Vadodara

પીએનજી ભાવમાં વધારો થતાં મહિલાઓનું બેજટ ખોરવાશે

વડોદરા : ઘરેલું ગેસ બોટલ નો ભાવ 1005 રૂપિયા થતા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા ઘરે ઘરે ગેસ લાઇન દ્વારા પીએનજી ગેસ પહોંચાડવાની કામગીરી પણ ધીમી ગતિએ ચાલી રહી છે જેને કારણે શહેરીજનોને ગેસ લાઇન નો ફાયદો મળી રહ્યો નથી. મોંઘવારીની પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા બાદ અનેક ચીજ વસ્તુઓમાં ભાવ વધી રહ્યા છે ત્યારે હવે વાત ગૃહિણીની કરીએ કેજે પરિવાર માટે દિવસ દરમિયાન રસોઈમાં બનાવવામાં વ્યસ્ત હોય છે.

પરિવાર નું બજેટ કેવી રીતે સેટ કરવું તેની મથામણમાં લાગી હોય છે ત્યારે 7 મીના રોજ ઘરેલું ગેસ એટલે કે એલપીજી ગેસ બોટલના ભાવમાં 50 રૂપિયાનો વધારો થતાં ગેસ બોટલ 1005 ને 50 પૈસે પહોંચી ગયો છે 14.2 કિલોગ્રામનો ગેસનો બોટલ હવે ગૃહિણીઓને મોંઘો પડી રહ્યો છે સામાન્ય પરિવાર ને હવે ગુજરાન કેવી રીતે ચલાવવું તે મોંઘવારીને કારણે એક મોટી સમસ્યા બની ગઈ છે ગૃહિણીઓ સાથે ઘર માલીક સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે વડોદરામાં ઘરે ઘરે ગેસ પહોંચાડવાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં કરી હતી.

પરંતુ હજુ સુધી તેમાં સફળ થઈ શક્યા નથી વડોદરામાં 24 લાખની વસ્તીમાં 2 લાખ લોકોના ઘર સુધી જ ગેસ લાઈન પહોંચી શકી છે 20,000 અરજીઓ હજુ પેન્ડિંગ છે એક ઘરે કનેક્શન આપવાના 5080 રૂપિયા એજન્સી દ્વારા વસુલવામાં આવે છે ત્યારે એજન્સીઓને કામ કરવામાં આ ભાવ ઓછો લાગી રહ્યો છે 5080 ની જગ્યાએ ભાવ વધારવાની માંગ પણ કરાય છે તેને કારણે તેઓ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા છે એક તરફ લોકો ના ઘરે ગેસની લાઈન પહોંચી નથી અને બીજી બાજુ એલપીજી ગેસ બોટલ માં સતત ભાવ વધારો થતાં શહેરીજનોએ સરકાર તરફે નારાજગી વ્યાપી છે.

Most Popular

To Top