Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: (Surat) મુંબઇ (Mumbai) અને મહારાષ્ટ્રના (Maharashrta) જુદા જુદા વિસ્તારોના પ્રવાસે જતા સુરત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને (Travelers) મુંબઇ પોલીસ ખોટી રીતે અટકાવી નાણા ખંખેરવા માટે હેરાન કરતી હોવાનો આક્ષેપ કરી જિલ્લાના સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (CM) ઉદ્વવ ઠાકરેને આવેદનપત્ર મોકલી પોલીસની હેરાનગતિ બંધ કરાવવા માંગણી કરી છે.

  • મુંબઇ એરપોર્ટથી જતા અને આવતા, શિરડી, હાજીઅલી, મહાલક્ષ્મી અને સિધ્ધિ વિનાયક મંદિરના દર્શને જતા પ્રવાસીઓને પોલીસ નાણાકિય રીતે ખંખેરતી હોવાનો દર્શન નાયકનો આક્ષેપ
  • માત્ર જીજે સિરીઝની ગાડીઓ જોઇ ટ્રાફિક પોલીસ તૂટી પડતી હોય છે. અને કોઇ પણ હિસાબે ડોક્યુમેન્ટમાં ભૂલો કાઢી આકરા દંડના નામે નિદોર્ષ લોકોને ખંખેરવાનું કામ કરે છે

આવેદનપત્રમાં જણાવ્યું છે કે મુંબઇ એરપોર્ટથી જતા અને આવતા, શિરડી, હાજીઅલી, મહાલક્ષ્મી અને સિધ્ધિ વિનાયક મંદિરના દર્શને જતા પ્રવાસીઓને પોલીસ નાણાકિય રીતે ખંખેરી હેરાન કરી રહી છે. જેને લીધે મહારાષ્ટ્રમાં યુતિ સરકારનો સારો દેખાવ છતાં દહિસરથી એરપોર્ટ સુધી આવતી પોલીસ મહારાષ્ટ્ર સરકારની છબીને નુકસાન પહોંચાડી રહી છે. મોટી સંખ્યામાં સુરતીઓ અને ગુજરાતીઓ મુંબઇમાં આવેલા જુદા જુદા ધર્મના ધર્મસ્થાનો અને મેડિકલ સારવાર માટે મુંબઇ આવતા હોય છે. માત્ર જીજે સિરીઝની ગાડીઓ જોઇ ટ્રાફિક પોલીસ તૂટી પડતી હોય છે. અને કોઇ પણ હિસાબે ડોક્યુમેન્ટમાં ભૂલો કાઢી આકરા દંડના નામે નિદોર્ષ લોકોને ખંખેરવાનું કામ કરે છે. ગુજરાતથી મહારાષ્ટ્ર અવર-જવર કરતા ગુજરાત રાજ્યના પાર્સિંગના વાહનોને જે રીતે ખોટી રીતે મહારાષ્ટ્ર પોલીસ વિભાગ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવે છે, તે અંગે મહારાષ્ટ્ર પોલીસ વિભાગને તાકીદે સૂચના આપી ગુજરાતના રાજ્યના પાર્સિંગના વાહનોના માલિકોને થતી ખોટી રીતે થતી હેરાનગતિ દૂર કરવી જોઇએ.

To Top