National

મેદાની સ્તરે ભાજપ સામે હારી ગયેલી કોંગ્રેસ હવે ઓનલાઇન લડવા માટે સોશિયલ મીડિયો યોદ્ધા તૈયાર કરશે

સોશ્યલ મીડિયા (SOCIAL MEDIA)ની લડાઇમાં ભાજપ (BJP) કરતા ઘણી પાછળ રહેલી કોંગ્રેસ (CONGRESS) હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની શક્તિ વધારવાની કવાયતમાં વ્યસ્ત છે. પાંચ લાખ ‘સોશ્યલ મીડિયા યોદ્ધા’ તૈયાર કરવાના હેતુથી કોંગ્રેસે સોમવારે એક અભિયાન શરૂ કર્યું છે. આ માટે પાર્ટીએ એક હેલ્પલાઈન નંબર અને એક સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું છે, જ્યાંથી રાહુલ ગાંધીએ લોકોને જોડાવાની અપીલ પણ કરી છે. જો કે, એક મોટો સવાલ છે કે શું કોંગ્રેસ તેના સોશ્યલ મીડિયા યોદ્ધા (SOCIAL MEDIA WARRIOR) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપને પડકારશે?

કોંગ્રેસ સોશ્યલ મીડિયા ટીમના વડા રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના પાંચ લાખ સોશિયલ મીડિયા યોદ્ધાઓ દેશના ખૂણે ખૂણે પાર્ટીનો સંદેશ મોકલવાનું કામ કરશે. આ કામને ચોક્કસ પ્લેટફોર્મ (DIGITAL PLATFORM)પર મૂકવા માટે, પાર્ટી ટૂંક સમયમાં 50 હજાર અધિકારીઓની ભરતી કરશે, જેની સહાય માટે 4.5 લાખ સોશિયલ મીડિયાના યોદ્ધાઓ હશે. કોંગ્રેસ તેના અભિયાન દ્વારા સોશિયલ મીડિયા માટે કામ કરવા ઇચ્છુક લોકોનો ડેટા એકત્રિત (DATA COLLECTION) કરશે. એકવાર કાળજીપૂર્વક તપાસ કર્યા પછી, તે લોકોની મુલાકાત લેવામાં આવશે અને બાદમાં તાલીમ પણ આપવામાં આવશે.

2012 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયાને તેમની ચૂંટણી રણનીતિનો એક ભાગ બનાવ્યો હતો. આ દ્વારા તેમણે પોતાનો સમૂહનો આધાર વધારવાનું શરૂ કર્યું. 2014 ની ચૂંટણીમાં પીએમ મોદીની જીતમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સારો ઉપયોગ કર્યો અને સૌથી સક્રિય રાજકીય પક્ષ (ACTIVE POLITICAL PARTY)તરીકે પોતાનું સ્થાન બનાવ્યું. એટલું જ નહીં, મોદી સરકારના તમામ મંત્રીઓ અને ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે.

કોંગ્રેસના નેતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને ભારતમાં કમ્પ્યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય આપવામાં આવે છે. ટ્વિટર પર, કોંગ્રેસના નેતા શશી થરૂર દેશમાં સક્રિય થનારા પ્રથમ નેતાઓમાં શામેલ છે. આ પછી પણ, કોંગ્રેસ સોશિયલ મીડિયાની શક્તિને સારી રીતે સમજી શકી નહીં.

આ જ કારણ છે કે રાહુલ ગાંધીએ લાંબા સમય સુધી સોશિયલ મીડિયાથી અંતર રાખ્યું હતું અને જ્યારે તેઓ ફેસબુક અને ટ્વિટર પર આવ્યા હતા ત્યારે તેઓ પહેલા (@OfficeofRG) ના નામ પર આવ્યા હતા અને બાદમાં (@rahulgandhi) પર આવ્યા હતા. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ હજી સોશિયલ મીડિયા પર નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top