Madhya Gujarat

બોડેલી હાલોલ માર્ગ પર કારની અડફેટે આવતા બાઇક ચાલકને ગંભીર ઇજા

જાંબુઘોડા: બોડેલી હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર મોટર સાયકલ અને ફોરવીલ ગાડીને અકસ્માત નડતા બાઇક ચાલક ને વધુ ઈજાઓ થતાં તાત્કાલિક વડોદરા રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બોડેલી હાલોલ રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ તાલુકાના ખાંડીવાવ ગામે બોડેલી તરફથી પુરપાટ ઝડપે આવતી બ્રેઝા ગાડીના ચાલકે સામેથી આવતી મોટર સાયકલ ના ચાલકને હડફેટે લેતાં બાઇક ઉપર સવાર બે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બોડેલી હાલોલ રોડ ઉપર જાંબુઘોડા તાલુકા ના ખાંડીવાવ ગામે અનેકવાર સાંજના સમયે અકસ્માતોના બનાવો બનતા હોય છે.

ત્યારે ગઇકાલે ખાંડીવાવ ગામે બોડેલી તરફ થી આવતી બ્રેઝા કારના ચાલકે જાંબુઘોડા  તરફ થી બોડેલી તરફ ફુગ્ગા વેચવાનો વ્યવસાય કરતા યું.પી.ના મૂળ રહેવાસી અને હાલ જાંબુઘોડા ખાતે રહી ફુગ્ગા વેચવાનો ધંધો કરતા બે ઈસમો જાંબુઘોડા થી બોડેલી તરફ સામાન લેવા જતા ખાંડીવાવ ગામ પાસે સામેથી આવતી બ્રેઝા જેનો નંબર જી.જે.34.બી.8285 ના ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે હંકારી આવતા સામેથી આવતી બાઈક નંબર જી.જે.06.બી.સી.5215 ના ચાલકને ધડાકાભેર ટક્કર મારતાં બાઈક સવાર બંને યુવાનો રોડ પર ફંગોળાયા હતા.

જ્યારે બંને ને નાની-મોટી ઈજાઓ થતા રાહદારી ઓ મદદે આવી 108 ને ફોન કરતા તાત્કાલિક 108 દ્વારા બંને ઈજાગ્રસ્તો ને બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ખાતે બાઇક સવારોને લાવી સારવાર આપવામાં આવી હતી જ્યારે અન્ય એક ને સરીરે  વધુ ઇજાઓ થવાના કારણે તાત્કાલિક વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો બનાવની જાણ જાંબુઘોડા પોલીસને થતા અકસ્માત ના કાગડો કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top