Gujarat

રવિન્દ્ર જાડેજાની બહેન કોંગીના નયનાબા જાડેજાનો પરાજય

ગાંધીનગર: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026માં રાજકોટમાંથી એક ચર્ચાસ્પદ રાજકીય ટક્કરનું પરિણામ સામે આવ્યું છે. રાજકોટ મનપાના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાને પરાજયનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે. આ બેઠક ખાસ કરીને રાજકોટ મનપામાં નણંદ-ભાભી વચ્ચેના રાજકીય જંગ ચર્ચામાં રહ્યો હતો. નયનાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન છે, જ્યારે તેમની ભાભી રીવાબા જાડેજા ભાજપ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ કારણે એક જ પરિવારના બે રાજકીય વિચારો વચ્ચેની સીધી ટક્કર સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન આ બેઠક પર સૌની નજર હતી, કારણ કે રાજકીય ઉપરાંત પરિવારિક સમીકરણો પણ અહીં મહત્ત્વ ધરાવતા હતા. અંતે મતદાતાઓએ ભાજપના ઉમેદવારને પસંદ કરતાં કોંગ્રેસને આ વોર્ડમાં ઝટકો આપ્યો છે.

Most Popular

To Top