Charchapatra

દીકરી એટલે

તા.૧૮ જાન્યુઆરીના ગુજરાતમિત્રમાં શ્રી સુનીલ રા બર્મનનું ‘ દીકરી ‘ વિશેનું ચર્ચાપત્ર વાંચ્યું. તે વાંચ્યા પછી અન્યત્ર વાંચવામાં આવેલી, તેમણે જે લખ્યું છે તેનાથી વિશેષ, દીકરી વિશે થોડી વધુ ટિપ્પણી .

દીકરી એટલે આત્મજા, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, દીકરી એટલે સમજણનું સરોવર, દીકરી એટલે ઘરનો ઉજાશ, દીકરી એટલે ઘરનો આનંદ, દીકરી એટલે સ્નેહની પ્રતિમા, દીકરી એટલે ઘરની જાન, દીકરી એટલે સવાઈ દીકરો, દીકરી એટલે પારકી થાપણ, દીકરી એટલે બાપનું હૈયું, દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે માનો પર્યાય, દીકરી એટલે પ્રેમનું પારણું, દીકરી એટલે હેતનો હિંડોળો, દીકરી એટલે હેત ભર્યો ટહુકાર, દીકરી એટલે ઝાડનો છાંયડો, દીકરી એટલે ભોળું પારેવડું, દીકરી એટલે પ્રજવલિત દીપથાળ, દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ, દીકરી એટલે હરખની હેલી, દીકરી એટલે કોયલનો ટહુકાર, દીકરી એટલે આનંદની કિલકારી, દીકરી એટલે વ્હાલપની વર્ષા, દીકરી એટલે શ્રદ્ધાનો સથવારો, દીકરી એટલે વિશ્વાસનું વહાણ, દીકરી એટલે ફૂલનો ક્યારો, દીકરી એટલે ફૂલદાની ફળ દીકરી એટલે ફૂલદાની ફોરમ, દીકરી એટલે દ્રષ્ટિનો શણગાર, દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે અવંતિનું અલંકાર, દીકરી એટલે પૃથ્વીનું પાનેતર, દીકરી એટલે ઝાલરનો ઝંકાર, દીકરી એટલે બાપના આંસુ.

સુરત     -સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top