Charchapatra

ભારતનો ફકીર

એન. ગરાસિયાનું ચર્ચાપત્ર ઐશ્વર્યમાં રાચવું અને ફકીર તરીકે ઓળખાવું. વિચારોની દૃષ્ટિએ યોગ્ય લખાયું છે. પરંતુ કોઇ પણ વાતના ઊંડાણને જાણ્યા વગર ટીકા કરવી એ યોગ્ય નથી. ચર્ચાપત્રથી જીતેન્દ્ર પાનવાલા પણ લગભગ આ વિષયને છેડતું ચર્ચાપત્ર લખી ગયા છે. પાનવાલાએ તો રૂપિયામાં આંકડા સહિત ઉલ્લેખ કર્યો હતો અને વડાપ્રધાન પાછળ કરોડોનો ખર્ચ બતાવ્યો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ અને યુવાનીનું જીવન બધાને જાણીતું છે તે પ્રમાણે હાલના ઠાઠબાઠ જે દર્શાવ્યા છે તે મોદીએ જાતે ઊભા કર્યા નથી કે બાળપણ અને યુવાનીમાં ગરીબાઇ જોઇ હતી તો હવે તક મળે છે તો ઐશ્વર્ય માણી લઇએ.

ગુજરાતના મુખ્યપ્રધાન વખતનું જીવન કાંઇ ઠાઠબાઠવાળું ન હતું. બાળપણ ચાની કીટલી લઇ બધાને ચા પાઇ હતી. યુવાનીમાં પણ સાદાઇથી રહી બીઝનેશ મેનેજમેન્ટમાં માસ્ટર ડીગ્રી મેળવી હતી. યુવાન વયમાં પિતા રહ્યા ન હતા એટલે માતાએ જ બધા ભાઇઓનું ગુજરાન ચલાવ્યું હતું. મોદી તો રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા છે. એટલે સાદાઇ તો સંઘમાંથી શીખ્યા. આજનો વડાપ્રધાન તરીકેનો ઠાઠબાઠ એ મોદીએ પોતે ઊભો કર્યો નથી પરંતુ સરકારમાં અમુક હોદ્દા જેમકે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સરકારે નક્કી કરેલા નિયમો પ્રમાણે ચાલવું પડે છે.

તે જ પ્રમાણે મોદી ચાલી રહ્યા છે. મોદી તે ઉવેખતા નથી. ઘણાં દુનિયાનાં વિદેશના એકલે વડાપ્રધાનની સાદાઇના નમૂના રજૂ કરે છે જેમકે કોરિયાના હોચી મીંહ જે સાઇકલ પર વડાપ્રધાન ઓફિસમાં ઘરે નીકળી જતા હતા. પરંતુ હો ચી મીંહ ફકત ઓફિસે જવા જ સાયકલનો ઉપયોગ કરતા અને પોતાના અંગત જીવનમાં સાદાઇથી રહેતા હતા. બાકી સરકારી કામોમાં તો સરકારે નક્કી કરેલી રીતથી જ ચાલવું પડતું હતું. કદાચ મોદી સરકારી નિયમોને માન આપવા પણ એ રીતે રહેતા હોય. બાકી તેમનું અંગત જીવન ખૂબ સાદાઇભર્યું છે.

ખોરાકમાં પણ સ્વાસ્થ્યકારક સાદો ખોરાક જ લે છે. માંસાહાર અને દારૂથી દૂર ભાગે છે. હાલના જંકફુડ જે પ્રધાનોના ટેબલ પર પીરસાય છે તેનાથી દૂર રહે છે. વડાપ્રધાન તરીકે ઓફિસમાં અને બહાર કાર્યક્રમોમાં જ ઠાઠમાઠ જોવા મળે છે. ઘરે અંગત જીવનમાં ખૂબ સાદાઇથી રહે છે તે ઘણાને ખબર નથી. જીવનમાં કઇ રીતે રહેવું એ મનુષ્યની અંગત બાબત છે. મોદી તો ભણતર વખત પણ ખાલી સમયમાં નોકરી કરી પોતાની ફી વગેરે ખર્ચ કાઢતા હતા. આ બધી બાબતો જે જાણે છે તે જ જાણે છે. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિની રક્ષા ખાતર પણ અમુક નિયમો પાળવા પડે છે. બાકી બીજા પ્રધાનો જેમ લાઉલશ્કર લઇ ઠાઠબાઠથી ફરવું એ મોદીને બિલકુલ પસંદ નથી. એ તો સમાચારોથી જાણવા મળે છે. એમણે કદી પોતાને ફકીર તરીકે ઓળખાવ્યા જ નથી. હા ભારત માતાના રાષ્ટ્રવાદી પૂજા તરીકે ઓળખાવ્યા છે. એટલે ટીકા કરવી વ્યર્થ જ છે.
પોંડીચેરી          – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top