Vadodara

વડોદરા : માણેજા ગૌચરની જમીનમાંથી વૃક્ષોનું નિકંદન કરતી વિરપ્પન ટોળકી સક્રિય

ગૌચરની જમીનમાં વૃક્ષોનું છેદન કરી લાકડા સગેવગે કરવાનું મસ મોટું કૌભાંડ :

વૃક્ષોનું નિકંદન શહેરનો વિકાસ કરશે કે વિનાશ :

( પ્રતિનિધિ ) વડોદરા તા.8

વડોદરા શહેર નજીક માણેજાની ગૌચરમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું છેદન કરતા વિરપ્પનો સક્રિય બન્યા છે. જોકે આ બાબતથી તંત્ર શુ અજાણ ?છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. પર્યાવરણ બચાવોની કરવામાં આવી રહેલી મોટી મોટી વાતો વચ્ચે અહીં મોટા પ્રમાણમાં વૃક્ષો કાપી બારો બાર લાકડા સગેવગે કરવાનું મસ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે.

વડોદરા શહેરના છેવાડે આવેલા માણેજાની ગૌચર જમીનમાંથી છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવી રહ્યું છે. લાકડા કાપી બારોબાર સગેવગે કરતી અનેક ટોળકીઓ સક્રિય બની છે. ગૌચરની જમીનમાં ઘણા વર્ષો બાદ મોટા થયેલા વૃક્ષોને કાપી નાખવામાં આવી રહ્યા છે. અને તેના લાકડા ચોક્કસ તત્વો દ્વારા સગેવગે કરવામાં આવી રહ્યા છે. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા તંત્રનું ધ્યાન દોરવા છતાં હજી પણ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે વૃક્ષોનું નિકંદન કાઢી નાખી આકરી ગરમીમાં વૃક્ષો પર આશરો લઈ રહેલા પક્ષીઓને પણ બે ઘર બનાવાઈ રહ્યા છે.

માણેજા સ્મશાન પાસે આવેલી ખુલ્લી ગૌચરમાં બે રોકટોક વૃક્ષોનું નિકંદન કરતા વિરપ્પનો પર કોના ચાર હાથ છે તેવી લોકચર્ચા ચાલી રહી છે. સમગ્ર માણેજા પંથકમાં આ ચર્ચાઓ ઉઠવા પામી છે. આવા વિરપ્પનો દ્વારા લાખો રૂપિયાના વૃક્ષોની ચોરી કરી ગેરકાયદેસર રીતે વેચી મારવાનું જે ષડયંત્ર કોઈ માણેજાના જ નામચીન વ્યક્તિ દ્વારા રચવામાં આવ્યું છે. માણેજા ગૌચરના વૃક્ષો ગેરકાયદેસર કોઈપણ પ્રકારની પરવાનગી વિના રણુંના વેપારી રફીક દ્વારા કાપવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જાગૃત નાગરિક દ્વારા વનવિભાગ તેમજ મામલતદારને જાણ કરવામાં આવતા નસભાગના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હવે જોવું એ રહ્યું કે માણેજાન કેટલાક મોટા માથાઓના નામ ઉઘાડા પડે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી હોય કે માલિકીના તમામ વૃક્ષો પર્યાવરણ બચાવે છે. અને ઓક્સિજન આપે છે. નવા રોપેલાં વૃક્ષોને મોટા થવા માટે લાંબો સમય લાગે છે. ત્યારે ઓક્સિજન અને પર્યાવરણ બચાવવા માટે વાવેલા વૃક્ષોનું છેદન અટકાવવુ અત્યંત જરૂરી બન્યું છે. ત્યારે આ બાબતે કેવા કાયદાકીય પગલાં લેવામાં આવે છે. તેતો હવે આવનાર સમય જ બતાવશે. હાલ તો લાકડા ભરવા આવેલા એક વ્યક્તિએ જણાવ્યું કે આ લાકડા રફીકના છે અને અમે મારેઠા ભરવા માટે આવ્યા છીએ. જોકે સમગ્ર બનાવે પોલીસ તંત્ર પણ ભર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top