SURAT

સુરત: કોઝવેના કિનારા પરથી બાળકનો કમરથી પગ વગરનો ધડ વાળો મૃતદેહ મળી આવ્યો

સુરત: રાંદેરના કોઝવે (Causeway) નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો કમરથી પગ વગર નો ધડ વાળો મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ (Police) પણ આશ્ચર્યમાં પડી ગઈ છે. એટલું જ નહિં પણ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલા બાળકનો મૃતદેહ સ્ત્રી કે પુરુષ છે એ પણ જાણી ન શકાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ડો.ચંદ્રેશ ટેલર (ફોરેન્સિક વિભાગ) એ જણાવ્યું હતું કે મૃત બાળકના એક્સરે પરથી એમ કહી શકાય કે બાળક 5-6 દિવસનું હોય શકે છે.

MD હડિયા (PSI રાંદેર) એ જણાવ્યું હતું કે ઘટના શનિવારની સાંજની છે. કંટ્રોલમાંથી જાણ કરવામાં આવી હતું કે રાંદેર કોઝવે નજીકના પાળા પાસે એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. કોલ મળ્યા બાદ સ્થળ પર જતાં બાળકનો કમરથી પગ વગરનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. બાળક સ્ત્રી કે પુરુષ છે એ કહેવું પણ મુશ્કેલ છે. હાલ બાળકના મૃતદેહ ને ફોરેનસીક પોસ્ટ મોર્ટમ માટે સિવિલમાં લઈ જવાયો છે. પોસ્ટ મોર્ટમ દરમિયાન માથામાંથી ઇજા મળી આવી છે. કમરના ભાગેથી કપાયું છે. હાલ સ્ત્રી-પુરુષ અને મૃત્યુનું કારણ જાણવા સેમ્પલ લવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળનું કહી શકાય.

મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઘણી વાર અવિકસિત બાળકો જન્મ લેતા હોય ત્યારે પણ ત્યજી દેવાતા હોય છે. પરંતુ કોઝવે કિનારેથી મળી આવેલું બાળક અવિકસિત નથી, બાળકના શરીર ના બે કે તેથી વધુ ટુકડા કરાયા હોય એ મૃતદેહ જોયા બાદ લાગી રહ્યું છે. કમરના કપાયેલા ભાગ ને કોઈ ધારદાર સાધનથી કપાયો હોય એમ લાગી રહ્યુ છે. જોકે હાલ ફોરેન્સિક વિભાગ જ આ બાબતે સ્પષ્ટ કહી શકે છે. બીજું ખાસ એ કે બાળક સ્ત્રી કે પુરુષ છે એ જાણવા માટે DNA સેમ્પલ લેવા જરૂરી છે. હાલ આ બાબતે વધુ કશું પણ કહી શકાય એમ નથી.

Most Popular

To Top