સુરત શહેરમાં બનેલી 35 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. રાંદેર વિસ્તારમાં ફોર્ચ્યુનર કારનો કાચ તોડી...
પાલિકાએ હરાજી માટે 2 લાખથી 9.60 લાખ સુધીની ડિપોઝીટ નિર્ધારિત કરી; આગામી બે દિવસમાં વેબસાઈટ પરથી ફોર્મ મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના...
શું આ જ છે સ્માર્ટ સિટી ? વોર્ડ નંબર 12માં આવેલ ઝૂલતા પુલ પાસે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, જવાબદાર...
વડોદરા: બરોડા ડેરીની આગામી ચૂંટણીને પગલે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન દિનુમામા (દિનેશ પટેલ)...
સુરત: સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ...
શિક્ષણ દ્વારા હવામાં ઉડવાની આશા લઈને નીકળેલા વિદ્યાર્થીને રોડ પર અકસ્માતથી પાંખો કપાઈ ગઈ..!! –CCTV ફૂટેજમાં કેદ થયા અકસ્માતના દ્વશ્ય, ટેમ્પો ચાલક...
1 એપ્રિલ, 2026થી દેશભરમાં E20 પેટ્રોલ વેચાણ ફરજિયાત બનશે. 17 ફેબ્રુઆરીના જાહેરનામા મુજબ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ તમામ તેલ કંપનીઓને ભારતીય...
વડોદરા | વડોદરા મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા શહેરના વિકાસકાર્યોની સમીક્ષા કરવા માટે આજે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી આ...
T20 વર્લ્ડ કપ 2026માં ખિતાબના સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉતરેલી ટીમ ઇન્ડિયા હાલમાં ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે જંગ લડી રહી છે. બેટિંગ...
વડોદરા | સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં બુધવારે યોજાયેલ ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પેપર વિદ્યાર્થીઓ માટે એકંદરે સરળ નીકળ્યું હતું....
ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ ખસેડાયોનડિયાદ | નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટના ગુનામાં અટકાયત કરાયેલા 21 વર્ષના યુવકે પોલીસ કસ્ટડી દરમિયાન બ્લેડ...
અનિલ અંબાણી સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ...
બોડેલી | પછોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને છોટાઉદેપુર રોડ (રાજ્ય માર્ગ નં. 56) પર આવેલા ઢોકલીયા રેલવે ફાટકની...
ભરૂચ,તા.25ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરતીમાં આવેલા એક યુવાને ફરજ...
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના વિશ્વસનીય લોન્ચ વાહન પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હિકલ (PSLV) ની તાજેતરની સતત નિષ્ફળતાઓએ વૈજ્ઞાનિક વર્તુળો અને સરકારમાં...
સુરતઃ ભાજપના શાસકો આખું તળાવ ગળી ગયા હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વર્ષ 2017માં પાલમાં લેક ગાર્ડન...
આશરે 700 જેટલા લોકો પાણી વિના હેરાન પરેશાન નસવાડી | નસવાડી તાલુકાની સાંકળ (તણખલા) ગ્રામપંચાયત હેઠળ આવેલા જૂના તણખલા ગામે પાણી પુરવઠા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલ પ્રવાસે પહોંચી ગયા છે, આવતીકાલે એટલે કે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ તેઓ ભારત પરત ફરશે. નવ વર્ષમાં આ...
ઓડિશામાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની મોટી કાર્યવાહી દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. ભુવનેશ્વરમાં કટક સર્કલ માઇન્સના ડેપ્યુટી ડિરેક્ટર દેવબ્રત મોહંતીને 30,000 ની લાંચ...
પ્રતિનિધિ, ગોધરા તા.25પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની ભુરાવાવ વિસ્તારમાં આવેલી...
કાર્યવાહી દરમિયાન ફરિયાદીની ઊલટ તપાસમાં અનેક વિસંગતતાઓ બહાર આવી કાલોલ | તા. 25/02/2026ઘોઘંબા તાલુકાના એક ગામમાં નોંધાયેલી છેડતી તથા પોક્સો એક્ટની ફરિયાદમાં...
હોળી જેવા પવિત્ર તહેવારમા માંડ માંડ ઘરાકી ખુલી ત્યાં વહીવટી તંત્રના આવા પગલાંઓથી વેપારીઓમા રોષ જોવા મળ્યો ગુજરાત મિત્ર, જેતપુરપાવીજેતપુરપાવી શહેરમાં વધતી...
કાલે પૂનમ ભદોરિયાની જામીન અરજી પર સુનાવણી સુરતમાં ચર્ચાસ્પદ બનેલા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહત્વપૂર્ણ કાનૂની પ્રક્રિયા આગળ વધી રહી છે....
દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય સ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી ચાહકોની...
( પ્રતિનિધિ )વડોદરા,તા.25 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ...
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે જ્ઞાન અને સંસ્કારનો અનોખો માહોલ સર્જાયો છે. જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ...
ફિલ્મ “યાદવ જી કી લવ સ્ટોરી” વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજદારે દાવો કર્યો હતો કે ફિલ્મનું શીર્ષક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2026-27 માટે રાજ્યના નાણાં મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં કુલ 4,08,053 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે...
જેટિંગ મશીન દ્વારા ડિવાઈડરની સફાઈ, વૃક્ષોનું ટ્રિમિંગ અને દબાણ હટાવવાની કામગીરી તેજ કરાઈ વડોદરા: મહાનગરપાલિકા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા માંજલપુરને વધુ...
ગાંધીનગર: રાજ્યમાં બજેટની રકમ અને દેવાની રકમ વચ્ચે વિકાસની રેસ લાગી છે. બજેટ કહે હું મોટું, તો રાજ્યનું દેવું કહે હું મોટું,...
ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો: આંદામાનમાં પાણીની અંદર સૌથી મોટો ત્રિરંગો લહેરાવ્યો, ગિનિસ બુકમાં સ્થાન
સુરતમાં બમ્પ બન્યો જીવલેણ: કાકાના હાથમાંથી પટકાયેલા માસૂમનું કરુણ અંત
IPL 2026માં હૈદરાબાદ 165 પર ઓલઆઉટ, કોલકાતાએ 7 વિકેટે જીતી મેચ
પરિણામ પહેલા જ મુખ્યમંત્રી હટાવવું સંકેત કે સંયોગ? CM વિજયનનો બાયો બદલાવથી ચર્ચા ગરમ
મોબાઈલ છોડો, મેદાનમાં આવો: સુરતમાં સમર કેમ્પમાં દેશી રમતોની વાપસી
કોન્સર્ટમાં ખાલિસ્તાનના ઝંડા જોઈ દિલજીત દોસાંઝે કોન્સર્ટને રાજકારણથી દૂર રાખવાની કરી અપીલ
ચેન્નાઈમાં ઇમરજન્સી એક્ઝિટ ખોલી પેસેન્જર ચાલતા વિમાનમાંથી કૂદી પડ્યો, પાયલટે કર્યું આ કામ
ઈરાન હુમલા બાદ અમેરિકા ઈમેજ બચાવમાં વ્યસ્ત, સૈન્ય નુકસાન છુપાવવા સેટેલાઇટ કંપનીઓને વિનંતી કરવાનો આરોપ
મિત્તલ પરિવાર અને પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ટીમને 15,653 કરોડમાં ખરીદી
તામિલનાડુમાં પરિણામ પહેલા જ કિલ્લેબંધી: વિજયના ધારાસભ્યો રિસોર્ટમાં રહેશે
રીલ બનાવવા જર્જરિત ટાંકી પર ચઢયા પાંચ મિત્રો, સીડી તૂટી પડતા એકનો જીવ ગયો, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ
નિશાંત પિતા નીતિશ કુમારના પગલે: ચંપારણથી ‘સદ્ભાવ યાત્રા’ શરૂ કરી, JCB થી ફૂલોનો વરસાદ
અભિષેક બેનર્જીનો પડકાર: ભાજપ ફાલતામાં પોતાના દિગ્ગજ ઉતારે- ગુજરાતી ગેંગ માટે દસ જનમ..
દક્ષિણ એશિયામાં અમેરિકાની પકડ ઢીલી પડી રહી છે? નેપાળ બાદ માલદીવે પણ દૂતને ન આપ્યો સમય
ભાજપ 500થી 700 જેટલા ઓછા મતના અંતરથી આગળ હોય ફરી ગણતરી કરાવજો, TMC એજન્ટોને મમતા બેનરજીએ ચેતવ્યા
અમેરિકામાં સફળતાનું શિખર સર કરનાર અમરેલીના સવાણી ભાઈઓને 40 વર્ષની જેલસજા
ભિલાડ દારૂ કેસમાં બુટલેગર મિહિર ચૌહાણને રાહત નહીં: વાપી એડિશનલ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી
મિડલ ઈસ્ટ યુદ્ધનો ભારે પ્રભાવ: 30 વર્ષમાં પહેલીવાર કુવૈતનું ઓઈલ એક્સપોર્ટ શૂન્ય
કેનેડાનો ચોંકાવનાર નિર્ણય: ભારત ‘જાસૂસી ચિંતાઓ’ની યાદીમાં
પારડીના ઓરવાડ ગામે દિવસ દરમિયાન મકાનનું તાળું તોડી ચોરી: ₹1.80 લાખના સોનાના દાગીના લઈ તસ્કર ફરાર
સુરત ગ્રામ્યમાં LCBની મોટી કાર્યવાહી
ડાંગના વઘઇમાં બળાત્કાર કેસમાં આરોપી ઝડપાયો
શિનોર તાલુકામાં ચકચાર: પૂર્વ સરપંચ પતિ સામે પરિણીતાની છેતરપિંડી બાદ બળાત્કારનો ગુનો
ફરી શરૂ થશે મહાજંગ? ટ્રમ્પનો ઈરાનને કડક સંદેશ
‘Raja Shivaji’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે
સુરત મહાનગરપાલિકામાં વહીવટી શિસ્તનો નવો અધ્યાય
એમજી રોડ પર વહેલી સવારે હિટ-એન્ડ-રન: કારની અડફેટે વૃદ્ધ મહિલાનું મોત, ચાલક ફરાર
હિન્દી ફિલ્મ જગતની પહેલી મહિલા સ્ટંટ બોડી ડબલ: Reshma Pathanની હિંમતભરી સફર
દિલ્હી વિવેક વિહારમાં ભીષણ અગ્નિકાંડ
Siwan: હર્ષ સિંહ હત્યા કાંડમાં પોલીસનું મોટું એક્શન મુખ્ય આરોપી સોનુ યાદવ એનકાઉન્ટરમાં ઠાર
સુરત શહેરમાં બનેલી 35 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. રાંદેર વિસ્તારમાં ફોર્ચ્યુનર કારનો કાચ તોડી રોકડ રકમ લૂંટનાર ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે સાગરીતો હજુ ફરાર છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને નીકળેલા વેપારી પર આરોપીઓએ અગાઉથી જ નજર ગોઠવી હતી. ખાસ લૂંટના ઈરાદે આરોપીઓ અમદાવાદથી બાઇક પર સુરત આવ્યા હતા. વેપારી ફોર્ચ્યુનર કારમાં નીકળતા જ ગેંગે પીછો શરૂ કર્યો અને ટ્રાફિક વચ્ચે અકસ્માતનું નાટક રચી કાર રોકાવી. ત્યારબાદ પાછળનો કાચ તોડી બેગ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ હાઇવે નજીક બાઈકની નંબર પ્લેટ પર સ્ટીકર ચોંટાડી નંબર બદલી દીધો હતો, જેથી ઓળખ ટાળી શકાય. મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીઓ પાસે પહેલેથી જ રેકી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જે ગુનાની પૂર્વ તૈયારી દર્શાવે છે.
ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આસપાસના CCTV ફૂટેજ, ટ્રાફિક કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી. અબ્રામા રોડ પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ઓગણીસ લાખ તેર હજાર પાંચસો રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન બંનેએ લૂંટમાં સંડોવણી કબૂલી હોવાનું સૂત્રો જણાવે છે. પકડાયેલા આરોપીઓ અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. બંને રીઢા ગુનેગાર હોવાનું અને તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી બે ઝડપાયા છે અને બે હજુ ફરાર છે. ફરાર આરોપીઓની શોધખોળ માટે સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં બાકીના આરોપીઓને પણ ઝડપી લઈ બાકી રહેલી રકમ રિકવર કરવામાં આવશે. સુરતમાં વધી રહેલી લૂંટની ઘટનાઓ વચ્ચે આ ઝડપી કાર્યવાહીથી વેપારી વર્ગે રાહતનો શ્વાસ લીધો છે.