Vadodara

મધ્યપ્રદેશથી XUV કારમાં લવાતા 2.26 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો

વડોદરા : શહેર નજીક પોરથી વડોદરા તરફ જવાના રસ્તે એક્સયુવી ગાડીમાં સંતાડી લવાઈ રહેલો વિદેશી શરાબનો જથ્થો ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી પાડી મધ્યપ્રદેશના એક ઈસમની અટકાયત કરી હતી.જ્યારે તેના તાંદલજા ખાતે રહેતા માલિક શબ્બીર સૈયદની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીની ટીમ વરણામા પોલીસ મથક હદ વિસ્તારમાં વડોદરા કરજણ હાઈવે ઉપર નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે સમયે એક એક્સયુવી ગાડીમાં વિદેશી શરાબનો જથ્થો ભરી કારવણથી વડોદરા તરફ જનાર છે.જે ચોક્કસ માહિતીને આધારે એલસીબી પોલીસે પોરથી વડોદરા તરફ જતી ટ્રેક ઉપર વરસાડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન xuv ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. ગાડીમાં એક ઈસમ ચાલક સુનિલ નિર્ભયસિંહ ભીલાલા રહે.અમલાલ,તા.ડહી, જી.ધાર મધ્યપ્રદેશ હોવાનું જણાય આવ્યું હતું.

પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી શરાબની 36 નંગ પેટીઓ કુલ 432 બોટલો કિંમત રૂ.2,26,800,નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે પૂછતાછ કરતા ગાડી ચાલકે તેના માલિક રહે તાંદલજાના શબ્બીરભાઈ બાબુભાઈ સૈયદે મધ્યપ્રદેશના વખતગઢ તરફથી ભરી આપી તાંદલજા તેમના ઘરે ઉતારવાનો હોવાનું જણાવતા પોલીસે શરાબનો જથ્થો ગાડી મળી કુલ રૂ.8,27,800ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યારે બંને ઈસમો વિરુદ્ધ વરણામા પોલીસ મથકે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Most Popular

To Top