Top News

More Posts

   The Latest

Most Popular

 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ ચેન્જ (Climate change) સમિટ દરમિયાનનો યુએસ (US President) પ્રમુખ જો બિડેનનો (Joe Biden) એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં બિડેન સમિટની બેઠકમાં બેઠાં બેઠાં જ ઉંઘતા (Sleeping) જોવા મળી રહ્યાં છે. આ ઘટના ત્યારે બની જ્યારે દક્ષિણ આફ્રિકાના માનવાધિકાર કાર્યકર્તા એડી એનડોપુ દિવ્યાંગ લોકો પર હવામાન પરિવર્તનની અસર પર ભાષણ આપી રહ્યા હતા. વીડિયો જોયા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જો બિડેન પર ટિપ્પણી કરી છે.

ખરેખર, યુએસ પ્રમુખ COP26 ક્લાઈમેટ ચેન્જ સમિટમાં લાંબા ભાષણ દરમિયાન થોડા થાકેલા જણાયા હતા. તેઓ વારંવાર આંખો બંધ કરતાં જોવા મળ્યા હતા. ભાષણ દરમિયાન તેમણે થોડી ઊંઘ ખેંચી લીધી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે તેમનો સ્ટાફ તેમની સાથે વાત કરવા આવ્યો ત્યારે તેમની આંખ ખુલી જાય છે. તે જ સમયે, જ્યારે ઇટાલીના વડા પ્રધાન મારિયો ડ્રેગી મંચ પર ગયા ત્યારે જો બિડેને પોતાની આંખો સાફ કરી હતી.

વોશિંગ્ટન પોસ્ટના પત્રકારે યુ.એસ.ના પ્રમુખ જો બિડેન ઊંઘ લઈ રહ્યાં હોવાનો વિડિયો શેર કર્યો

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટર ઝેક પર્સર બ્રાઉને ટ્વિટર પર વિડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘જો બિડેન COP26ના પ્રારંભિક ભાષણ દરમિયાન ઊંઘતા દેખાયા.’ રાષ્ટ્રપતિની ચૂંટણી હાર્યા પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર જો બિડેન પર નિશાન સાધ્યું છે. આ તક પણ તેમણે ઝડપી લીધી હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ આ કોન્ફરન્સમાં ગ્લોબલ વોર્મિંગ પર પોતાની પ્રાથમિકતા નોંધાવવા ગયા હતા, પરંતુ તેઓ પોતે જ ઉંઘી ગયા હતા.

જો બિડેને સમિટમાં કહ્યું, વિશ્વ તબાહી તરફ આગળ વધી રહ્યું છે

બાદમાં જો બિડેને ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં કહ્યું કે બાદમાં જો બિડેને પોતાના ભાષણમાં કહ્યું કે વિશ્વ તબાહી તરફ આગળ વધી રહ્યું છે. માત્ર અમેરિકા જ નહીં સંપૂર્ણ વિશ્વ આ તબાહીને અટકાવી શકે તેવી એક તક છે. દુનિયામાં એક સમાન સ્વચ્છ ઉર્જાવાન ભવિષ્યના નિર્માણ કરવાની ક્ષમતા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમારા પ્રયાસો બાળકો માટે સ્વચ્છ હવા, સ્વસ્થ જંગલો, પુષ્કળ મહાસાગરો અને ગ્રહ માટે સ્વસ્થ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે.

To Top