Charchapatra

ડોલર સામે રૂપિયો મજબૂત બનાવવા નિકાસ વધારી, આયાત ઘટાડો

દેશનું અર્થતંત્ર ખાધમાં ચાલે છે. કેન્દ્ર સરકાર ખર્ચ સામે આવક ઓછી હોવાથી બજારમાંથી નાણાં ઉપાડે છે તેમ ભારતીય અર્થતંત્ર સ્થાનિક ઉત્પાદનની નિકાસ કરતાં આયાત ઉપર આધાર રાખે છે. આયાત માટે નાણાં જોઈએ એટલે ભારત માટે વિદેશી ફંડસ સતત જરૂરી બન્યું છે. અર્થતંત્રની વૃદ્ધિ સાથે દેશમાં નિકાસ વધી છે, પણ તેના કરતાં આયાત વધારે ઝડપી વધી છે, એટલે ખાધ મોટી, વિકરાળ બનતી રહે છે. દેશની વર્ષ 2021-22 ની ખાધ બસો અબજ ડોલરની હતી, એટલે ભારત માટે આટલી રકમ ઊભી કરવી જ રહી. આથી ભારતીય અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ પામી રહ્યું હોવા છતાં, શેર બજારમાં તેજી હોવા છતાં રૂપિયો ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવવા માટે સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપી તેની ચીજ-વસ્તુઓનું ઉત્પાદન વધારી તેની નિકાસ વધારવી જોઈએ. સાથે સાથે બિનજરૂરી અને મોજશોખની ચીજ વસ્તુઓની આયાત બંધ કરી દેવી જોઈએ અથવા ઘટાડવી જોઈએ. તો ચોક્કસ ડોલર સામે રૂપિયો મજબૂત બનશે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top