સુરતના આ વિસ્તારમાં 100 કરતા વધારે કૂટણખાના સક્રિય, આ રોડ કોલગર્લ માટે બદનામ

સુરત: (Surat) સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર જાણીતી સ્કૂલોની નજીકમાં જ વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં ચાલતા ‘બ્લ્યુ ઓશન સ્પા’ પર પોલીસે (Police) દરોડા પાડી ‘સ્પા’ના (Spa) નામે ચાલતા કૂટણખાનાના પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૂટણખાનામાંથી (Brothel) છ લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક અને ગ્રાહકો સહિત 3 ધરપકડ પણ કરવામાં આવી છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પામાં દરોડા પાડ્યા બાદ પોલીસે રાત્રે ‘સ્પા’ના માલિક બ્રિજેશ દશરથ પટેલની ધરપકડ કરી હતી. સાથે સાથે બે ગ્રાહકો મીત અમૃત પટેલ તેમજ લોરેન્સ ટીકી પીટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ‘સ્પા’નો માલિક બ્રિજેશ પટેલ જાતે જ ‘સ્પા’નું સંચાલન કરતો હતો. જણાવી દઈએ કે વીઆઈપીરોડ અને યુનિ. રોડ પર પચાસ કરતા વધારે આ ઉપરાંત વેસુમાં સો કરતા વધારે કૂટણખાના સક્રિય થયા છે. તેમાં બેરોકટોક મુંબઇથી કોલગર્લ બોલાવાઇ રહી છે. આ ઉપરાંત ખટોદરા પોલીસ અને ઉમરા પોલીસની ભૂમિકા આ મામલે શંકાના દાયરામાં હોવાની ચર્ચા છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં ‘સ્પા’ના નામે કૂટણખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉધના મગદલ્લા રોડ અને વેસુ વિસ્તારમાં જાણે ‘સ્પા’ના નામે કૂટણખાનાઓનો રાફડો ફાટ્યો છે. ઉમરા પોલીસની મીઠી નજર અને મિલીભગતમાં આ ‘સ્પા’ ધમધમી રહ્યા છે. વેસ્ટર્ન બિઝનેસ કોરિડોરમાં દુકાન નં.105, 106માં ધમધમી રહેલા આ ‘સ્પા’માં ધનવાન ગ્રાહકોને આકર્ષવા માટે લાખો રૂપિયાનું ઈન્ટિરિયર પણ કરવામાં આવ્યું હતું. પોલીસને પણ હપતા પહોંચાડી દેવામાં આવતા હોવાને કારણે અત્યાર સુધીમાં આ ‘સ્પા’ પર દરોડા પડતા નહોતા. પરંતુ સુરત પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના ધ્યાનમાં આ ‘સ્પા’ આવતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી આ ‘સ્પા’ના નામે કૂટણખાનું ચાલી રહ્યું હતું. પરંતુ ઉમરા પોલીસ દ્વારા ત્યાં ક્યારેય દરોડા પાડવામાં આવતા નહોતા. બપોરે અઢી કલાકે આ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં છ લલનાઓને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી.

‘બ્લ્યુ ઓશન સ્પા’ ચાલવા પાછળ ઉમરા પોલીસના ડી’સ્ટાફ અને તેમાં ખાસ કરીને સાગર નામના હેડ કોન્સ્ટેબલની ભૂમિકા વિવાદીત માનવામાં આવે છે. એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સેલના દરોડામાં છ છોકરી ઝડપાતા હવે ઉમરો પોલીસના ડી’સ્ટાફની પોલ ખુલ્લી પડી ગઇ છે. ખુદ પો.કમિ. દ્વારા હવે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.

ધનવાન ગ્રાહકોને આકર્ષવા માટે ‘સ્પા’માં કરોડો રૂપિયાનું ઇન્ટિરિયર બનાવવામાં આવે છે
વીઆઇપી રોડ, વેસુ, ખટોદરા, ઉમરા વિસ્તારમાં સો કરતા વધારે કૂટણખાના હાલમાં સક્રિય છે. સુરત પોલીસ માટે સૌથી મોટી કલંકની વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં હપતાની સીસ્ટમ શરૂ થઈ ગઈ છે. એેટલેકે દરોડા પાડવા કે નહી પાડવા તે માટે હાલમાં પંદરથી ચાલીસ હજારનો કૂટણખાના દીઠ હપતો શરૂ થઇ ગયો હોવાની વાત પોલીસ બેડામાં છે. અત્યાર સુધી સુરત પોલીસ માટે એવું કહેવાય છે કે સુરત પોલીસ ગમે તેવી હોય પણ લોહીના વેપારના નાણા અડકતા નથી. તેમાં ઉમરા પોલીસના ડી’સ્ટાફની ભૂમિકા ઉપરાંત ખટોદરા ડી’સ્ટાફની ભૂમિકા ચર્ચામાં છે.

Related Posts