Gujarat

ગુજરાત વહીવટી સેવા ક્લાસ-1 ના 68 અધિકારીઓની મોટી બદલી અને પ્રમોશન, વડોદરાના સાંબડ પણ બદલાયા

6 મોટા જિલ્લાઓમાં નવા પદો, બનાસકાંઠા, અમદાવાદ, આણંદ, ખેડા, સુરત અને કચ્છમાં ‘ડી-નોવો’ હેઠળ અધિક કલેક્ટરોની નવી નિયુક્તિ

(પ્રતિનિધિ), વડોદરા. તા.1

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તારીખ 1 જૂન, 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ના કુલ 68 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યપાલના આદેશથી એડિશનલ ચીફ સેક્રેટરી ડૉ. અંજુ શર્મા દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ બદલીઓમાં ક્લાસ-1 ના 16 સિનિયર અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે ક્લાસ-1 જુનિયર સ્કેલ ના 52 જેટલા અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપી નવી મહત્વની જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત કરવા માટે સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 અધિકારીઓની મહત્વના પદો પર અરસપરસ બદલી કરવામાં આવી છે.

* 1) ડૉ. બી.એસ. પ્રજાપતિ :- ડેપ્યુટી કંટ્રોલર (સિવિલ ડિફેન્સ, કચ્છ) થી બદલી કરીને એડિશનલ કલેક્ટર (નર્મદા), વડોદરા તરીકે નિયુક્ત કરાયા છે.
* 2) જે.કે.જેગોડા :- નિવાસી અધિક કલેક્ટર (મહેસાણા) થી હવે એડિશનલ ડિરેક્ટર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર નો કાર્યભાર સંભાળશે.
* 3) વાય.બી. ઝાલા :- નિવાસી અધિક કલેક્ટર (નવસારી) થી બદલી કરી એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર બનાવાયા છે.
* 4) ડી.એમ. પંડ્યા :- ડિરેક્ટર (DRDA, નવસારી) ની બદલી એડિશનલ કલેક્ટર (UID), ગુજરાત સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
* 5) આર.એસ. દેસાઈ :- નિવાસી અધિક કલેક્ટર (આણંદ) ની બદલી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકા તરીકે થઈ છે.
* 6) આર.એન. પંડ્યા :- જીએમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમથી હવે એડિશનલ કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગર નો હોદ્દો સંભાળશે.
* 7) ડી.પી. ચૌહાણ :- નિવાસી અધિક કલેક્ટર (કચ્છ-ભુજ) થી બદલી કરીને એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર તરીકે મૂકાયા છે.
* 8) એમ.એમ. જોશી :- મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ કલેક્ટર પદેથી બદલી કરી ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ, ગાંધીનગર તરીકે નિયુક્તિ અપાઈ છે.
* 9) ડી.એન. રાંક :- અધિક કલેક્ટર (ચૂંટણી) માંથી હવે મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર ખાતે એડિશનલ કલેક્ટર નો મહત્વનો પદભાર સંભાળશે.

ગુજરાત વહીવટી સેવાના જુનિયર સ્કેલના (પે-મેટ્રિક્સ લેવલ-10, રૂ. 56,100 – 1,77,500) 52 અધિકારીઓને સિનિયર સ્કેલ (પે-મેટ્રિક્સ લેવલ-12, રૂ. 78,800 – 2,09,200) માં બઢતી આપીને સીએમઓ, મહાનગરપાલિકાઓ અને કલેક્ટર કચેરીઓમાં ખાલી પદો તેમજ નવા ઉભા કરાયેલા પદો પર મૂકવામાં આવ્યા છે.

* 1) વી.કે.સાંબડ (પ્રાંત અધિકારી, વડોદરા સિટી) :- પ્રમોશન આપીને બનાસકાંઠા ખાતે નવ-નિર્મિત પદ પર એડિશનલ કલેક્ટર બનાવાયા છે.
* 2) એમ.વી.દેસાઈ :- ગર્વમેન્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ગાંધીધામ) થી પ્રમોશન સાથે નિવાસી અધિક કલેક્ટર, દેવભૂમિ-દ્વારકા.
* 3) એચ.એમ. ઝંકાત (પ્રાંત અધિકારી, અમદાવાદ વેસ્ટ) :- પ્રમોશન સાથે નિવાસી અધિક કલેક્ટર, ડાંગ-આહવા.
* 4) કે.આર. ઉનડકટ (પ્રાંત અધિકારી, ધાનેરા) :- પ્રમોશન મેળવી જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ, ગાંધીનગર.
* 5) પી.એલ. વિથાણી (ડીડીડીઓ, સુરત) :- પ્રમોશન સાથે કચ્છ-ભુજ ખાતે નવ-નિર્મિત પદ પર એડિશનલ કલેક્ટર.
* 6) યુ.એમ. પટેલ (ડેપ્યુટી કલેક્ટર, મોરબી) :- પ્રમોશન સાથે અમદાવાદ ખાતે નવ-નિર્મિત પદ પર એડિશનલ કલેક્ટર.
* 7) સી.એ. ગોહિલ (પ્રાંત અધિકારી, જૂનાગઢ) :- પ્રમોશન સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ.
* 8) બી.આર. સૂર્યવંશી (ડીડીડીઓ, વાવ-થરાદ) :- પ્રમોશન મેળવી રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર (RTO), અમદાવાદ તરીકે નિયુક્ત કરાયા છે.
* 9) એ.કે. પરમાર :- પ્રમોશન સાથે ગાંધીનગર ખાતે નવ-નિર્મિત પદ પર એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત.
* 10) ડૉ. આર.એન. ચૌધરી (જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગર) :- પ્રમોશન સાથે ડિરેક્ટર, સમાજ સુરક્ષા, ગાંધીનગર.

સરકારે વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા અને કામનું ભારણ ઘટાડવા માટે કેટલાક જિલ્લાઓમાં એડિશનલ કલેક્ટરના નવા પદો (De-novo) મંજૂર કર્યા છે. જેમાં બનાસકાંઠા, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, ખેડા અને સુરત જેવા મોટા જિલ્લાઓમાં નવા અધિક કલેક્ટરોની સીધી નિયુક્તિ પ્રમોશન દ્વારા કરવામાં આવી છે.

નવા નાણાકીય વર્ષ અને બદલાતા વહીવટી સમીકરણો વચ્ચે રાજ્યમાં વિકાસ કાર્યો તેમજ કાયદો-વ્યવસ્થા અને જમીન મહેસૂલની કામગીરીને વધુ ગતિ આપવા માટે આ બદલીઓ અને પ્રમોશનનો દોર મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સીએમઓ કાર્યાલયથી લઈને છેવાડાના ડાંગ અને કચ્છ જિલ્લા સુધીના વહીવટી માળખાને આ નવી નિયુક્તિઓથી નવું બળ મળશે. તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા પદનો ચાર્જ સંભાળવા આદેશ કરાયો છે.

Most Popular

To Top