ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં સટ્ટાબજાર ગરમ થયું, આ ટીમની જીત પર 1000 કરોડનો સટ્ટો લાગ્યો

ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રવિવારે (Sunday) રમાનારી T-20 વર્લ્ડકપની (T-20 World Cup) મેચ પહેલાં સટ્ટાબજાર (Betting market) ગરમ થઈ ગયું છે. અંદાજે 1000 કરોડનો સટ્ટો આ હાઈવોલ્ટેજ મેચ પર રમાવાની તૈયારીઓ થઈ ગઈ છે. દુનિયાભરમાંથી બુકીઓ દુબઈ (Dubai) પહોંચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

આવતીકાલે રવિવારે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય બાદ મેચ રમાવાની છે. આ મેચને લઈને ખેલાડીઓ કરતા વધુ ઉત્સુકતા ફેન્સમાં છે. સટ્ટાબજાર પણ આ મેચ પર નજર રાખી રહ્યું છે. સટ્ટા બજારમાં આ મેચ જીતવા માટે ભારત હોટ ફેવરિટ છે, પરંતુ આ મેચમાં પાસું ગમે ત્યારે પલટાઈ શકે તેમ છે. તેથી સટ્ટાબજારમાં એક દિવસ પહેલાંથી જ સટ્ટો લાગવાનું શરૂ થઈ ગયું હતું. શનિવારે આ એક મેચ પર જ રૂપિયા 1000 કરોડનો સટ્ટો લાગી ચૂક્યો છે. મેચ માટે ટોસ ઉછળશે ત્યાં સુધીમાં આ આંકડો 2000 કરોડ પર પહોંચી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.

સટ્ટોડિયાઓ મેચની જીત હાર ઉપરાંત ખેલાડીઓના પ્રદર્શન અને ટોસ પર પણ સટ્ટો રમી રહ્યાં છે. એટલું જ નહીં ભારતીય ક્રિકેટ ટીમની પ્લેઈંગ ઈલેવન પર પણ સટ્ટો રમાયો છે. એવું કહેવાય છે કે દેશભરના મોટા બુકીઓ દુબઈ પહોંચી ગયા છે. દુબઈના એક બુકીને ટાંકીને એક અહેવાલમાં કહેવાયું છે કે ઓનલાઈન બેટિંગ સાઈટ મારફતે ભારતના તમામ નાના મોટા સટોડિયાઓએ કરોડો રૂપિયાનો સટ્ટો મેચ પર લગાવ્યો છે. આ વેબસાઈટ ભારત બહારથી ઓપરેટ થઈ રહી છે અને તેના પર કરોડો અબજોનો સટ્ટો રમાઈ રહ્યો છે.

આ તરફ ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના એક અધિકારીએ કહ્યું કે અમે સટ્ટા પર નજર રાખી રહ્યાં છે. દુબઈ અને અબુધાબીમાં અમારી ટીમ પહોંચી ગઈ છે. દરેક હિલચાલ પર અમારી નજર છે. પ્લેયરોની સુરક્ષા પર પણ નજર છે.

Related Posts