Top News

More Posts

   The Latest

Most Popular

શહેરની વિની સપ્રેએ સીએસ પ્રોફેશનલમાં ઓલ ઈન્ડિયા 4થો રેન્ક મેળવ્યો

બરોડા ચેપ્ટરને પ્રથમ વખત ચોથો રેન્ક ઓલ ઓવર ઈન્ડિયામાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં મળ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.25

ડિસેમ્બર 2025 માં યોજાયેલી સીએસ પ્રોફેશનલની પરીક્ષામાં વડોદરાની વિદ્યાર્થિની વિની સપ્રેએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી ઓલ ઈન્ડિયામાં ચોથો ક્રમ હાંસલ કર્યો છે. સાથે જ તેણે વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. તેણે પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ તૈયારી અને સતત મહેનતને આપ્યો છે.

વડોદરા ચેપટર આઈસીએસઆઈના ચેરમેન સાગર ટેલરે જણાવ્યું હતું કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયાનું જે ડિસેમ્બર 2025માં એક્ઝામ લેવામાં આવી હતી. એનું એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ સ્ટેજનું આજે પરિમાણ જાહેર થયું છે. જે આટલા વર્ષોમાં સૌથી સારામાં સારું પરિણામ છે. પર્સન્ટેજ અને નંબર વાઇઝ ખૂબ સારું આવેલું છે. બરોડા ચેપટરને પ્રથમ વખત ચોથો રેન્ક ઓલ ઓવર ઈન્ડિયામાં પ્રોફેશનલ પ્રોગ્રામમાં મળ્યો છે. ઓલ ઈન્ડિયામાં 23મો રેન્ક એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પણ વડોદરા ચેપટરમાંથી સિલેક્ટ થઈ છે. એક્ઝિક્યુટિવનું પરિમાણ 18.03 ટકા પ્રથમ મોડ્યુલમાં અને સેકન્ડ મોડ્યુલમાં 22.26 પર્સન્ટેજ , પ્રોફેશનલ પ્રોગ્રામમાં વડોદરા ચેપટરનું 28 ટકા અને 22 ટકા સેકન્ડ મોડ્યુલનું આવ્યું છે. એટલે જે રિઝલ્ટ આવ્યું એમાં ટોપ ત્રણ રેન્કર વડોદરાના છે. એમાં એચિવમેન્ટ એ પ્રકારનું છે કે, જે છોકરાઓ છે એ 19 વર્ષે આ કાર્ય સિદ્ધિ હાંસિલ કરી છે. 19 વર્ષે તેઓ પ્રોફેશનલ્સ બની ગયા છે. અને બધા મોડ્યુલ્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામના ક્લિયર કરીને સીએસ બની ગયા છે. જે એક ગૌરવ લેવા જેવી બાબત છે. જેમાં એક છોકરો 19 વર્ષે અને બે છોકરાઓ 20 વર્ષે સીએસ એક્ઝિક્યુટિવ ની એક્ઝામ પાસ કરેલી છે. આજે પરિણામ આવ્યું છે. એ આવનારા વિકસિત ભારતના 2047ને વેગ આપનારું અને એક પ્રબળ કોર્પોરેટ ગવર્નન્સની રિસ્પોન્સીબીલીટી લેવા વાળું અને ભવિષ્યમાં આ સિદ્ધિ અપાવનારું છે.

દરરોજ બે-બે કલાકના સ્લોટ વાઈઝ આઠ કલાક અભ્યાસે સફળતા અપાવી :

ઓલ ઇન્ડિયા ચોથો અને સીટી રેન્ક પ્રથમ છે. એક્ઝામનું ટફનેશ લેવલ જનરલ નોર્મલ હતું. એક બે પેપર ખૂબ જ ટફ લાગ્યા મને, બાકી પરીક્ષા ટફ ન હતી. એક પેપર સૌથી વધારે ટફ હતું. લો બેઝ હોય છે, ઘણું ન્યુમેરિકલ સબ્જેક્ટ આવે છે. પાસિંગ રેટ આ વખતે વધારે છે. જે ખૂબ સારી બાબત છે. અગાઉ 10થી15 ટકા આવતો હતો. જે હવે વધી રહ્યો છે. મને આ કોર્સ પૂર્ણ કરતા બે વર્ષ લાગ્યા હતા. મારાથી જેટલું બની શકે ઘરે આવીને બહુ ભણી શકાતું ન હતું, પણ જ્યારે અમારી સ્ટડી લીવ આવે દોઢ બે મહિના પહેલા તો દિવસના હું આઠ કલાક ટ્રાય કરતી હતી કે, અભ્યાસ કરું એનાથી વધારે મેં પ્રયત્ન નથી કર્યો. કારણ કે, મેં વધારે પડતા ભારણ કરતા દિમાગ થાકી જાય એટલે મેં આઠ કલાક અભ્યાસ કરતી હતી. બે બે કલાકના સ્લોટ રાખી હું ભણતી હતી અને હું વધારે રાત્રે જ અભ્યાસ કરતી હતી. યોગ્ય માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકે છે. : વિની સપ્રે,સિટી ટોપર

To Top