Entertainment

સની વિલાનાં ઈ-ઓક્શનની નોટિસ બેંક ઓફ બરોડાએ આ કારણ સાથે પાછી ખેંચી લીધી!

મુંબઈ: સની દેઓલના (Sunny Deol) જુહુમાં આવેલા બંગલાની (Bunglow) હરાજી અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. બેંક ઓફ બરોડાએ (BOB) ઈ-ઓક્શનની નોટિસ પાછી ખેંચી લીધી છે. તેનું કારણ ટેકનિકલ તરીકે આપવામાં આવ્યું છે. રવિવારે સમાચાર આવ્યા કે અભિનેતાએ બેંકમાંથી મોટી લોન લીધી છે. તેણે 56 કરોડ ચૂકવ્યા ન હતા.

શું હતો મામલો?
શનિવારે બેંક ઓફ બરોડાએ સની દેઓલના વિલાની હરાજી અંગે એક જાહેરાત બહાર પાડી હતી. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુમાં ‘સની વિલા’ મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે અભિનેતાની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. જાહેરાત અનુસાર સની વિલાની હરાજી 25 સપ્ટેમ્બરે થવાની હતી. હરાજી માટે બેંક દ્વારા પ્રોપર્ટીની કિંમત 51.43 કરોડ રાખવામાં આવી હતી.

દેઓલ્સની ટીમે રવિવારે હરાજીની સૂચનાના સમાચારને સમર્થન આપ્યું હતું. જોકે તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે નોટિસમાં દર્શાવેલી રકમ યોગ્ય નથી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સની દેઓલ 1-2 દિવસમાં આખી રકમ ચૂકવી દેશે.

ગદર 2 ની બમ્પર કમાણી
સની દેઓલની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. ફિલ્મની રેકોર્ડબ્રેક કમાણી 10મા દિવસે પણ ચાલુ છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સનીની ફિલ્મ તુફાની સારી કલેક્શન કરી રહી છે. ગદર 2 એ 10 દિવસમાં 375 કરોડથી વધુની કમાણી કરી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 400 કરોડની કમાણી કરશે. 400 કરોડની કમાણી કરનાર સનીની આ પહેલી ફિલ્મ હશે.

તારા સિંહને 22 વર્ષ પછી પણ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ગદર 2ને સનીના કરિયરની સૌથી ખાસ ફિલ્મ કહેવામાં આવશે. આ ફિલ્મે ધર્મેન્દ્રના બંને પરિવારને એકસાથે લાવ્યા છે. આ પહેલીવાર છે જ્યારે એશા અને આહાના દેઓલ જાહેરમાં ભાઈ સનીની ફિલ્મને સપોર્ટ કરી રહ્યાં છે. ઈશાએ ગદર 2ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

Most Popular

To Top