Sports

સિડની: રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને સ્પેને મહિલા ફિફા વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

સિડનીઃ (Sydney) આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં મહિલા ફીફા વર્લ્ડ કપનું (Women’s FIFA World Cup) આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ સ્પેનની (Spain) મહિલા ફૂટબોલ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના સિડની સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સ્પેને ફાઇનલમાં ઇંગ્લેન્ડને 1-0થી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ રોમાંચથી ભરેલી હતી. જોકે, ઈંગ્લેન્ડ તરફથી કોઈ પણ ખેલાડી ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સ્ટાર ખેલાડી (Players) ઓલ્ગા કોર્મોનાએ સ્પેનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ મેચમાં ગોલ કરનાર એકમાત્ર ખેલાડી ઓલ્ગા કોરમોના હતી.

ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપને નવી ચેમ્પિયન ટીમ મળી છે. ફાઇનલમાં ઇંગ્લેન્ડને 1-0થી હરાવીને સ્પેને પ્રથમ વખત મહિલા વિશ્વ કપનો ખિતાબ જીત્યો. કેપ્ટન ઓલ્ગા કોર્મોના જેણે સેમિફાઇનલમાં પણ ગોલ કર્યો હતો તેણે રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થયેલી ફાઇનલમાં 29મી મિનિટે એકમાત્ર ગોલ કર્યો હતો. બંને ટીમો પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. ટાઇટલ મેચ પહેલા યુરોપિયન ચેમ્પિયન ઇંગ્લિશ ટીમને ફેવરિટ કહેવામાં આવી હતી પરંતુ તેઓ ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. 13 ગોલ સાથે 2019 વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડની બરાબરી કરનાર ઈંગ્લેન્ડને બીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.

ફિફા મહિલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ઇતિહાસ રચવાનો હતો. બંને ટીમો પાસે પ્રથમ વખત આ ખિતાબ જીતીને ઈતિહાસ રચવાની તક હતી. એટલું જ નહીં જર્મની એકમાત્ર એવી ટીમ હતી જેણે પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. હવે આ રેકોર્ડ પણ સ્પેનના નામે નોંધાઈ ગયો છે. જણાવી દઈએ કે સેમિફાઈનલમાં સ્પેને સ્વીડનને 2-1થી અને ઈંગ્લેન્ડે યજમાન ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી હતી.

સ્પેનની મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામે રમાયેલી ફાઈનલ મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. સ્પેનિશ પુરૂષોની ટીમે 2010માં તેનો પ્રથમ ફિફા વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ સમયે 13 વર્ષ પછી તેમની મહિલા ટીમે પણ આ વર્લ્ડ કપ જીત્યો છે. મહિલા અને પુરૂષ બંને ફીફા વર્લ્ડ કપ જીતનાર જર્મની પછી સ્પેન બીજી ટીમ બની. સિડનીના એકોર સ્ટેડિયમમાં તેમની પ્રથમ ફાઈનલ રમી રહેલી બંને ટીમોએ યાદગાર પ્રદર્શન કર્યું હતું. 29મી મિનિટે કાર્મોનાએ શાનદાર ગોલ કરીને બંને હાફમાં સ્પેનનું વર્ચસ્વ જમાવ્યું હતું.

Most Popular

To Top