ખાલિસ્તાની મુદ્દે નરમ વલણથી સંબંધોમાં તણાવ
કેનેડાએ તાજેતરમાં એક મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ પગલું ભરતાં ભારતનું નામ ‘જાસૂસી ચિંતાઓ’ ધરાવતા દેશોની યાદીમાં સામેલ કર્યું હોવાનું અહેવાલ સામે આવ્યા છે. આ નિર્ણય સાથે જ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં વધુ તણાવ ઊભો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો પહેલેથી જ સંવેદન
માહિતી મુજબ, કેનેડાની સુરક્ષા એજન્સીઓએ કેટલાક દેશોને ‘સુરક્ષા જોખમ’ તરીકે ઓળખાવતાં તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું નક્કી કર્યું છે, જેમાં ભારતનું નામ પણ ઉમેરાયું છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ‘વિદેશી હસ્તક્ષેપ’ અને ‘જાસૂસી પ્રવૃત્તિઓ’ સંબંધિત ચિંતાઓ હોવાનું જણાવાય છે. જોકે, ભારત તરફથી આ મુદ્દે હજી સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ અગાઉ પણ ભારતે આવા આરોપોને બિનઆધારિત ગણાવ્યા છે
બીજી તરફ, ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે કેનેડાના નરમ વલણને લઈને ભારતે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારનું માનવું છે કે કેનેડામાં રહેલા કેટલાક ખાલિસ્તાની તત્વો ભારત વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા છે, છતાં કેનેડા સરકાર તરફથી તેમના સામે કડક પગલાં લેવામાં આવતા નથી. મુદ્દો બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ રહ્યો છે.
વિશ્લેષકોનું માનવું છે કે આ તાજા વિકાસ બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને વ્યાપારી સંબંધો પર અસર કરી શકે છે. ખાસ કરીને વેપાર, શિક્ષણ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં તેની અસર દેખાઈ શકે છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો રહે છે, જેના કારણે આ તણાવનો વ્યાપક પ્રભાવ જોવા મળી શકે છે. આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે બંને દેશો આ તણાવને કેવી રીતે સંભાળે છે અને શું તેઓ સંવાદ દ્વારા આ મતભેદોને દૂર કરી શકે છે કે નહીં.