SURAT

દિવાળીના તહેવારમાં સૌરાષ્ટ્રવાસીઓ આનંદો : આ ટ્રેનમાં કોચ વધારાયા

સુરત: (Surat) દિવાળીના તહેવારને લઇને સૌરાષ્ટ્રવાસીઓ (Saurashtra) માટે રાહતના સમાચાર આવ્યા છે. સૌથી મહત્ત્વની ગણાતી બાંદ્રા ભાવનગર ટ્રેનમાં વધારાના કોચ જોડવા માટે પશ્ચિમ રેલવે (Railway) દ્વારા નિર્ણય લેવાયો છે. આ ટ્રેનમાં વધારાના બે થી ત્રણ કોચ જોડવામાં આવ્યા છે. આ ઉપરાંત બાંદ્રા-વેરાવળ, બાંદ્રા-અમદાવાદ તેજસ એક્સપ્રેસ, બાંદ્રા જોધપુરની બે સ્પેશ્યલ ટ્રેન (Train) તેમજ દાદર-બિકાનેરની સ્પેશ્યલ ટ્રેનમાં વધારાના એસી, સ્લીપર તેમજ સીટીંગના વધારાના કોચ જોડવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં લોકો પોતાના વતનમાં જતા હોવાથી પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ખાનગી લકઝરી બસ સંચાલકોની ઉઘાડી લૂંટ બંધ કરાવવા આરજેપીનું કલેકટરને આવેદનપત્ર

સુરત: દિવાળી વેકેશનમાં વતને જઇ રહેલા રત્નકલાકારોની મજબૂરીનો લાભ ઉઠાવી ખાનગી લકઝરી બસ (Luxury Bus) સેવાના સંચાલકો 4 થી 5 ગણા વધી ભાવો વસૂલી રહ્યા છે. પરિવાર સાથે વતને જઇ રહેલા રત્નકલાકારોને ભાવવધારાના નામે લૂંટવામાં આવી રહ્યાના આક્ષેપ સાથે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુભાઇ પી. ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલું આવેદનપત્ર આજે જિલ્લા કલેકટરને આપ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી છે કે, જિલ્લા વહીવટી તંત્ર અને આરટીઓ એસટીબસની આસપાસના ભાવે લકઝરી બસના સંચાલકોને બસસેવા માટે ફરજ પાડે અને પરમિટ કરતા વધુ પેસેન્જરો લઇ જતા અટકાવવામાં આવે.

પેસેન્જર મુવમેન્ટમાં સુરત એરપોર્ટે વડોદરાને ફરી પછાડ્યું

સુરત: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 6 મહિનાના પેસેન્જર ગ્રોથના આંકડાઓ જાહેર કર્યા છે જેમાં સુરતનો ક્રમ 32 મો આવ્યો છે.ફરી એકવાર પેસેન્જર મુવમેન્ટમાં સુરતે વડોદરા એરપોર્ટને પાછળ છોડ્યું છે. પેસેન્જર મુવમેન્ટમાં વડોદરા 47 ક્રમે આવ્યું છે. જ્યારે દિલ્હી પ્રથમ, મુંબઇ બીજા, બેંગલુરુ ત્રીજા, હૈદરાબાદ ચોથા, કોલકાતા પાંચમા અને ચેન્નાઇ છઠ્ઠા ક્રમે રહ્યું છે. દેશમાં અમદાવાદ એરપોર્ટનો સાતમો ક્રમ આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટીએ જે આંકડા જાહેર કર્યા તે એપ્રિલથી સપ્ટેમ્બર 2021 સુધીના નાણાકીય વર્ષના 6 મહિનાના છે. સપ્ટેમ્બર 2021માં સુરત એરપોર્ટથી 79815 પેસેન્જર નોંધાયા હતા. જ્યારે 2021માં સૌથી ઓછા પેસેન્જર 16,170 મે મહિનામાં નોંધાયા હતા. વિન્ટર સિઝનથી એરલાઇન્સ કંપનીઓ નવી ફ્લાઈટ સુરતથી શરૂ કરવા જઈ રહી છે તે જોતાં ઓક્ટોબર અંત સુધી સુરત એરપોર્ટ પર પેસેન્જર સંખ્યા 1 લાખ સુધી જઈ શકે છે.

Most Popular

To Top