Gujarat

બનાસકાંઠાના ભાભરમાં સગીરાને ગેસ્ટહાઉસમાં લઈ જઈ દુષ્કર્મ કરવાની ઘટનામાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: (Gandhinagar) બનાસકાંઠાના ભાભરમાં ટયુશન કલાસમાં (Tuition Class) ગયેલી સગીરાને એક ગેસ્ટહાઉસમાં લઈ જઈને તેણી પર બળાત્કાર ગુજારવાની ઘટનાથી રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે. કોંગ્રેસની (Congress) નેતાગીરીએ એવો આક્ષેપ કર્યો છે, કે આ ગેસ્ટ હાઉસ ભાજપના નેતાની માલિકીનું છે. જો કે ભાજપના નેતાએ આ આક્ષેપો નકારી કાઢયા છે.

  • ભાભરમાં ટ્યુશને ગયેલી વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનામાં રાજકારણ ગરમાયું
  • જ્યાં બળાત્કાર થયો તે ગેસ્ટહાઉસ ભાભરના ભાજપ શહેર પ્રમુખનું છે- કોંગ્રેસ
  • કોંગ્રેસના ધારાસભ્ય ખોટી ફરિયાદ કરે છે આ ગેસ્ટ હાઉસ મારૂં નથી : ભાભર ભાજપ પ્રમુખ

કોંગીના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ગેસ્ટહાઉસ ભાભરના ભાજપના શહેર પ્રમુખનું છે. આ ગેસ્ટહાઉસમાં માસૂમ બાળાઓનું યોનશોષણ થઈ રહ્યું છે જેથી પોલીસ યોગ્ય તપાસ કરીને પગલા ભરવા જોઈએ. જો કે ભાજપના શહેર પ્રમુખ અમરતભાઈ માળીએ ગેનીબેનના આક્ષેપને ફગાવતા કહ્યું હતું કે, મારા નામે કોઈ જ ગેસ્ટહાઉસ કે હોટલ નથી. આ ગેસ્ટહાઉસ મારૂ છે જ નહીં, કે મેં ભાડે પણ આપ્યુ નથી. કોંગીના ધારાસભ્ય ગેનીબેનના ભ્રષ્ટાચાર મામલે મેં તેમના વિરુદ્ધ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરતા ગેનીબેન મારૂ નામ બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભાભરમાં બળાત્કારની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. ટ્યુશન ગયેલી યુવતી ભાભરના ફોર્ચ્યુન ગેસ્ટહાઉસમાંથી મળી આવી હતી. ફોર્ચ્યુન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચાર્યની યુવતીની માતાએ ફરિયાદ નોંધાઈ છે, ભાભર પોલીસે સુરજસિંહ રાઠોડ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રે ગતિમાન કર્યા છે.

અરવલ્લીમાં 4 વર્ષની બાળકી પર 70 વર્ષના વૃદ્ધનું દુષ્ક્રર્મ
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે સાઠંબા ગામ ગામે એક 4 વર્ષની બાળકી પર તેણીના નજીકના 70 વર્ષીય સગાએ ખેતરમાં લઈ જઈને દુષ્ક્રર્મ આચર્યુ હોવાની વિગતો બહાર આવી છે. જેના પગલે પોલીસે આ 70 વર્ષીય વૃદ્ધ ફતેસિંહ ઝાલાની ધરપકડ કરી લીધી છે. 70 વર્ષીય ફુવા પોતાના સાળાને ત્યાં રાત્રિ રોકાણ કરવા આવ્યા હતા. તે દરમ્યાન બાળકીને રમાડવાના બહાને ખેતરમાં લઈ ગયા હતા. એટલું જ નહીં દુષ્ક્રમ આચર્યુ હતું. જો કે રાત્રીના સમયે બાળકીને દુખાવો થતાં તેણીએ માતાને જાણ કરી હતી. માતાએ તપાસ કરતા દીકરીના શરીર પર ગુપ્ત ભાગે ગંભીર રીતે ઇજાઓ જોવા મળી હતી.જેના પગલે સાઠંબા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી.

Most Popular

To Top