National

ખડગેએ CWCની નવી ટીમ જાહેર કરી, સોનિયા ગાંધી અને પૂર્વ PM ડૉ.મનમોહન સિંહનું નામ પણ સામેલ

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી (Election) લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે. આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ છે. આ સાથે રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ છે.

  • ટીમમાં ઘણા યુવા ચહેરાઓને સ્થાન મળ્યું
  • સમિતિમાં 39 સભ્યો, 14 કાયમી સભ્યો, 14 પ્રભારી અને 9 વિશેષ આમંત્રિતોનો સમાવેશ થાય છે
  • કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીને પણ ખડગેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું

આ ટીમમાં ઘણા યુવા ચહેરાઓને સ્થાન મળ્યું છે જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી સેલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ અને રણદીપ સિંહ સુરજેવાલા સહિતના ઘણા નામ છે. આ સિવાય યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીને પણ ખડગેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ તેમનો પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયો હતો, જેને ભાજપે તેની રાષ્ટ્રીય ટીમમાં પણ સામેલ કર્યો છે. સમિતિમાં 39 સભ્યો, 14 કાયમી સભ્યો, 14 પ્રભારી અને 9 વિશેષ આમંત્રિતોનો સમાવેશ થાય છે.

ખડગેની ટીમમાં કોને સ્થાન મળ્યું?
મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, ડૉ. મનમોહન સિંહ, રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટોની, અંબિકા સોની, મીરા કુમાર, દિગ્વિજય સિંહ, પી ચિદમ્બરમ, તારિક અનવર, લાલથાન, મુકુલ વાસનિક, આનંદ શર્મા, અશોકરાવ ચવ્હાણ, અજય માકન, ચરણજીત સિંહ ચન્ની, પ્રિયંકા ગાંધી વાડ્રા, કુમારી સેલજા , ગૈખંગમ ગંગમાઈ, એન રઘુવીરા રેડ્ડી, શૌરવ,શૌરવ થા મનુ સિંઘવી, સલમાન ખુર્શીદ, જયરામ રમેશ, જીતેન્દ્ર સિંહ

Most Popular

To Top