Gujarat

પોલીસને ગ્રેડ પેના મામલે હવે સોશિયલ મીડિયા પર વોર, કોંગી બે ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું

રાજયમાં પોલીસને પણ ગ્રેડ પે આપવા માટે હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનુ વોર શરૂ થયુ છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં પણ યુનિયન શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ પોલીસ કર્મચારીઓની ગ્રેડ પે વધારવાની માંગણઈને સમર્થન આપ્યુ છે.

ઉત્તર ગુજરાતના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા ધંધુકાના કોંગીના ધારાસભ્ય રાજેશ ગોહિલે પણ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે ગુજરાતમાં વિવિધ વિભાગોના કર્મચારીઓને આંદોલનના કારણે ગ્રેડ પે સહિતના લાભો આપવામાં આવ્યા છે, રાજયના દરેક કર્મચારીઓને ગ્રેડ પે સહિતના લાભો મળે તે જોવની જવાબદારી મુખ્યમંત્રીની હોય છે ત્યારે સરકારે પોલીસ કર્મચારીઓના હિત કે લાભો અંગે પગલા લેવા જોઈએ.

મહિલા ધારાસભ્યએ એવી પણ રજૂઆત કરી છે કે ગુજરાત રાજયના એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ , તથા કોન્સ્ટેબલના ગ્રેડ પે ઓછા છે, જેના બદલે 4200, 3600 અને 2800 કરવા જોઈએ, પોલીસ ર્મચારીઓને મળતા વર્ષો જૂના ભથ્થામાં વધારો કરવો જોઈએ. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની ફરજનો સમય પણ નિશ્વિત કરવો જોઈએ. આઠ કલાકથી વધુ નોકરી કરવાની આવે તો માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવુ જોઈએ.

તેવી જ રીતે સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારીઓને નોકરી પર પરત લેવાનો સમય નિશ્વિત કરવામાં આવે તે જરૂરી છે. રાજયમાં ફિકસ પગાર પ્રથા નાબૂદ કરીને તમામ કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવો જોઈએ. દર ત્રણ વર્ષે પોલીસ કર્મચારીઓની તેમના જ જિલ્લામાં આંતરિક બદલી કરવી જોઈએ. કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીના પોલીસ કર્મીઓને રજાના દિવસે ફરજ બજાવે તો તેઓને યોગ્ય વળતર મળવુ જોઈએ.કોંગ્રેસમાં જોડાઈ ગયેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પોસ્ટર્સ વોર શરૂ કર્યુ છે. તેવી જ રીતે સોશિયલ મીડિયા પર ગ્રેડ પેના મામલે પોસ્ટ મુકાઇ રહી છે

Most Popular

To Top