સુરત : એક બાજુ સુરત(Surat) મનપા(SMC) સ્વચ્છતા(Hygiene) સર્વેમાં પ્રથમ નંબરે આવવા માટે હોડ લગાવી રહી છે. તો બીજી બાજુ રોજ રોજ થતી...
વડોદરા : હાઈપ્રોફાઈલ હિરેન પટેલના સોપારી કિલર મર્ડર કેસમાં અમિત કટારા ના જેલવાસ દરમિયાન ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભા.જ.પા. પ્રવેશની રાજકીય...
વડોદરા : ઘરેલું ગેસ બોટલ નો ભાવ 1005 રૂપિયા થતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ગેસ લાઇન...
વડોદરા : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઓમ શાંતિ ભુવન, બહુચરાજી નગર પાસેના મુખ્ય માર્ગ પર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો નિર્માણ પામ્યો છે. હજી તો...
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાચીન ભારતની સંસ્કૃતિ સંતો મહંતોથી ટકી રહી છે. તેમનું સાંનિધ્ય દેશને ખૂબ મોટી પ્રગતિ કરવાની તાકાત અને...
સામગ્રી૩/૪ કપ જાડા પૈાંઆ૧/૪ કપ રોલ્ડ ઓટ્સ૧ ટેબલસ્પૂન તેલ૧ ટેબલસ્પૂન સિંગદાણા૧/૨ ટેબલસ્પૂન શેકેલા દાળિયાચપટી હળદર૧/૪ ટીસ્પૂન લાલ મરચુંચપટી હીંગ૨-૩ નંગ લીમડાનાં પાન૧/૪...
આણંદ : રાજ્ય સરકાર દ્વારા ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં...
આણંદ : પેટલાદ પાલિકાએ દબાણ હટાવવાની કામગીરીમાં ભાંગરો વાટ્યો હતો. પાંચ દિવસ પહેલા રીક્ષા ફેરવી તમામ દબાણ હટાવવા તાકીદ કરી હતી. પરંતુ...
જાંબુઘોડા: બોડેલી હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મોટર સાયકલ અને ફોરવીલ ગાડીને અકસ્માત નડતા બાઇક ચાલક ને વધુ ઈજાઓ થતાં તાત્કાલિક વડોદરા રીફર...
નવી દિલ્હી: CBIએ ફરી એકવાર બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત તેમના પરિવારને સકંજામાં કસ્યા છે. સીબીઆઈ લાલુ...
સિંગવડ: સિંગવડ તાલુકામાં ભર ઉનાળે હેડ પંપો બંધ રહેતા પાણી પીવા માટે વલખા મારતા લોકો અને પશુઓ સીંગવડ તાલુકાના મલેકપુર બસ સ્ટેશન...
દાહોદ: દાહોદ શહેરમાંથી પસાર થતાં દાહોદ – ઈન્દૌર રોડ ખાતે એક પેસેન્જર ભરેલ લક્ઝરી બસ અકસ્માતે પલ્ટી કાઈ જતાં બસમાં સવાર અંદાજે...
ભારતના ક્યા ઉદ્યોગપતિની સંપત્તિમાં કેટલો વધારો થયો? તેની યાદી ફોર્બ્સ મેગેઝિન દ્વારા નિયમિત બહાર પાડવામાં આવતી હોય છે, પણ ક્યા ઉદ્યોગપતિ દ્વારા...
ફિલ્મહીરો હોય તે આજના નવયુવાનોના રોલમોડલો – હોય છે. અમિતાભ – શાહરૂખખાન, અજય દેવગન, અક્ષયકુમાર, વગેરે વગેરે. પરંતુ આ મહાનાયકો, બાદશાહો, દેશપ્રેમનાં...
મૂળભૂત રીતે આંતરરાષ્ટ્રીય સમસ્યાને લીધે મોંઘવારી કાબૂની બહાર છે પણ એને કંટ્રોલ કરવી તંત્રની ફરજ છે. આજે ગરીબ મધ્યમ વર્ગ કમરતોડ અસર...
જન્મ સમયે જીવન, રક્ષણ અને પોષણ, ઉછેર માટે માતાના દૂધની અનિવાર્ય આવશ્યકતા રહે છે. તે પછી ગાય, ભેંસ કે બકરી જેવાં જાનવરોના...
એક યુવાનને પોતાના બાપ દાદાના પૈસાનું બહુ અભિમાન હતું.પાણીની જેમ પૈસા વાપરે અને જે મળે તે બધાના અપમાન કર્યા વિના આગળ વધે...
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ જેવા તદ્દન ઔદ્યોગિક શહેરી વિસ્તારની મહાનગરપાલિકાના મેયર તરીકે ક્ષત્રિય ઠાકોર સમાજના કાનાજી ઠાકોરને જવાબદારી સોંપવામાં...
ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયાના (Zaghadiya) પાણેથા ગામે સબ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીને નવ જેટલા ઇસમોએ ગાળો બોલી માર માર્યો હોવાની...
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર મનાઇ ફરમાવી છે અને કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે વડા પ્રધાન સંસ્થાનવાદના સમયનો આ કાયદો તબકકાવાર...
૧૯૭૭ માં વડા પ્રધાન મોરારજી દેસાઈએ આપણા સુરત શહેરની જૂની જાણીતી પેઢીના નૂરા ડોસાની એની પ્રામાણિકતાની બાબતે યાદ કરી હતી. સુરતની એક...
ઉનાળાની વાત હોય એટલે ગરમીમાં ઠંડક આપતી કેરીની યાદ તો આવી જ જાય. ઘણા કેરી રસિયાઓ તો ઉનાળાની એટલા માટે કાગડોળે રાહ...
દેશનું અર્થતંત્ર ખાધમાં ચાલે છે. કેન્દ્ર સરકાર ખર્ચ સામે આવક ઓછી હોવાથી બજારમાંથી નાણાં ઉપાડે છે તેમ ભારતીય અર્થતંત્ર સ્થાનિક ઉત્પાદનની નિકાસ...
છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતના બંદરો પર કેફી દ્રવ્યોના અનેક મોટા જથ્થાઓ પકડાયા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવાના પ્રયાસો પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ...
ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે 73 વર્ષથી રમાતી આવેલી થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત જ ટાઇટલ જીતીને એક અલગ ઈતિહાસ રચ્યો છે....
IPL-2022ની શરૂઆત પહેલા, ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપનો તાજ પહેરાવ્યો ત્યારે બધાને નવાઈ લાગી હતી કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમમાં...
22 મે વિશ્વ જૈવવિવિધતા દિવસે (World Biological Diversity day) જૈવવિવિધતાના મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે UN દ્વારા મંજૂર કરાયેલ આંતરરાષ્ટ્રીય દિવસ છે ત્યારે...
સુરતીઓ તહેવારો ઉજવવામાં, ખાવા-પીવામાં અને બિઝનેસ કરવામાં આગળે છે જ, માટે જ તો દેશભરમાથી અલગ અલગ પ્રાંતના લોકોએ આવીને સુરતને કર્મભૂમિ બનાવી...
બ્રિટીશ રાજ દરમિયાન સુરત રેલવે સ્ટેશને આવતા અને જતા પેસેન્જરોના ભોજન અને નાસ્તા માટે સુરત રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બિલકુલ સામે વર્ષ...
સુરત: પાંડેસરામાં (Pandesara) 15 વર્ષ પહેલાં યુવાન પુત્રની (Son) હત્યાનો આરોપી હજી સુધી નહીં પકડાતાં વૃદ્ધ (Elder) પોલીસ (Police) કમિશનરના દરબારમાં પહોંચ્યો...
મેરાકુવામાં 19 સરદાર આવાસો પર જેસીબી ફેરવાયું, જવાબદાર કોણ? ગેરકાયદે ડિમોલેશન મામલે તપાસ તેજ
બંગાળ ભાજપ પ્રભારીના ઘરે TMCના બળવાખોર સાંસદોની બેઠક: 22 સાંસદોના સમર્થનનો દાવો
‘હું ગે નથી’, મૌની રોયનો ટ્રોલ્સને સણસણતો જવાબ, અંગત જીવન અંગે કરી સ્પષ્ટતા
સોના-ચાંદી થયા સસ્તા: ઓલ ટાઈમ હાઈથી ભાવમાં મોટો ઘટાડો નોંધાયો
આરડી બર્મનની બાયોપિકમાં ફરહાન અખ્તર બનશે ‘પંચમ દા’? ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ ફરી ચેલેન્જિંગ રોલમાં દેખાશે
બંજી જમ્પિંગ કંપનીની મોટી ચૂક, યુવતીને સુરક્ષા દોરડું બાંધવાનું જ ભૂલી ગયા, 15 ફૂટ નીચે પટકાતાં 24 વર્ષની યુવતીનું મોત
ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ ડૂબ્યું, US નેવીએ બચાવી 14 ક્રૂ સભ્યોની જાન
સ્ટાલિનનો વિજય પર મોટો હુમલો, TVKને ભાજપની ‘ઝેરોક્સ કોપી’ ગણાવી
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન 9મી વખત: ટીમ ઈન્ડિયા 6 વખત જીતી છે
હોર્મુઝ ખુલશે, પ્રતિબંધો હટશે? અમેરિકા-ઈરાન કરારને લઈને અટકળો ગરમ
નેપાળમાં તબિયત બગડ્યા બાદ પ્રિન્સ આનંદનું અવસાન, મૃત્યુના કારણને લઈને ચર્ચાઓ તેજ
T20 મુંબઈ ફાઇનલમાં હંગામો, ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીથી મેદાન ગરમાયું
125 સેન્ટર પર લોકરક્ષકની પરીક્ષા,37,500 ઉમેદવારો નોંધાયા
ભારતીય સેનાની નવી ઓળખ: બંદી જેકેટ, નવા ડ્રેસ કોડ અને કડક ગ્રૂમિંગ નિયમો
પરશુરામ ભઠ્ઠામાં પ્રી-મોન્સૂન કામગીરી ફ્લોપ, ગટરના પાણી ઘરના ઓટલા સુધી પહોંચ્યા!
INDIA ગઠબંધનમાં ફરી તિરાડ! રાહુલના એક નિવેદને કોંગ્રેસ-ડાબેરી પક્ષોમાં વધારી કડવાશ
TMCમાં પલાયનનો સિલસિલો ચાલુ, મમતા માટે વધુ એક ફટકો, સાત વખતના ધારાસભ્ય માનસ ભુનિયા પાર્ટીથી અલગ
હવે ફોન પર નહીં વાગે ઇમરજન્સી એલર્ટ, NDMAની સલાહ બાદ સેવા સ્થગિત
100 દિવસથી વધુ સમય બાદ ખામેનેઈને અંતિમ વિદાય: 9 જુલાઈએ મશહદમાં થશે દફનવિધિ, ઈરાને જાહેર કર્યો ભવ્ય કાર્યક્રમ
નોઈડા એરપોર્ટ બનશે દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ, બુલેટ ટ્રેનથી મેટ્રો સુધી મળશે કનેક્ટિવિટી
હોર્મુઝ જળમાર્ગ તમામ માટે ખુલશે? ટ્રમ્પનો મોટો દાવો, ઈરાન સાથે આજે થઈ શકે છે ઐતિહાસિક કરાર
ફ્રાન્સ પહોંચ્યા વડાપ્રધાન મોદી, એરપોર્ટથી હોટલ સુધી ભવ્ય સ્વાગત; આજે મેક્રોં સાથે મહત્વપૂર્ણ બેઠક
દેહરાદૂનમાં યુવકની હત્યા બાદ તણાવ ચરમસીમાએ ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી
ટ્રમ્પનો દાવો- આજે થશે અમેરિકા-ઈરાન કરાર, પરંતુ તેહરાને વધાર્યો સસ્પેન્સ; દુનિયાની નજર હોર્મુઝ જળમાર્ગ પર
રામ મંદિર દાન કૌભાંડમાં મોટો ખુલાસો: આરોપીના ઘરે છાણના ઢગલામાંથી મળી નોટોની થપ્પીઓ, રૂ.10 લાખ રોકડા જપ્ત
પેટ્રોલને કહો અલવિદા! ભારતમાં 100% ઇથેનોલ ઈંધણને કાનૂની મંજૂરી, ગડકરીની મોટી જાહેરાત
ચાંદીમાં મોટી નરમાઈ, ઓલ ટાઈમ હાઈથી ₹2.10 લાખ અને સોનામાં ₹53 હજાર સુધીનો ઘટાડો
હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા
‘ઓપરેશન ટાઈગર’ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરે એલર્ટ! માતોશ્રી ખાતે તમામ સાંસદોની તાત્કાલિક બેઠક બોલાવી
ઈરાન-અમેરિકા યુદ્ધનો અંત? શાંતિ કરાર પહેલા જ ઉઠ્યા સવાલો, રાજકીય વિવાદે વધારી ઉત્કંઠા
સુરત : એક બાજુ સુરત(Surat) મનપા(SMC) સ્વચ્છતા(Hygiene) સર્વેમાં પ્રથમ નંબરે આવવા માટે હોડ લગાવી રહી છે. તો બીજી બાજુ રોજ રોજ થતી સફાઇમાં શહેરમાં 30 ટકા વિસ્તાર(Area) તો સફાઇથી બાકાત રહી જતો હોવાનો ઘટસ્ફોટ સ્થાયી સમિતિએ સફાઇ કામદારો(Sweepers) અને તેના ફરજના સ્થળ અંગે મંગવાયેલી વિગતોમાં થયો છે. આરોગ્ય વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરેલી વિગતો મુજબ શહેરમાં સાડા પાંચ હજાર જેટલા નાના-નાના વિસ્તારોના ટુકડા જે તે સફાઇ કામદારને ફાળવીને સફાઇ કરાવવામાં આવી રહી છે. જેને બીટ કે જિલ્લા તરીકે ઓળખ આપવામાં આવી છે જો કે સતત હદ વિસ્તરણ બાદ પણ સફાઇ કામદારોની આવશ્યકતા મુજબ ભરતી થઇ નથી એટલે રોજ આશરે 15 ટકા જેટલા વિકલી ઓફ અને 15 ટકા જેટલા કામદારો અન્ય કારણોસર હાજર રહેતા નથી તેથી રોજના 30 ટકા જિલ્લાઓમાં સફાઇ બાકી રહી જતી હોવાનું બહાર આવ્યું છે.
વિસ્તૃત વિગતો મુજબ શહેરમાં સફાઇની સ્થિતિ કથળી રહી હોવાની ફરિયાદ સ્થાયી સમિતિ સભ્યો દ્વારા જ કરવામાં આવી રહી હતી. તેથી સ્થાયી સમિતિની મિટીંગમાં ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ ર્ડો.આશિષ નાયકને બોલાવી સફાઇ બાબતે તમામ વિગતો મંગાઇ હતી. સફાઇની કથળી રહેલી સ્થિત બાબતે એક તારણ એવું પણ નિકળ્યું હતું કે, એક જ જગ્યાએ વરસોથી એક જ સફાઇ કામદાર ફરજ બજાવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો પોતાના કાર્યકાળ દરમિયાન કામદાર એક જ જગ્યાએ ફરજ બજાવી નોકરી પુરી કરી દે છે. તેથી તેની કામગીરીમાં ઓટ આવી જાય છે. તેથી સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલે સુરત મનપામાં ફરજ બજાવતા સાડા છ હજાર જેટલા કામદારોની હાલની ફરજ અંગે સમાલોચના કરી જે વરસોથી એક જ જ્ગાયએ હોય તેને અન્ય વોર્ડમાં બદલી કરવા અને જે કામદારો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહેતા હોય તેની સામે કડક કાર્યવાહી કરવા તાકીદ કરી છે.
2006 અને 2020માં હદ વિસ્તરણ પરંતુ ભરતી 2010માં એક જ વાર
એક વાસ્તવિકતા એ પણ છે કે મનપામાં જે રીતે હદ વધી છે તે રીતે સફાઇ કામદારોની ભરતી થઇ નથી. તંત્ર સફાઇની કામગીરી માટે શહેરને જે હિસ્સાઓમાં વહેંચે છે તે હિસ્સાને જિલ્લા તરીકે ઓળખાવી એક જિલ્લામાં એક કામદારને જવાબદારી સોંપાય છે, આશરે 300થી લઇને 700 ચોરસ મીટરનો વિસ્તાર એક જિલ્લામાં હોય છે. એટલે કે જ્યાં વધુ વસતી અને વધુ ગીંચતા હોય ત્યાં જિલ્લાનું ક્ષેત્રફળ નાનું અને જ્યાં મોકળાશ હોય ત્યાં મોટુ હોય છે. જો કે 2006માં હદ વિસ્તરણ પછી પણ 13 વર્ષ સુધી કામદારોની જુની સંખ્યાથી જ તમામ જિલ્લાઓનું ગાડુ ગબડાવાતું હતુ. ત્યાર બાદ ભરતી થઇ કે તુરંત પાછુ હદ વિસ્તરણ આવી જતા સ્થિતિ જૈ સે થે જેવી થઇ ચુકી છે.
અનેક કામદારો યુનિફોર્મ પણ પહેરતા નથી, ફરજને બદલે અન્ય કામગીરીમાં વ્યસ્ત
એકબાજુ શહેરની હદ વધતા સફાઇ કામદારોની અછત જણાઇ રહી છે. જેના કારણે સફાઇની સ્થિતિ પર અસર થઇ રહી છે. તો બીજી બાજુ દરેક ઝોનમાં અનેક સફાઇ કામદારો એવા છે, જે યુનિફોર્મ પહેર્યા વગર આવે છે. સફાઇ કામગીરીને બદલે અન્ય પ્રવૃતિઓમાં જ રચ્યા-પચ્યા રહે છે. તેમના ઉપરી અધિકારીઓ પણ એક યા બીજા કારણોસર તેનાથી દબાઇ રહ્યા છે અને વરસોથી આ કામદારો તેને જેના માટે નોકરી અપાઇ છે તે કામ કર્યા વગર જ મફતનો પગાર લઇ રહ્યા છે.