જમીન કૌભાંડમાં વસંત ગજેરાના જામીન રદ્દ કરાવવાની ઉમરા પોલીસની અરજી નામંજૂર થઇ

સુરત: (Surat) જમીનના કૌભાંડમાં વસંત ગજેરાના જામીન (Bail) નામંજૂર કરાવવા માટે ઉમરા પોલીસે કરેલી અરજીને કોર્ટે નામંજૂર કરી હતી, આ સાથે જ વસંત ગજેરાના જામીન કાયમી રાખ્યા હતા. ઉમરા પોલીસે હાઇકોર્ટની (High Court) શરતોનો ભંગનું કારણ રજૂ કરીને વસંત ગજેરાના જામીન રદ્દ કરવા માટે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસની વિગત મુજબ, વેસુમાં (Vesu) આવેલી કરોડો રૂપિયાની જમીનના બોગસ બીલ, વાઉચર બનાવીને જમીનને પચાવી પાડવા માટે બોગસ દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા. આ કૌભાંડ (Scam) અંગે ઉમરા પોલીસે ગુનો નોંધીને વસંત ગજેરાની ધરપકડ પણ કરી હતી. દોઢ વર્ષ સુધી જેલવાસ ભોગવ્યા બાદ વસંત ગજેરાને ગુજરાત હાઇકોર્ટે જામીન મુક્ત કર્યો હતો, જેની સાથે કોર્ટે કેટલીક શરતો પણ આપી હતી. દરમિયાન વસંત ગજેરા પોલીસ મથકે હાજર રહેતો ન હતો. જેથી ઉમરા પોલીસે હાઇકોર્ટની શરતોનો ભંગનું કારણ રજૂ કરીને વસંત ગજેરાના જામીન રદ્દ કરવા માટે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ચાલી જતાં કોર્ટે ઉમરા પોલીસની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

કાપડના વેપારી પાસેથી ૩૬ લાખનો માલ લઇ પૈસા નહિ ચૂકવી દલાલ સહીત ચાર ફરાર

સુરત: કાપડના વેપારી પાસેથી ૩૬ લાખનો માલ લઇ પૈસા નહિ ચૂકવી દલાલ સહીત ચાર લોકો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળના વતની ૪૩ વર્ષીય દિનેશ આતુભાઇ કવાડ લીંબાયત વિસ્તારમાં લુમ્સનું ખાતે ધરાવે છે. બે મહિના પહેલા દલાલ અંકિત જૈન તેમના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં અંકિત જૈનએ વિશાલ અગ્રવાલ (દુકાનનં-૧૦૯૭, અભિનંદન ટેક્ષટાઇલ માર્કેટ રિંગરોડ), સતીષભાઇ (ઓમસાડી ના પ્રોપરાઇટર, દુકાનનં-૧૯, રાધે માર્કેટ,રિંગરોડ), સંદીપભાઇ જાલાન ઉર્ફે ધાર્મિકભાઇ સાથે દિનેશભાઈની મુલાકાત કરાવી હતી. આ ત્રણેય કાપડના વેપારીઓ હોવાની અને રિંગરોડ પર અભિનંદન ટેક્ષટાઇલ માર્કેટમાં તેમની દુકાન નં-૧૦૯૭, રાધે માર્કેટમાં પદમાવતી ટ્રેડીંગ નામની અને ઓમ સાડી નામની દુકાન હોવાની વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં અંકિત જૈનએ તમામ વચ્ચે બેઠક કરાવી ૩૬,૦૮,૮૭૦ નો બ્લાટન રિચ પલ્લુ કાપડનો માલ ખરીદી કર્યો હતો. ત્યારબાદ 30 દિવસમાં રૂપિયા ચૂકવ્યા ન હતા અને તમામ દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે દિનેશભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Posts