સુરત મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો છે. કુલ 14 વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો AAP સામે આગળ રહ્યા, જ્યારે અન્ય 14 વોર્ડમાં AAPએ કોંગ્રેસને પાછળ ધકેલી મજબૂત પ્રદર્શન કર્યું.
વિશેષ કરીને વોર્ડ નંબર 16 અને 24માં કોંગ્રેસ અને AAP ઉમેદવારો વચ્ચે મળેલા મતોની સંખ્યા લગભગ સરખી જોવા મળી હતી,જે મતદારોમાં બંને પક્ષની સમાન અસર દર્શાવે છે. કોંગ્રેસના 58 અને AAPના 77 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત, ચૂંટણી પરિણામોમાં એક મહત્વની બાબત એ પણ સામે આવી કે: કોંગ્રેસના 58 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ,જ્યારે AAPના 77 ઉમેદવારો ડિપોઝિટ બચાવી શક્યા નહીં ,આથી સ્પષ્ટ થાય છે કે અનેક વિસ્તારોમાં બંને પક્ષોને મતદારોનો પૂરતો ટેકો મળ્યો નહોતો.અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોનું નબળું પ્રદર્શન ,ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોને મળીને: કુલ 135 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ આ દર્શાવે છે કે મુખ્ય મુકાબલો મોટા ભાગે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જ કેન્દ્રિત રહ્યો હતો.
મતવિસ્તાર મુજબ કુલ મતફેર: સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં કુલ મતવિભાગ પ્રમાણે પરિણામો આ પ્રમાણે રહ્યા:
ભાજપને મળ્યા અંદાજે 28.84 લાખ મત
કોંગ્રેસને મળ્યા અંદાજે 7.72 લાખ મત
આમ આદમી પાર્ટીને મળ્યા અંદાજે 10.64 લાખ મત
અન્ય પક્ષો અને અપક્ષોને મળ્યા 2,07,362 મત
આ આંકડા દર્શાવે છે કે શહેરમાં ભાજપનું પ્રભુત્વ મજબૂત રહ્યું છે, જ્યારે કોંગ્રેસ અને AAP વચ્ચે બીજા સ્થાન માટે સીધી સ્પર્ધા જોવા મળી હતી.
30 વોર્ડમાં કોંગ્રેસ–AAP વચ્ચે સીધી ટક્કર
ચૂંટણી વિશ્લેષણ મુજબ:
કુલ 30 વોર્ડમાં કોંગ્રેસ અને AAP વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી
જેમાંથી 14 વોર્ડમાં કોંગ્રેસ આગળ રહી
જ્યારે 14 વોર્ડમાં AAPએ કોંગ્રેસને પાછળ રાખી
બાકીના કેટલાક વિસ્તારોમાં બંને પક્ષ વચ્ચે મતફેર ખૂબ ઓછો રહ્યો
આ પરિસ્થિતિ આગામી સ્થાનિક રાજકારણમાં બંને પક્ષોની વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.