Dakshin Gujarat Main

‘તમે ગેરકાયદે ગીતો, વિડીયો ડાઉનલોડ કરો છો…’ , ચીખલીમાં મ્યુઝીક કંપનીની એજન્સીએ માર્યો છાપો

ઘેજ: ચીખલી (Chikhli) વિસ્તારની મોબાઇલ ફોનની ત્રણેક જેટલી દુકાનોમાં મ્યૂઝીક કંપનીની (Music Company) ખાનગી એજન્સીના સ્ટાફે છાપો મારી (Raid) ડાઉનલોડના મામલે દમ મારી રોકડી કરી લેતા મોબાઇલ વિક્રેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

  • ચીખલીમાં મોબાઇલની દુકાનોમાં એજન્સીના સ્ટાફે મ્યૂઝીક કંપનીના નામે છાપો મારી રોકડી કરી લીધી
  • ખાનગી એજન્સીની કાર્યવાહીમાં પોલીસ કર્મી પણ જોડાતા કાયદેસરતા સામે અનેક સવાલો ઉભા થયા

પ્રાપ્ત વિગત મુજબ ચીખલી અને થાલા વિસ્તારમાં અલગ અલગ ત્રણેક મોબાઇલ ફોનની દુકાનોમાં મ્યૂઝીક કંપનીની ખાનગી એજન્સીના સ્ટાફે છાપો મારી દુકાનમાં કોમ્પ્યુટર, લેપટોપ વિગેરેનો કબજો લઇ તપાસ હાથ ધરી તમે ગેરકાયદેસર રીતે ગીતો, વિડીયો વિગેરે ડાઉનલોડ કરી આપો છો. જેથી તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. તેમ જણાવી લાયસન્સ લેવા દબાણ કરી લાયસન્સના નામે નિયત ફી કરતા વધુ રકમ લઇને રોકડી કરી લીધી હોવાની વિગત પ્રકાશમાં આવી છે.

ડાઉનલોડની બાબતે મોબાઇલના દુકાનદારોને બાનમાં લઇ દમ મારી રોકડી કરી લેતા તાલુકા ભરના મોબાઇલ વિક્રેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાનગી એજન્સીની આ પ્રકારની કાર્યવાહીમાં પોલીસ કર્મી પણ ફરજમાં જોડાયા હતા. ત્યારે આવી ડાઉનલોડના મામલે કરાતી કાર્યવહીની કાયદેસરતા સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તો હકીકત બહાર આવે તેમ છે.

સરકારી ખાતરની હેરાફેરી કરતા બે વલસાડથી પકડાયા
વલસાડ : વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસેથી પોલીસે બાતમીના આધારે બીલ વગર આઇશર ટેમ્પોમાં ખાતર હેરાફેરી કરતા પોલીસે ટેમ્પામાંથી રૂ. ૨૧૩૨૦ ની મત્તાનું ખાતર ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. આ ખાતર સરોણ એગ્રો એન્ડ ફર્ટીઈઝર નામની દુકાનમાંથી ભરીને ગુંદલાવ જીઆઇડીસીમાં લઇ જવાતું હતું.
વલસાડ રૂરલ પોલીસથી હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે ટેમ્પોમાં ખાતરની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો (નં. જીજે ૧૫ વાય વાય ૮૧૭૨) આવતા જોતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતાં સરકાર દ્વારા ખેડૂતોને અપાતુ સબસીડીવાળુ યુરિયા ખાતરની ૮૦ ગુણી મળી આવી હતી. પોલીસે ટેમ્પોચાલક ગુંદલાવ જી.આઇ.ડી.સી ચંદન પોલીમર્સ કંપનીના રૂમમાં રહેતો સુનિલ આનંદભાઈ કામાકર અને ક્લીનર વલસાડ તાલુકાના ખજુરી ગામે રહેતા દિનેશ દિલીપભાઈ હળપતિ પાસે પોલીસે બીલની માંગણી કરી હતી. એમની પાસે બિલ ના હોય ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું જણાયું હતું.

પોલીસે વધુ પૂછપરછ કરતા આ ખાતર નાની સરોણ ગામે જલારામ મંદિર પાસે રહેતા શિરીષ કુમાર ઉફે લાલો અશોક કુમાર પટેલ તેઓ નાની સરોણ ગામે મહાલક્ષ્મી એગ્રો એન ફટીલાઈઝર નામની દુકાનથી ભરીને વલસાડના ગુંદલાવ જી.આઇ.ડી.સી.માં આવેલી ચંદન પોલીમર્સ કંપનીના માલિક નિમેષ પટેલની કંપનીમાં લઈ જતા હતા. હાલ પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યા છે. શિરીષ પટેલ અને નિમેશ પટેલને પકડવા પોલીસે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top