Entertainment

Pushpa 2 Teaser: અલ્લુ અર્જુનનું તાંડવ, હાથમાં ત્રિશૂલ અને શંખ સાથે દુશ્મનોનો કાળ બનશે પુષ્પારાજ

નવી દિલ્હી: તેલુગુ ઇન્ડસ્ટ્રીના (Telugu Industry) સુપરસ્ટાર અલ્લુ અર્જુને (Allu Arjun) તેના જન્મદિવસ પર પોતાના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. અર્જુન તેના આઇકોનિક કેરેક્ટર પુષ્પરાજની (Pushparaj) ભૂમિકામાં પાછો ફર્યો છે. તેમજ અલ્લુના જન્મદિવસ નિમિત્તે તેની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’નું ટીઝર ટિઝર પણ રીલીઝ (Teaser) થઇ ગયું છે.

‘પુષ્પા 1: ધ રાઇઝ’માં અલ્લુના ખૂબ મોટા અવતારથી ચાહકોનું મનોરંજન કર્યા પછી, અલ્લુ અર્જુન હવે સિક્વલ સાથે ફરીથી બોક્સઓફિસ ઉપર ઘમાલ મચાવવા માટે તૈયાર છે. પોતાના 42માં જન્મદિવસની ઉજવણી કરી રહેલા અર્જુને ચાહકોને એવી ભેટ આપી છે જેની ચાહકો દ્વારા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ સાથે જ ફિલ્મની ઓટીટી રીલીઝની પણ જાહેરાત થઇ ગઇ છે.

ફર્સ્ટ લુકથી જ પુષ્પારાજનું પાત્ર ચર્ચાનો વિષય બન્યો હતો
‘પુષ્પા 1’માં અલ્લુ અર્જુને પુષ્પરાજનું પાત્ર ભજવ્યું હતું. જે જૂના ખેલાડીઓને હરાવીને લાલ ચંદનની દાણચોરીના નેટવર્કમાં ઝડપથી વધી રહ્યો હતો. હવે અલ્લુ અર્જુનનું આ પાત્ર ‘પુષ્પા 2’માં રાજ કરવા માટે તૈયાર છે. પરંતુ પુષ્પાના ફર્સ્ટ લુકથી જ તે ચર્ચાનો વિષય બન્યો છે. કારણકે અલ્લુના આ લુક બાદ એ વાતનો અંદાજો આવવો ખુબ જ મુશ્કેલ છે કે ફિલ્મની સ્ટોરી કેવી રહેશે.

લગભગ એક વર્ષ પહેલા ‘પુષ્પા 2’નો ફર્સ્ટ લૂક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પુષ્પરાજનું પાત્ર સ્ટોરીમાંથી ગાયબ થઈ ગયું છે. આ વીડિયોમાં ખુલાસો થયો હતો કે પુષ્પરાજ તિરુપતિ જેલમાંથી ભાગી ગયો છે અને તેને રોકવા માટે પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે હવે પુષ્પરાજ પોલીસની ગોળીઓથી ખરાબ રીતે ઘાયલ છે. પોલીસનું સ્પેશિયલ યુનિટ તેને જંગલોમાં શોધી રહ્યું છે અને તેના લોહીથી લથબથ કપડાં પર 8 ગોળીઓના નિશાન છે.

તેમના સમર્થકો પોલીસ અને સરકારનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એવી અફવા છે કે તે વિદેશ ભાગી ગયો છે અને તેથી પ્રશ્ન એ હતો કે પુષ્પરાજ ક્યાં છે? આ દરમિયાન માહિતી સામે આવી છે કે જંગલોમાં સિંહોની દેખરેખ માટે લગાવવામાં આવેલા કેમેરામાં પુષ્પરાજની તસવીર કેદ થઈ ગઈ છે. પુષ્પા ક્યાં છે અને શું કરી રહ્યો છે તેનો જવાબ ‘પુષ્પા 2: ધ રૂલ’ના ટીઝરમાં છે.

Most Popular

To Top