SURAT

સુરતનાં ડુમસમાં દરિયામાં નહાવા પડેલા યુવકને શિક્ષકની જાગૃતતાથી બચાવી લેવાયો

સુરત: ડુમસ (Dummas) દરિયામાં નહાવા પડેલા બે પૈકી એક કિશોર ભરતીના મોજામાં ડૂબતો હોવાનું જોઈ એક શિક્ષકની (Teacher) જાગૃતતાથી બચાવી લેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ડુમસ ગણેશ મંદિર પાછળના દરિયા કિનારે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકો અને ફાયરના જવાનોએ તાત્કાલિક બોયા લઈ ભરતીના પાણીમાં ડૂબતા કિશોરને બહાર કાઢી લાવતા લોકોએ બન્નેની કામગીરીને વધાવી આભાર વ્યક્ત કર્યો હતો. રવિવારે સાંજે બનેલી ઘટનામાં ફાયર ઓફિસર મારુતિ સોનવણે એ જણાવ્યું હતું કે ફાયર પહોંચેએ પહેલાં બન્ને યુવકોને બચાવી જાગૃત નાગરિકોએ પ્રશંસનીય કામગીરી છે.

મારુતિ સોનવણે એ જણાવ્યું હતું કે તપાસ કરતા બન્ને યુવકો ખટોદરા પંચશીલ નગરના રહેવાસી હતા. 17 વર્ષીય આલોક રાજકુમાર વર્મા અને 13 વર્ષીય સુમિત રાજુભાઈ બધા રમતા રમતા દરિયામાં નહાવા પડ્યા હતા. જોકે ભરતીના પાણી એ બન્નેને ઘેરી લેતા સુમિત તરતા તરતા બહાર નીકળી ગયો હતો અને આલોક ભરતીના પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે એક જાગૃત નાગરિકની નજર પડતા બુમાબુમ કરી દેવાય હતી. ત્યારબાદ ફાયરના માર્સલ પિન્ટુ ખલાસી અને સ્થાનિક લોકો દરિયામાં બોયા લઈ કૂદી પડ્યા હતા અને આલોકને ભરતીના પાણીના મોજામાંથી બહાર ખેંચી લાવ્યા હતા.

જસમીન રંગાણિ (જાગૃત શિક્ષક) એ જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે ડુમસ ફરવા ગયો હતો. ગણેશ મંદિર પાછળ લોકોની ભીડને લઈ અને ભરતીનો સમયથી જતા પોલીસ પ્રવાસીઓને દરિયાના પણીમાંથી બહાર કાઢી રહી હતી. એ દરમિયાન બે બાળકો પોલીસની નજરથી બચવા તરતા તરતા મંદિર પાછળના દરિયાના પાણીમાં ચાલી ગયા હતા. જોકે થોડી જ મિનિટમાં બન્ને જણાં ચારેય બાજુથી ભરતીના પાણીમાં ઘેરાઈ રહ્યા હોવાનું અહેસાસ થતા 13 વર્ષીય સુમિત સ્વિમિંગ કરી બહાર નીકળી આવ્યો હતો. જ્યારે આલોક ભરતીના પાણીમાં ગરક થઈ જતા જોઈ તાત્કાલિક બુમાબુમ કરી દીધી હતી. સંજોગે બે યુવકો અને કેટલાક સ્થાનિક લોકો બોયા લઈ દરિયામાં કૂદી પડ્યા હતા. ત્યારબાદ આલોકને દરિયાના પેટાળમાંથી શોધીને બહાર લઈ આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે આખી ઘટના જાણે કોઈ ફિલ્મના શૂટિંગ ચાલી રહ્યા હોય એમ લાગી રહી હતી. જોકે આ એક સત્ય હકીકત હતી. બન્નેની તપાસમાં કિશોર હોવાનું એટલે કે 13 વર્ષ અને 17 વર્ષના હોવાનું બહાર આવ્યું હતું. પરિવારના મોઢા ઉપર સ્મિથ જોઈ આનંદ થયો હતો. પ્રવાસ માતમમાં બદલાતા બદલાતા રહી ગયો હતો. પરિવારે તમામનો આભાર વ્યક્ત કરી ઘરે ગયા હતા.

Most Popular

To Top