Surat Main

સમાજ માટે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું: વધુ એક કોંગ્રેસી નેતાએ પાર્ટી છોડી

સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls-2021) જેમ જેમ નજીક આવી રહી છે. રાજકારણમાં રોજ નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પાર્ટીમાં ટિકીટ ન મળવાના કારણે કે અન્ય કારણો સર નેતાઓ નારાજ થઇને પાર્ટી છોડવાના બનાવો બની રહ્યા છે. એમાંય કોંગ્રેસમાં પણ આતરિક વિવાદો ચરમસીમાએ પહોંચી ગયા હોય એવું લાગે છે.

સમાચાર આવ્યા છે કે ગઇકાલે ઇમરાન ખેડાવાલા પછીવ આજે સુરતના પાસના નેતા જીજ્ઞેશ મેવાસાએ સુરત કોંગ્રેસમાં મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. જીજ્ઞેશ મેવાસાએ (Jignesh Mevasa) આ વિશે પોતાના ફેસબુક પર એક લાંબી પોસ્ટ કરી છે અને લખ્યુ છે કે કોંગ્રેસ પાટીદારોનું ઋણ ભૂલી ગઇ છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર પાછલા બારણે ભાજપના નેતાઓ સાથે મળી જવાના આરોપો પણ લગાવ્યા છે.

તેમણે તેમની પોસ્ટમાં લખ્યુ છે કે,’ સમાજ માટે કોંગ્રેસમાથી મારુ રાજીનામું, પાટીદારો સાથે કઈક ખોટું થયું છે અને ખોટું થઈ રહ્યું છે! કોંગ્રેસ જેવી વર્ષો જૂની પાર્ટી પોતાની ભૂલ, પોતાના સંગઠન ની ભૂલ શોધવા માં જ્યારે નિષ્ફળ નીવડી છે, પોતાના જ કાર્યકર્તા ઓ ને પ્રોત્સાહિત કે પોતાનાજ કાર્યકર્તાઓ ની સમસ્યા પ્રશ્ન મુદ્દે ઉકેલ કે નિવેડો ના લાવી શકવાના કારણે આજે એવી પરિસ્થતિ ઊભી થઈ છે કે જે કાર્યકર્તાઓ દિવસ રાત જોયા વગર પક્ષ માટે પોતાના તન મન અને ધન થી પક્ષ માં સેવા આપી રહેલા કાર્યકર્તાએ નારાજ છે! એમને મનાવી શકી નથી!
પોતાનાં માટે અને પોતાના કાર્યકર્તાઓ માટે થોડુક પોઝિટિવ વિચારી ને કાર્ય કરવાની જરૂર છે અને પ્રોત્સાહિત કરવાની જરૂર છે ત્યારે આજે ખૂબ દુઃખ થાય છે કે મારો પક્ષ થોડો કાચો પડ્યો અને આજે જ્યારે મારા સાથી કાર્યકર મિત્રો આવા સમયે પક્ષ સાથે છેડો ફાડી ને દુર જાય ત્યારે ખૂબ ખૂબ દુઃખ ની લાગણી અનુભવાય છે!
કોંગ્રેસ માટે દિલ માં રહેલી લાગણી પક્ષ ની અસ્મિતા અને પક્ષ પ્રત્યે નો પ્રેમ આજે ઠંડી માં ઠુઠવાઈ રહ્યો છે ત્યારે મોવડી મંડળ પણ આવા સમયે કેમ ચૂપ છે એ વિચાર આજે ખૂબ હેરાન પરેશાન કરી રહ્યો છે.

આજે જ્યારે પક્ષ માટે જોયેલા સપના અને પક્ષ પ્રત્યે કઈક કરી છૂટવાની જે ભાવના હતી એ સપના આજે તૂટતાં દેખાય છે ભાવના આજે મૌન બની ને એક સાચા કોંગ્રેસી સૈનિક તરીકે મારા ધેર્ય ની પરીક્ષા લઇ રહી છે! પણ આજે આ સમય અને સ્થિતિ ને સમજવી અને કાપવી આજે જ્યારે ખૂબ અઘરી પડી છે.. ત્યારે જરૂર છે કોંગ્રેસ ને ત્યારે હું કોંગ્રેસ સાથે છું પણ મારા સાથી પાટીદાર મિત્રો આજે મારી સાથે નથી એનું દુઃખ છે!!

છેલ્લાં ત્રણ માસ થી કેન્સર જેવા રોગો થી પીડિત હોવા છતાં પણ લોકો માટે રાત કે દિવસ નો સમય જોયા વગર સમાજ અને સમાજ ના છોકરાઓ માટે કઈક કરવાની તમન્ના મારા દિલ માં હંમેશા રહી છે. હું હાલ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ માં મહામંત્રી શ્રી તરીકે છેલ્લા ૩ વર્ષ થી સેવા આપી રહ્યો છું અને સમાજ અને પક્ષ માટે નિસ્વાર્થ રાત દિવસ કામ કરી રહ્યો છું પરંતુ હાલ ચાલી રહેલા કોંગ્રેસ પક્ષ મા વર્ગ વિગ્રહ અને પાટીદાર સમાજ ને કોંગ્રેસ તરફ થી હંમેશા થઈ રહેલા અન્યાય અને પાટિદાર સમાજ નું મહત્વ ભૂલી રહેલી કોંગ્રેસ અને પાટીદાર સમાજ નું ઋણ અને કોંગ્રેસ માટે પાટીદાર સમાજ એ આપેલા બલિદાન ને ભૂલી ને આજે પાટીદાર સમાજ ને દોષિત ગણાવી જયારે આજે કોંગ્રેસ ના અમુક નેતાઓ પાછલા બારણે ભાજપા સાથે મળી ને જનતા અને મતદારો નો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે જેના કારણે નિરાશ અને હતાશ થઈ ને આજે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ માં મહામંત્રીશ્રી ના પદ અને હોદ્દો પર થી રાજીનામું આપું છું.

– તમારો ભાઈ જીગ્નેશ જીવાણી(મેવાસા)’

જણાવી દઇએ કે આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ મનપાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. ચૂંટણીને લઇને ભાજપના નેતાઓમાં રોષ છે, તો બીજી તરફ કોંગ્રેસમાં આતરિક વિવાદ. લાગી રહ્યુ છે કે કોંગ્રેસ અને પાટીદાર સમાજ આમને સામને આવી ગયા છે. થોડા સમય પહેલા પાસના નેતા ધાર્મિક માલવિયાએ પણ છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી લડવાનો ઇનકાર કરી દીધો હતો. આ સિવાય અલ્પેશ કથિરીયાએ પમ તમામ પાટીદાર નેતાઓને પોતાના સમાજના હિતમાં કોંગ્રેસને ટેકો ન આપવા અપીલ કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top