Gujarat

ડાંગના વઘઇમાં બળાત્કાર કેસમાં આરોપી ઝડપાયો

ટેક્નિકલ સર્વેલન્સથી પોલીસને મળી મોટી સફળતા : ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગંભીર બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને વઘઇ પોલીસે ઝડપી પાડયો છે. આ ગુનો તા. 29 એપ્રિલ, 2026ના રોજ નોંધાયો હતો, જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી કાર્યવાહી તેજ બનાવી હતી.

પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 64(1) અને 351(3) હેઠળ ગુનો રજીસ્ટર નં. 11219007260225/2026 તરીકે નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીની વહેલી તકે ધરપકડ કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.આ કાર્યવાહી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાએ વિશેષ પોલીસ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

પોલીસ ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીની હિલચાલ પર સતત નજર રાખી હતી. આ સુચિત અને સંકલિત કાર્યવાહી પરિણામે પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પકડાયેલ આરોપીની ઓળખ હરેશભાઇ હરીચંદભાઇ ચૌધરી (રહે. સુસરદા, કારભારી ફળીયુ, તા. વઘઇ, જી. ડાંગ) તરીકે થઈ છે. હાલ પોલીસે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top