મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) માટે ભરવામાં આવેલા ઉમેદવારીપત્રોની ચકાસણીની મહત્વની કામગીરી આજે સંપન્ન થઇ હતી. સત્તાવાર વિગતો મુજબ, મોડી સાંજે...
સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA)ની લડાઇમાં ભાજપ (BJP) કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ (CONGRESS) હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત...
સુરતના (Surat) પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષમાં શહેર મહામંત્રી ચંદુભાઈ સોજીત્રાએ...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
બોલીવુડથી વધુ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું...
ઉત્તરાખંડ દુર્ઘટનામાં મૃતકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે (Uttarakhand Chief Minister Trivendra Singh Rawat) મંગળવારે કહ્યું કે 1,500...
પટણા (Patna): મંગળવારે બિહારના CM નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) સરકારના મંત્રીમંડળનો વિસ્તાર થયો હતો. ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીઓ પછી લાંબા...
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 227 રનથી હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયા (TEAM INDIA)સામે 420 રનનો મોટો લક્ષ્યાંક હતો, જેની સામે ભારતની ટીમ માત્ર 192...
નવી દિલ્હી (New Delhi): એક સમયે સુરતના પોલીસ કમિશનર રહી ચૂકેલા રાકેશ અસ્થાનાનાને (Rakesh Asthana) લઇને મોટા સમાચાર આવ્યા છે. CBIએ તેના...
એક વિવાદાસ્પદ પગલામાં, ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs-MHA ) ના સાયબર ક્રાઇમ સેલે એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત...
સૌથી ચર્ચિત ક્રિપ્ટોક્રેન્સી (Cryptocurrency) બિટકોઇન (Bitcoin) ની વેલ્યૂ સોમવારે 13% ના વધારા સાથે નવી ઑલટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. પહેલા ઇલેક્ટ્રિક...
નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ (Senior Congress leader Gulam Nabi Azad) આજે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના...
આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનામાં રૂ .94 નો ઉછાળો થયો અને તે 10 ગ્રામ દીઠ રૂ. 46,877 ના...
કાલોલ: ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળ ની માલિકી ના શોપિંગ સેન્ટર નું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ...
કાલોલ: કાલોલ તાલુકાના બરોલા ગામમાં આવેલી બ્રિકેસ ઈટોના ભઠ્ઠામાં કામ કરતા પીરવાકાંત મેધનાથ કાઢી ઉ. વ ૪૫ મૂળ રે. ખુનીકાંગરા તા ધોધાવ...
કાલોલ: કાલોલ તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી જાહેર થવાને પગલે સોમવારથી ઉમેદવારો માટે ફોર્મ ભરવાની...
લુણાવાડા: મહીસાગર જિલ્લા પંચાયત અને છ(૬) તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા...
ઉત્તરાખંડમાં રવિવારે જે તારાજી થઇ તેમાં અત્યાર સુધી ઘણી જાનહાનિ થઇ છે, એ સિવાય નુકસાનનો અંદાજ પણ ઊંચો છે. વરિષ્ઠ નેતા ઉમા...
વડોદરા: મને કડવા સવાલ પુછશો તો કોઈકને કહીને ઠોકાવી દઈશની ખુલ્લેઆમ ધમકી શિસ્તને વરેલા ભાજપ પક્ષના દબંગ નેતા અને વાઘોડીયા ધારાસભ્ય...
વડોદરા: અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર દબંગ નેતાના પુત્રને ત્રણ સંતાનો હોવાના મામલે જિલ્લા પંચાયત કચેરીમાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ્દ કરતા જ ઉશ્કેરાયેલા ધારાસભ્ય...
વડોદરા: વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહીમાં ભાજપને રામ રામ કરી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર રાજુ ઠક્કરનું ફોર્મ ટેકનીકલ ખામીને કારણે રદ્દ...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના 461 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને આ ચૂંટણી માટે 461 ઉમેદવારો મેદાનમાં...
સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls-2021) જેમ જેમ નજીક આવી રહી છે. રાજકારણમાં રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે....
પાદરા: પાદરા નગર પાિલકામાં સંભવીત ઉમેદવારોના નામોનું ભાજપા સંગઠનના ગાંધીનગરથી પેપર ફુટી જતાં પાદરા નગર પાિલકાના સ્થાિનક નેતાઓ હોદેદારો કાર્યકરો કપાયાની...
ઉત્તરાખંડમાં જ્યારે જ્યારે કોઇ દુર્ઘટના બને છે ત્યારે ત્યારે દોષનો ટોપલો કુદરતના માથા પર ઢોળી દેવામાં આવે છે. હકીકત એ છે કે...
વાસ્તવિકતા એ છે કે આપણા ધર્મમાં ગરબડ છે. એ બાબત આપણા બુધ્ધિજીવી વિદ્વાનો આપણાથી છુપાવે છે. ધર્મ વિશેની કોઇપણ ચર્ચાથી તેઓ એમ...
સનાતન ધર્મપ્રેમીઓ સહુ બહુધા આસ્તિકોએ એ વાત માથે ચઢાવેલી છે કે દેહધારી મનુષ્યનું આયુષ્ય ગર્ભગૃહે પિંડ બંધાતા પહેલા જ નિશ્ચિત થયેલું હોય...
હમણાં ટી.વી. ઉપર એક ઘટના જોઇ. પાકિસ્તાનમાં એક મુસ્લીમ ધર્મ ગુરુ, એક હિન્દુ યુવતીને ધર્મ પરિવર્તન કરાવે છે. હિન્દુ યુવતિના ચહેરા ઉપર...
તા.૧૮ જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં શ્રી સુનીલ રા બર્મનનું ‘ દીકરી ‘ વિશેનું ચર્ચાપત્ર વાંચ્યું. તે વાંચ્યા પછી અન્યત્ર વાંચવામાં આવેલી, તેમણે જે લખ્યું...
ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો: ઈરાન સાથેના કરાર બાદ તેલ ભરેલા જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે
સિદ્ધેશ્વર પાર્થેશ્વર બિલ્ડરનું કરોડોનું કૌભાંડ, ૪૮૪ પરિવારો રઝળી પડ્યા
ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર: 85% ઇથેનોલથી ચાલતી વેગન-આરની આટલી છે કિંમત
ક્રિકેટનો ટ્રિપલ ડોઝ! 17 જૂને એક જ દિવસે ટીમ ઈન્ડિયાની ત્રણ મોટી મેચ, સવારમાં ઈન્ડિયા A, બપોરે સિનિયર ટીમ અને સાંજે મહિલા ટીમ
ચકચારી શેખ બાબુના કસ્ટોડિયલ ડેથ કેસની એડવોકેટ અતુલ વ્યાસને સોંપાઈ જવાબદારી
લામડાપુરામાં ભાડૂતી ગુંડાઓ સાથે હથિયારોના જોરે આતંક મચાવનાર 8 સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો
સીમલજના દારૂ કૌભાંડે ડાકોર પોલીસની પોલ ખોલી! DGPનો કડક કોરડો, બે હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં ભાગ લેશે, 275 દિવસ પછી કરશે વાપસી
ગુજરાતવાસીઓએ વરસાદની હજુ રાહ જોવી પડશે! ચોમાસું મોડું શરૂ થવાના સંકેત
વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો: ભારત A ના સુપર ઓવરમાં પરાજય બાદ ઘટના બની
અમેરિકા-ઈરાન સોદાની જાહેરાત થતાં જ ભારતે LPG અને પેટ્રોલ અંગે આપ્યું મોટું નિવેદન
ગીર જવાનું પ્લાનિંગ છે? તો જલ્દી કરો, 23 જૂનથી 4 મહિના માટે બંધ થશે સાસણ ગીર સફારી
RTI મામલે રાજ્ય માહિતી આયોગની કડક કાર્યવાહી: સાવલીના તત્કાલીન PI અને મામલતદારને ₹10-10 હજારનો દંડ
ફિફા વર્લ્ડ કપમાં આજે 4 ધમાકેદાર મેચો, સ્પેન-કેપ વર્ડે અને બેલ્જિયમ-ઇજિપ્ત પર નજર
જયપુર: યુવકોએ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિષેક દીપકેને ભીડમાં થપ્પડ માર્યા
બ્રાઝિલમાં હવામાં જ બે હેલિકોપ્ટરની ભીષણ ટક્કર, ‘મિસ યુ’ ફેમ ઓલિવર ટ્રી સહિત 6 લોકોના મોત
‘મેં નાચું, તું નચા’ રીલ બનાવ્યા બાદ પંખે લટકતી હાલતમાં મળી અભિનેત્રી સંચિતા, સુસાઇડ નોટ મળી નહીં
સામાન્ય જનતાને વધુ એક ઝટકો: જથ્થાબંધ મોંઘવારી 9.68% પર, 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો
પ્રણિત મોરે બાદ વધુ એક સ્ટેન્ડ-અપ કોમેડિયન વિવાદમાં, રેપ પર જોક કરનાર કોમેડિયન મધુર વિરલીએ માંગી માફી
ગુજરાતને 2047 સુધી વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2026’ની જાહેરાત
ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026: ગ્રીન હાઇડ્રોજનથી રોબોટિક્સ સુધી, ઉદ્યોગોને મળશે અબજો રૂપિયાના પ્રોત્સાહનો; સ્ટાર્ટઅપ, MSME અને R&D માટે વિશેષ પેકેજ
વૈભવ સૂર્યવંશી ત્રીજી મેચમાં પણ નિષ્ફળ, તેણે 21 રન બનાવ્યા
યુદ્ધના વાદળો દૂર થયા! અમેરિકા-ઈરાન કરાર બાદ તેલથી શેરબજાર સુધી શું બદલાશે?
પાકિસ્તાન સાથે સંવાદના દરવાજા બંધ ન કરવા જોઈએ, સારા સંબંધો જરૂરી: મોહન ભાગવત
હાલોલમાં ‘કિચન ગાર્ડનિંગ’ વિષયક બે દિવસીય તાલીમ વર્કશોપ યોજાઈ, પ્રાકૃતિક ખેતી દ્વારા પોષણ સુરક્ષા પર ભાર
ફિલ્મ ‘છાવા’ની અભિનેત્રી સંચિતા ઉગલે હવે નથી રહી, 30 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા
આથાડુંગરી ખાતે જન કલ્યાણ શિબિરનું ઉદ્ઘાટન, સરકારી યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા ભાર
પુતિનને ઝટકો કે વૈશ્વિક સંદેશ? બ્રિટિશ દરોડાથી રશિયન ઓઇલ નેટવર્ક ફરી ચર્ચામાં
પાવાગઢમાં ખોવાયેલા 12 જેટલા બાળકો પરિવારને મળ્યા, પોલીસ-દુકાનદારોના સંકલનથી માનવતાની મિસાલ
કાલોલમાં પીપલ્સ બેંક પાસેથી બે ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો દાખલ
મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ બીજું આભ તૂટ્યુ હોય એવી પરિસ્થિતિ છે. આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ મુંબઇમાં રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર – ઋષિ (Randhir and Rishi Kapoor) કપૂરના ભાઇ રાજીવ કપૂરનું (Rajiv Kapoor) 58 વર્ષની નાની વયે હાર્ટ અટેકથી અવસાન થયુ છે. હજી ઋષિ કપૂરને ગયાને એક વર્ષ પણ નથી થયુ, એવામાં કપૂર પરિવાર પર આ બીજું આભ તૂટ્યુ છે.

ગત જાન્યુઆરીમાં રાજ કપૂરના પુત્રી, અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના સાસુ રીતુ નંદાનું અવસાન થયુ હતુ. એકથી દોઢ વર્ષના અંતરમાં રણધીર કપૂરના ત્રણ ભાઇ બહેનોના અવસાન થયા છે. નીતુ કપૂરના સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી રાજીવ કપૂરના અવસાનની પુષ્ટિ થઇ હતી. રાજીવ કપૂરની વિદાયને કારણે ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

પોતાના બંને ભાઈઓની જેમ રાજીવે પણ બોલિવૂડમાં હાથ અજમાવ્યો અને લાંબા સમય સુધી કામ કર્યું. પરંતુ રાજીવની કારર્કિદી ઋષિ કપૂરની જેમ સફળ થઈ ન હતી.તેમની પહેલી ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવ્યો, પરંતુ પછી તેમની કારકિર્દી એટલી ખાસ ચાલી નહીં. પોતાના પિતા રાજ કપૂરની જેમ રાજીવ કપૂર એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રહી ચૂક્યા હતા. તેમણે પોતોના પિતા રાજ કપૂરની ફિલ્મથી જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ હતી-‘રામ તેરી ગંગા મેલી’. આ ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજીવ કપૂર પહેલી વાર પડદા પર જોવા મળ્યા હતા. આ ફિલ્મને ઉત્તમ સફળતા મળી. રાજીવ પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયા હતા. પરંતુ નસીબજોગે આ પછી તેમની કોઈ પણ ફિલ્મને વિશેષ પ્રતિસાદ મળ્યો નહીં.
રાજીવ આકાશ, મેરા સાથી, લાવા, જબરદસ્ત, લવર બૉય, અંગારે, પ્રીતિ, જલજાલા, હમ તો ચલે પરદેશ, શુક્રિયા, નાગ નાગિન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કોઈ પણ ફિલ્મમાં સફળતા મળી નહોતી. રાજીવ કપૂરે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યુ હતુ. તેમણે 1996 માં આવેલી ફિલ્મ પ્રેમગ્રંથ અને 1991 માં આવેલી ફિલ્મ હિનાનું નિર્માણ કર્યું હતું. હિના અને પ્રેમ ગ્રંથમાં ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. પ્રેમગ્રંથ ફિલ્મનું નિર્દેશન પણ રાજીવ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આ ફિલ્મ વ્યાવસાયિક રૂપે ચાલી નથી. આ સિવાય રાજીવે 1999 માં “આ અબ લૌટ ચલે” નું નિર્માણ પણ કર્યું હતું. આ પછી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિયપણે દેખાયા નહીં.