોલમાં મૂકી રાખ્યું હતું. સ્કૂલના પ્રિન્સિપલે આ અંગે પોલીસમાં જાણ કરતા અઠવા પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારીના રહેવાસી અને મૂળ આંન્ધ્ર પ્રદેશના વતની 31 વર્ષીય પ્રવૃતિબેન સગરામપુરા ખાતે જૂની મહાવીર હોસ્પિટલમાં લક્ષ્મીપતિ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપલ તરીકે નોકરી કરે છે. જૂની મહાવીર હોસ્પિટલમાં બિલ્ડીગમાં નર્સિંગ સ્કૂલની હોસ્ટેલમાં સાતમા અને આઠમા માળે આશરે ૩૦ છોકરીઓ રહે છે. ગઈકાલે સવારે હોસ્પિટલમાંની એક સ્ટુડન્ટ તેમની પાસે આવીને ક્રિષ્ણાને (નામ બદલ્યુ છે) ત્રણેક મહીનાથી માસિક નહીં આવતા ખૂબ જ દુખાવો તથા બ્લિડિંગ થાય છે તેવું કહ્યું હતું. જેથી ક્રિષ્ણાને ચેકઅપ માટે મહાવીર હોસ્પિટલમાંમાં લઇ ગયા હતા. જ્યાં તપાસમાં તેણીના વર્જાઇના ટીયર ફાટી જતા સર્જરીની ફરજ પડી હતી. ત્યારબાદ રાત્રે દસ વાગ્યે પ્રિન્સિપલ રૂમમાં હતા ત્યારે એક નર્સિંગ સ્ટુડન્ટે આવીને મેડમ જલદી નીચે ચલો, બાથરૂમ મે હમકો કુછ મીલા હૈ તેવું કહ્યું હતું.

બાથરૂમમાં જઇને જોતાં થેલીમાં એક તાજુ જન્મેલુ આશરે આઠ માસનું મૃત નવજાત બાળક હતું. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે સવારે ક્રિષ્ણાને દુખાવો થતાં તે જે બાથરૂમમાં ગઈ હતી તે બાથરૂમની ડોલમાંથી જ આ નવજાત બાળક મળી આવ્યું છે. તેણીએ ગર્ભ પડાવવા માટેની ગોળી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. હાલ વિદ્યાર્થીની હોસ્પિટલમાં હોવાથી પોલીસને કોઈપણ નિવેદન આપવા ઇનકાર કર્યો હતો.

To Top