India

માલવીય નગર હોટલ અગ્નિકાંડ પર દેશના ટોચના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ: પીએમ મોદીની સહાયની જાહેરાત

મૃતકોના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજાર મળશે

દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા હૌજ રાની સ્થિત એક હોટલમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિત પરિવારોને તમામ શક્ય મદદનો વિશ્વાસ આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ઊંડી સંવેદના
વડાપ્રધાન કાર્યાલય (PMO)ના સત્તાવાર X (પૂર્વે ટ્વિટર) હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માલવીય નગરની આગની ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા હોવાની માહિતી અત્યંત પીડાદાયક છે.

વડાપ્રધાને કહ્યું કે, “દિલ્હીના માલવીય નગરમાં આગ લાગવાની ઘટનામાં લોકોના મોત થયા તે જાણીને ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલ થયેલા તમામ લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડવા માટે કાર્યરત છે.”

PMNRFમાંથી સહાયની જાહેરાત
વડાપ્રધાન મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી દરેક મૃતકના નજીકના પરિવારજનોને ₹2 લાખની અનુગ્રહ રકમ આપવામાં આવશે.તે ઉપરાંત આગમાં ઘાયલ થયેલા લોકોને ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા આ સહાય પીડિત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે આપવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું “મન અત્યંત વ્યથિત છે”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે માલવીય નગરમાં થયેલી આ દુર્ઘટનાએ તેમને ખૂબ વ્યથિત કર્યા છે.અમિત શાહે પોતાના સંદેશમાં જણાવ્યું કે, “દિલ્હીના માલવીય નગરમાં આગ લાગવાની ઘટનાથી મન અત્યંત વ્યથિત છે. સ્થાનિક પ્રશાસન હાલ રાહત અને બચાવ કામગીરીમાં સતત લાગેલું છે. આ હૃદયવિદારક ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, સાથે જ તેમની સાથે મારી સંવેદનાઓ છે.”તેમણે વધુમાં પ્રાર્થના કરી કે ભગવાન શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથે જ ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી હોવાનું જણાવી તેમના ઝડપી સ્વાસ્થ્યલાભની કામના કરી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ વ્યક્ત કર્યું દુઃખ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે માલવીય નગરમાં બનેલી આ દુર્ઘટનાને અત્યંત કરુણ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે તેમની હાર્દિક સંવેદના છે.રાજનાથ સિંહે કહ્યું કે આવી દુઃખદ પરિસ્થિતિમાં સમગ્ર દેશ પીડિત પરિવારોની સાથે ઉભો છે. તેમણે પ્રાર્થના કરી કે ભગવાન મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થાય.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ઘટનાથી વ્યથિત
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટનાને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે માલવીય નગરના હૌજ રાની વિસ્તારમાં આવેલી હોટલમાં લાગેલી ભીષણ આગની ઘટના ખૂબ જ દુઃખદ છે.
તેમણે પોતાના સંદેશમાં કહ્યું, “માલવીય નગરના હૌજ રાની સ્થિત હોટલમાં લાગેલી આગની ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ છે. સાથે જ ઘાયલ થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”

પોલીસ, ફાયર બ્રિગેડ અને પ્રશાસન ઘટના સ્થળે તૈનાત
લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું કે ઘટના બનતાની સાથે જ પોલીસ, નાગરિક પ્રશાસન અને અગ્નિશામક વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.તેમણે અધિકારીઓ સાથે વાતચીત કરીને સ્પષ્ટ સૂચના આપી છે કે તમામ ઘાયલોને તાત્કાલિક અને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ પીડિત પરિવારોને ઝડપથી રાહત પહોંચાડવામાં આવે.

ઘટનાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ આગ કેવી રીતે લાગી અને તેમાં કોઈ પ્રકારની બેદરકારી કે નિયમોના ઉલ્લંઘનનો મામલો છે કે નહીં તેની ઊંડાણપૂર્વક તપાસ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.પ્રશાસન દ્વારા આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. હોટલમાં આગ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, મહત્વ નું છે કે તેમજ ઈમારત પાસે જરૂરી પરવાનગીઓ હતી કે નહીં તે મુદ્દાઓ પણ તપાસ હેઠળ છે.

સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ
માલવીય નગરની આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. વિવિધ રાજકીય નેતાઓ, સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકો દ્વારા પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ઘાયલોના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.હાલમાં બચાવ કામગીરી અને તપાસ બંને ચાલુ છે. પ્રશાસન દ્વારા પીડિત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે, જ્યારે દેશના ટોચના નેતાઓએ પણ આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારો સાથે એકતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે.

Most Popular

To Top