Vadodara

વડોદરા : ગુમ થયેલા 7 વર્ષીય બાળકનું માતા-પિતા સાથે સુખદ મિલન

ફતેગંજની શી ટીમે અમિતનગર બ્રિજ નીચે રહેતા માતા-પિતાને શોધી કાઢ્યા બાદ બાળક સોંપ્યો

વડોદરા તા.8

ફતેગંજ વિસ્તારમાંથી ગુમ થયેલા 7 વર્ષીય બાળક ટ્રાવેલ્સ સંચાલકને મળ્યો હતો. જેથી તેને ફતેગંજ પોલીસને સોંપાયો હતો. ફતેગંજની શી ટીમ દ્વારા બાળકના માતા પિતાને અમિતનગરબ્રિજ નીચેથી શોધી કાઢ્યા હતા. તેમને પોલીસ સ્ટેશન બોલાવી ખાતરી કર્યા બાદ બાળકનું માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.  

ફતેગંજ વિસ્તારમાંથી વિશાલ ટ્રાવેલના જીગ્નેશભાઇ રવિકુંજ ગોડને ગુમ થયેલો એક 7 વર્ષીય બાળક મળી આવ્યો હતો. જેથી તેઓએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. શી ટીમ એક્શનમાં આવી ગઇ હતી અને બાળકના માતા પિતાના શોધખોળની કામગીરીમાં લાગી ગઇ હતી. ફતેગંજના વિવિશ વિસ્તારમાં શી ટીમ બાળકના માતા પિતાની પૂછપરછ કરી રહી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકના માતા પિતા અમિતનગર બ્રિજ નીચે રહે છે. જેથી શી ટીમ તેને શોધતી શોધતી અમિતનગર બ્રિજ નીચે તપાસ કરવા માટે પહોંચી ગઇ હતી. ત્યારે બ્રિજ નીચે ગુમ થયેલા બાળકના માતા પિતા મળી આવ્યા હતા. તેમને બાળકનું નામ પૂછતા રાજવીર અજય દેવીપુજક હોવાનું જણાવ્યં હતું. જેથી શી ટીમે માતા પિતાને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને પોલીસ દ્વારા ખાતરી કર્યા બાદ 7 વર્ષીય બાળકનું તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

Most Popular

To Top