Top News

More Posts

   The Latest

Most Popular

ભરૂચ,તા.25
ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરતીમાં આવેલા એક યુવાને ફરજ પરના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) પર હુમલો કરતા પોલીસ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટરના ગ્રાઉન્ડમાં હાલ પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ શાખાઓના પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ભરૂચ પોલીસની એમ.ઓ.બી. (MOB) શાખાના મહિલા PSI ઇલાબેન રાહુલ ચાંદ્રા (ઉ.વ.46) મૂળ રહે- ઓફિસર ક્વાર્ટર,પોલીસ હેડ ક્વાર્ટસ,ભરૂચ રહે-ડુંગરી,તા-માંગરોળ,જી-સુરત મેડિકલ તંબુ પાસે યુનિફોર્મ પહેરીને પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તા.24મી ફેબુઆરી 2026નાં રોજ ભરતીમાં આવેલો સુરત જીલ્લાના બારડોલીમાં C/179- કેશરકુંજ રેસીડન્સી, ગાંધીરોડ ખાતે રહેતો દર્શિત જયદેવ ગઢવી નામનો શખ્સ તંબુ પાસે ઉભા રહીને અપશબ્દો બોલી રહ્યો હતો. જેને લઈને તેઓ કહ્યું કે ભાઈ અહીં ખરાબ ગાળો બોલાવાનું બંધ કર અહીંયા છોકરીઓ છે.એમ જણાવતા દર્શિત ગઢવીએ કહ્યું કે તું મને કોણ કહેવાવાળી અને તું કેવી રીતે નોકરી કરે છે એ હું જોઈ લઈશ. એવી ધમકી આપી હતી
આરોપી દર્શિત એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે મહિલા પીએસઆઇ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. તેણે મહિલા અધિકારીનો ખાખી ડ્રેસનો કોલર પકડી લીધો હતો અને મોઢા પર તમાચો મારી દીધો હતો. એટલું જ નહીં, તેણે પીએસઆઇનો હાથ પકડીને તેમને નીચે પાડી દીધા હતા, જેના કારણે તેમને ઇજાઓ પહોંચી હતી.ભરતી મેદાનમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે ભારે અફડાતફડી મચી ગઈ હતી.હાજર અન્ય પોલીસકર્મીઓ અને અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

To Top