બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘Toxic: A Fairytale for Grown-Ups’ને લઈને ચર્ચામાં છે. જોકે આ વખતે તે ફિલ્મ નહીં...
દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. મિસાઈલ, ડ્રોન અથવા લડાકુ વિમાનો...
આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારા મુસાફરો અને એરલાઇન ઉદ્યોગ માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ઉપયોગમાં લેવાતા એવિએશન ટર્બાઇન...
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માનવોને અમર બનાવવા માટે ટેકનોલોજી વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. આ માટે તેમણે 2024 માં $26 બિલિયન...
પશ્ચિમ બંગાળમાં સોમવારે તેના સરકારી મંત્રીમંડળનો પ્રથમ વિસ્તરણ થયો. લોકભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાજ્યપાલ આર.એન. રવિએ ૩૫ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા....
સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 1 જૂનના રોજ ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કિંમતી ધાતુઓના બજારમાં ચાલી...
IPL 2026 ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સની ટીમ બસમાં શોર્ટ સર્કિટ થયો હતો. બસના અંદરના ભાગમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. સાવચેતીના પગલા તરીકે...
મ્યૂલ અકાઉન્ટના જાળ પર સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશ સફળ ગાંધીનગર,તા.1 સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી અભિયાન ચલાવીને મોટી સફળતા...
ગાંધીનગર,તા.1 ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને ક્લાસ-1 અધિકારી...
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવા છતાં હવે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે....
અમદાવાદ,અમદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદી અને રિવરફ્રન્ટને વધુ સ્વચ્છ અને પર્યાવરણલક્ષી બનાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પો.લી...
ગાંધીનગર : જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય દોડવીર કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગમાં યોજાયેલી એશિયન અન્ડર -20...
ગાંધીનગર : ગીરના જંગલોમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહબાળોના થઈ રહેલા મોતને પગલે ચિંતા વચ્ચે રાજ્ય સરકાર અને વન વિભાગ સતર્ક બન્યા છે....
તાપમાનમાં ઘટાડો, પવનની ગતિમાં વધારો; સુરત સહિતના શહેરોમાં લોકોને ગરમીથી આંશિક રાહત: છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં અનુભવાતી કાળઝાળ ગરમી...
ગાંધીનગર, ગાંધીનગર ઝોનની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ નશીલા પદાર્થોના વેપાર સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના...
અમદાવાદ, ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓને કારકિર્દી પસંદગીમાં માર્ગદર્શન પૂરું પાડતું ‘કારકિર્દીનાં ઉંબરે – ધોરણ 12 પછી શું?’ પુસ્તકની 21મી આવૃત્તિનું વિમોચન...
સુરતના પૉશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ વેકેન્જા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આભવા રોડ પર આવેલા આઈ બિલ્ડિંગના 11મા...
શૈક્ષણિક સત્ર પૂર્વે આર્થિક સંકટ વધુ ઘેરાયું: સુરત મહાનગરપાલિકા (SMC) હેઠળ નેશનલ રૂરલ હેલ્થ મિશન (NRHM) અંતર્ગત કરાર આધારિત ફરજ બજાવતા આશરે...
સુરત શહેરમાં સીએનજી (CNG) ગેસના વધતા ભાવો સામે રિક્ષાચાલકોનો અસંતોષ હવે ખુલ્લેઆમ રસ્તા પર જોવા મળી રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા વિરોધ...
NEET-UG 2026ની પુનઃપરીક્ષા પહેલા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને 21 જૂને યોજાનારી NEET-UG 2026ની પુનઃપરીક્ષા...
ગૂટરડી ગામે તુવેરના પાકની આડમાં ઉગાડવામાં આવ્યા હતા 19.800 કિલો લીલા ગાંજાના છોડ બે સગા ભાઈઓની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી...
બોલિવુડના જાણીતા અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની આગામી નેટફ્લિક્સ ફિલ્મને લઈને ચર્ચામાં છે. જોકે આ ચર્ચાનું કારણ ફિલ્મની વાર્તા કે તેના કલાકારો...
એમ.એસ. યુનિવર્સિટી નજીક ચાલી રહેલી સફાઈ અને ઊંડીકરણની કામગીરીની સમીક્ષાચોમાસા પહેલાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ(પ્રતિનિધિ) વડોદરા, તા. 1આગામી ચોમાસાને ધ્યાનમાં...
NEET-UG 2026 પરીક્ષા વિવાદ બાદ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વધી રહેલા અસંતોષ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે એક મોટું રાજકીય...
કેરટેકર મહિલા પર જીવલેણ હુમલો, જાંબાઝ પ્રતિરોધથી એક આરોપી રંગેહાથ ઝડપાયોલક્ષ્મીપુરા પોલીસે ફરાર સાગરિતની શોધખોળ તેજ કરી, મહિલાની બહાદુરીને સલામ(પ્રતિનિધિ) વડોદરાવડોદરાના લક્ષ્મીપુરા...
બહારથી પાણીની બોટલ અને નાસ્તા પર પ્રતિબંધ, અંદર પ્લાસ્ટિકમાં જ ધમધમતો વેપાર સ્વચ્છતાના નામે જનતાને હેરાનગતિનો આક્ષેપ, તંત્રના બેવડા ધોરણો સામે ઉઠ્યો...
રાજસ્થાન ભાજપમાં એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે અજય કુમારને રાજસ્થાન ભાજપના નવા રાજ્ય સંગઠન મહામંત્રી તરીકે નિયુક્ત...
વૃદ્ધના માથામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા : પોલીસે ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી : ( પ્રતિનિધિ...
IPL 2026ની ફાઇનલ પૂર્ણ થયા બાદ હવે એક નવો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને જાણીતા કોમેન્ટેટર સુનિલ ગાવસ્કરે...
દેશભરના LPG ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) અને LPG બંને કનેક્શન ધરાવતા...
લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટ રેસમાં સૌથી આગળ, સતત આઠ વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી
કેતન અગ્રવાલ હત્યા કેસમાં મોટો ખુલાસો: સિયા પાસે બીજો મોબાઈલ મળ્યો, કોડવર્ડમાં થતી હતી વાતચીત
અસંતુષ્ટ જૂથે TMC મુખ્યાલય પર કબજો કર્યો: મમતાના નજીકના નેતા ચંદ્રિમા ભટ્ટાચાર્યનું પણ રાજીનામું
મુંબઈના ભારે વરસાદે બોલિવુડ સ્ટાર્સને પણ કર્યા પરેશાન, અમિતાભ બચ્ચન અને અજય દેવગનના બંગલામાં ઘૂસ્યા પાણી
મુશળધાર વરસાદથી મુંબઈમાં જનજીવન ખોરવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદની આગાહી
મે મહિનામાં સુરત એરપોર્ટથી 1.58 લાખ મુસાફરોએ કરી યાત્રા, ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો
WhatsAppના Username ફીચર પર સરકાર સખ્ત, મેટાને 3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
વીજ ટાવર અને લાઇન હશે તો જ મળશે વળતર, સરકારે બદલ્યા ખેતી વળતરના નિયમો
પ્રથમ વરસાદે જ ઉદલપુર–ડેસર માર્ગની પોલ ખોલી: વિશાળ ખાડાઓથી વાહનચાલકો ત્રાહિમામ, અકસ્માતનો ખતરો વધ્યો
એક્શન, ઈમોશન અને સસ્પેન્સથી ભરપૂર એન્ટરટેઇનિંગ સ્પાય થ્રિલર ફિલ્મ ‘અલ્ફા’
સુરત શહેરની કાયદો-વ્યવસ્થાની કમાન હવે IPS વાબાંગ જામીરના હાથમાં
વેજલપુરમાં વિકાસના દાવા ધોવાઈ ગયા! શાળા પાસે ઘૂંટણસમા ગંદા પાણી, વિદ્યાર્થીઓ નરકાગાર જેવી સ્થિતિમાં
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં દાખલ; તમામ કાર્યક્રમો રદ
સગીરાના યૌન શોષણમાં દોષિત ઠર્યો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સ, કરિયર પર પૂર્ણવિરામ
CBSEનો નિર્ણય,હવે પ્રાઇવેટ કંપનીઓ પણ ખોલી શકશે સ્કૂલ,જોડાણના નિયમો હળવા કરાશે
સોનાએ તોડ્યા તમામ રેકોર્ડ! સોનું, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં મોટો વધારો, સોનું 1.50 લાખ પાર અને ચાંદીમાં 5000નો ઉછાળો
વૈભવ સૂર્યવંશીની ‘New Chapter’ પોસ્ટથી ચર્ચાનો માહોલ, ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂના સંકેત?
કાશી વિશ્વનાથ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક, PAC જવાનની રાઇફલમાંથી ગોળી છૂટતા 3 ઈજાગ્રસ્ત
હાલોલમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર બુલડોઝર: સેશન કોર્ટ પાસે વહીવટી તંત્રનું મેગા અભિયાન
મેઘમહેર : વડોદરા શહેરમાં 20 મીમી.,સાવલીમાં સૌથી વધુ 39 મીમી વરસાદ ખાબક્યો
ગુજરાતમાં મન મૂકીને વરસ્યો મેહુલો, જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ; 4 તાલુકામાં 62 ઈંચ વરસાદ, 22 ગામ સંપર્કવિહોણાં
વડોદરાનું ‘સ્માર્ટ’ પાતાળલોક, શેલ પેટ્રોલ પંપ પાસે રસ્તાએ જ ગળી લીધી જમીન
વસોમાં પુરવઠા મામલતદારના કથિત ત્રાસથી કંટાળી દુકાનદારે 80 ફૂટના કુવામાં લગાવી મોતની છલાંગ!
તરસાલી શાક માર્કેટ પાસે ડમ્પરનો આતંક,બેફામ ડમ્પરે બાઈકસવારને અડફેટે લેતા માંડ બચ્યો
ચાલતી ઈ-રિક્ષા બંધ કરનાર 7 ચાઇનીઝ એપ્સ પર બંધ, સરકારે ગુગલ અને એપલને નોટિસ ફટકારી
લાંબા મંથન બાદ વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓના સુકાનીઓ નક્કી કરાયા
ભાયલી ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, દારૂની મહેફિલ માણનાર છ આરોપીની ધરપકડ
“પહેલા આતંકવાદનો અંત લાવો, પછી સિંધુ જળ સંધિ વિશે વાત કરો”, ભારતનો પાકિસ્તાનને કડક સંદેશ
શિક્ષક સહાયકો અને મદદનીશ શિક્ષકો માટે 4 જુલાઈથી જિલ્લા આંતરિક બદલી કેમ્પ શરૂ
ઈરાનમાં ખામેનીના અંતિમ સંસ્કાર શરૂ: 14 મહિનાની પૌત્રીનો તાબૂત પણ મૂકવામાં આવ્યો
બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘Toxic: A Fairytale for Grown-Ups’ને લઈને ચર્ચામાં છે. જોકે આ વખતે તે ફિલ્મ નહીં પરંતુ પોતાના અંગત જીવન અને માતૃત્વના અનુભવોને કારણે સમાચારોમાં છે. માતા બન્યાના લગભગ એક વર્ષ બાદ કિયારાએ એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ડિલિવરી પછી મહિલાઓને સામનો કરવો પડતા શારીરિક, માનસિક અને સામાજિક પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. કિયારા અને તેના પતિ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ 15 જુલાઈ 2025ના રોજ તેમની પુત્રી સરાયાનું સ્વાગત કર્યું હતું. પુત્રીના જન્મ બાદના અનુભવો શેર કરતાં કિયારાએ કહ્યું કે માતૃત્વ એક સુંદર પરંતુ અત્યંત પડકારજનક સફર છે, જેના માટે કોઈ મહિલા સંપૂર્ણ રીતે તૈયાર હોતી નથી. તેણે જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે લોકો તમને આ તબક્કા માટે ખરેખર તૈયાર કરે છે. હવે હું આ સમગ્ર અનુભવમાંથી પસાર થઈ ચૂકી છું એટલે તેની વિશે હળવાશથી વાત કરી શકું છું. ઘણીવાર હું મારી એવી મિત્રોને પૂછું છું જેઓ પહેલેથી માતા બની ચૂકી છે કે તેમણે મને આ બધું પહેલાં કેમ ન કહ્યું?”
કિયારાના મતે, ડિલિવરી પછી મહિલાઓ જે માનસિક ઉથલપાથલ, અપરાધભાવ અને લાગણીસભર સંઘર્ષમાંથી પસાર થાય છે તેના વિશે સમાજમાં બહુ ઓછી ચર્ચા થાય છે. તેણીએ કહ્યું કે બાળકના જન્મ પછી માત્ર જીવનશૈલી જ નહીં પરંતુ મહિલાના શરીર અને મન બંનેમાં મોટા ફેરફારો આવે છે. તેણે સમજાવ્યું કે ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન હોર્મોન્સમાં મોટા ફેરફારો થતા હોય છે, જેના કારણે મહિલાની ભાવનાત્મક સ્થિતિ પણ સતત બદલાતી રહે છે. એક સ્ત્રી નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે, તેને જન્મ આપે છે અને ત્યારબાદ તેની સંભાળ રાખે છે. તેથી માતૃત્વનો અનુભવ પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે વધુ ઊંડો અને પરિવર્તનકારી હોય છે.
કિયારાએ સમાજની તે માનસિકતા પર પણ નિશાન સાધ્યું જેમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના વખાણ કરવામાં આવે છે પરંતુ બાળકના જન્મ બાદ તેમના દેખાવને લઈને ટિપ્પણીઓ શરૂ થઈ જાય છે. તેણે કહ્યું, ‘જ્યારે તમે ગર્ભવતી હોવ ત્યારે લોકો કહે છે કે તમારા ચહેરા પર કેટલો સુંદર ગ્લો છે અને તમે કેટલી સુંદર લાગી રહ્યા છો. પરંતુ બાળકના જન્મ પછી તરત જ લોકો કહેવા લાગે છે કે હવે તમે જાડી લાગી રહ્યા છો અથવા પહેલાં જેવી દેખાતી નથી.’ કિયારાના મતે, આ પ્રકારની અપેક્ષાઓ મહિલાઓ પર વધારાનું દબાણ ઊભું કરે છે. સમાજ ઘણીવાર ઈચ્છે છે કે માતા બનેલી મહિલા ખૂબ જ ઝડપથી પોતાના જૂના શારીરિક આકારમાં આવી જાય અને તરત જ પોતાના કામકાજમાં પાછી ફરી જાય, જ્યારે હકીકતમાં આ સમયગાળો મહિલાઓ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
તેણે ભારપૂર્વક જણાવ્યું કે ડિલિવરી પછીનો સમય એવો હોય છે જ્યારે મહિલાઓને સૌથી વધુ પ્રેમ, સમજણ અને સહયોગની જરૂર હોય છે. ‘કહેવાય છે કે બાળકને ઉછેરવા માટે આખા ગામની જરૂર પડે છે, પરંતુ હું માનું છું કે એક માતાને ઉછેરવા માટે પણ આખા ગામના સપોર્ટની જરૂર પડે છે,’ એમ કિયારાએ કહ્યું. પુત્રી સરાયાના આગમન બાદ ઘરમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં કિયારાએ હળવી મજાકમાં કહ્યું કે હવે ઘરમાં માત્ર સરાયાનું જ રાજ ચાલે છે. ‘હવે એ ઘર સરાયાનું છે, હું અને સિદ્ધાર્થ તો માત્ર તેમાં રહીએ છીએ. ઘરના દરેક ખૂણામાં તેના રમકડાં અને પ્લેમેટ્સનો કબજો છે,’ એમ તેણે હસતાં કહ્યું. કિયારાએ અંતમાં જણાવ્યું કે માતૃત્વની આ સફરે તેને એક વ્યક્તિ અને કલાકાર તરીકે વધુ પરિપક્વ બનાવી છે. તેના મતે, આ અનુભવથી તે જીવનને વધુ સારી રીતે સમજી શકી છે અને હવે તેના ચાહકો તથા ફિલ્મ નિર્માતાઓને તેનું વધુ મજબૂત અને પરિપક્વ સ્વરૂપ જોવા મળશે.