Dakshin Gujarat

સાગબારમાં લક્ઝરી બસમાં પેસેન્જર સીટ નીચે પાટિયા બનાવી 16 લાખનો દારૂ ગુજરાતમાં લવાતો હતો

રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લા એલ.સી.બી. પોલીસે (LCB Police) સાગબારાની (Sagbara) ધનસેરા ચેકપોસ્ટ પાસેથી બાતમીના આધારે લક્ઝરી બસમાં (Luxury bus) પેસેન્જર સીટ નીચેથી 31 લાખનો દારૂ (liquor) ઝડપી પાડ્યો હતો.

સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે તપાસમાં હતી. દરમિયાન આરજે-16-પીએ 1683 નંબરની અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ ત્યાંથી પસાર થતાં એને રોકી પેસેન્જર સીટની નીચે પ્લાયવૂડની પાટિયા ખોલી તપાસ કરી હતી. દરમિયાન ત્યાંથી 16,74,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના 564 નંગ ટીન મળી આવ્યાં હતાં. આ મામલે પોલીસે વિદેશી દારૂ અને 15 લાખની લક્ઝરી બસ મળી કુલ 31,81,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા પોલીસે ઉદયલાલ ભેરૂલાલજી મેનારિયા (રહે.,107, નવ બાવડી પાસે, પાનેરી ચોકી માંદળી, તા.જિ.ઉદયપુર, રાજસ્થાન) તથા રઘુવીરસિંહ શંકરસિંહ ચુડાવત (રહે.,ઓઝાગર, પો.રામપુરિયા, તા.જિ.ભીલવાડા, રાજસ્થાન) તથા ભૂપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપૂત (રહે.,175 પાન્નધય સર્કલ નજીક, આઝાદનગર, તા.જિ.ભીલવાડા, રાજસ્થાન) વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

બલેશ્વર ગામે ફાર્મહાઉસમાંથી ૧૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પલસાણા: બલેશ્વરની સીમમાં આવેલા મુકેશ બાબુ કાનાણીના બ્લોક નં.૪૧૭ના ફાર્મહાઉસમાં આવેલા એક રૂમમાં મિશ્રીમલ કેશારામ રબારી (રહે., કામરેજ) તથા મુકેશ બાબુ કાનાણીએ દારૂનો જથ્થાનો સંગ્રહ કર્યાની બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર જઇ તપાસ કરતાં દારૂ કિંમત ૧૭,૬૨,૮૦૦, બાઇક નં.(જીજે ૦૫ ઇજે ૯૭૫૧) કિંમત રૂ.૨૫ હજાર તથા કાર નં.(જીજે ૦૫ સીએચ ૬૫૪૪) કિંમત રૂ.૧ લાખ મળી કુલ ૧૮,૮૭,૮૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી બાઇકચાલક, કારચાલક તેમજ મીશ્રીમલ કેશારામ રબારી (રહે.,કામરેજ), મુકેશ બાબુ કાનાણી (રહે.,બલેશ્વર) મળી ચાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પલસાણા પોલીસમથકે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.

સુવા ગામે કેબિનમાંથી ૩૭ હજારનો દારૂ ઝડપાયો
ભરૂચ: દહેજ પોલીસને નાઈટ પેટ્રોલિંગમાં સુવા ગામે અદામા જવાના રોડ પર દિગ્વિજય રમણ ગોહિલ પતરાની કેબિનમાં વેચાણ કરે છે એવી બાતમી મળી હતી. પોલીસે રેડ કરતાં કેબિનમાં સુવા ગામનો નટવર માનસંગ પઢિયાર મળી આવતાં કેબિનમાં જડતી કરતાં રૂ.૩૭,૭૦૦નો દારૂ મળી આવ્યો હતો. તેમજ કેબિનધારક દિગ્વિજય ગોહિલ ન મળતાં દહેજ પોલીસે બંને સામે પ્રોહિબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top