નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો...
વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ...
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic problem) હલ થાય એ માટે મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન (Mass transportation)ની સુવિધા શરૂ કરવામાં આવી છે....
મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13...
સુરત શહેરના કુખ્યાત ગેંગસ્ટર સુરેશ ઉર્ફે સૂર્યા મરાઠીની હત્યા કેસમાં નાસતા ફરતા આરોપીની ગુજરાત એટીએસે અમદાવાદમાંથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી...
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો હતો. ૨૦૧૫ માં સ્થપાયેલી આ ભક્તિ કવિ નરસિંહ મહેતા...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર છે ત્યારે આમ આદમી પાર્ટી, ઔવેસીની પાર્ટીની ઉપરાંત હવે એનડીએના કટ્ટર વિરોધી મમતા દીદીની ટીએમસીની...
ઓલિમ્પિકમાં સ્પોર્ટસ ઇવોલ્વ થઈ રહ્યું છે અને તેમાં મહત્ત્વનો ભાગ ટૅક્નોલોજી ભજવી રહી છે. ટૅક્નોલોજી ધરમૂળથી બદલાઈ રહી છે. ભારતીય દર્શકો ઓલિમ્પિક...
જેમાં આશરે ત્રણ કરોડ ભાવિકો ભાગ લેવાના હતા તે કાવડયાત્રા સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીને કારણે બંધ રાખવાની ઉત્તર પ્રદેશની સરકારને ફરજ પડી છે,...
અત્યારે ખેડ વાવણીની ઋતુ છે પણ માત્ર ખેડૂતો જ સમજી શકે એવી એક સમસ્યા છે તેની પર ધ્યાન દોરું છું. પહેલાંના સમયમાં...
તાજેતરમાં કેન્દ્રની મોદી સરકારે પોતાના અણઘડ વહીવટથી બગડેલી છબી સુધારવા મંત્રીમંડળનું વિસ્તરણ કરી પોતાના નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. ‘ગુજરાતમિત્ર’ તા. 10/7...
સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ...
કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરોના મોંઘવારી ભથ્થાં પર ગયા વર્ષથી રોક લગાવી દેવાઇ હતી. જાન્યુ. 20, જુલાઇ 20 અને જાન્યુ....
આદિ માનવ જંગલમાં ભટકતો ત્યારે જંગલી સર્પ ડંખ દેવાથી મૃત્યુ નિપજતું. સર્પથી ડરીને એણે પથ્થરમાં સર્પની આકૃતિ કોતરીને પૂજા કરવા લાગ્યો. સમયાંતરે...
ડો શાહ એક સફળ માનસશાસ્ત્રી. તેમની પાસે એક હતાશ નિરાશ બહેન આવ્યાં. થોડો જાણીતો ચહેરો લાગ્યો અને પુછતાછ કરતાં જૂની ઓળખાણ નીકળી....
ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર...
આપણે કાયમ માટે આપણા ગમા-અણગમાને આધારે કોઈ પણ માણસનું મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. આપણને ગમતી વ્યકિતના જીવન અને વ્યવહારમાં એકસો વાંધા હોય,...
ભારતના રાજકારણમાં અપરાધી તત્વોની બોલબાલા એ હવે કોઇ નવી વાત રહી નથી. આઝાદી પછી થોડા વર્ષો સુધી ભારતનું રાજકારણ કંઇક સ્વચ્છ રહ્યું,...
સિંગવડ: સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોરોના મહામારી ના કારણે શાળાઓ ચાલુ છે પરંતુ શૈક્ષણિક કાર્ય શાળાઓમાં બંધ હોવાના કારણે દાહોદ જિલ્લા પ્રાથમિક...
હાલોલ: હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે આવેલ સાઈબાબા મંદિર પાસે વ્યાજે આપેલ પૈસાની લેતીદેતીમાં બે યુવાનો વચ્ચે તકરાર થતા વ્યાજે પૈસા આપનાર...
જાંબુઘોડા: જાંબુઘોડા કોર્ટ બિલ્ડિંગ ની પાછળ આવેલ સૂખી નદીના પટમાં કોઈ અજાણી માતા દ્વારા અંદાજિત ચારથી પાંચ મહિના નો ગર્ભ ને ત્યજી...
શહેરા: શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાને બે વર્ષ માટે જિલ્લામાંથી તડીપાર કરવા માટે હુકમ થતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામી છે....
આણંદ: ગત જુન માસમાં ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે એક યુવક સાથે બનાવટી લગ્ન કરીને રોકડ, સોના-ચાંદીના દાગીના કપડાં વગેરે લઈને ફરાર થઈ...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા માવાની કરણ માટે જે દત્તક આપવામાં આવ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી સંસ્થાઓએ પોતાના આર્થિક...
વડોદરા : હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં બે દિવસથી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ...
વડોદરા : વડોદરામાં પાણી લાઈન લીકેજની સમસ્યા તંત્રના માથાના દુખાવા સમાન બની હોય તેમ એક બાદ એક જગ્યાઓ પર પાણીની લાઈનોમાં લીકેજની...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
વડોદરા: એસઓજીની પીઆઈ અજય દેસાઈના પત્ની સ્વીટી પ્રકરણમાં તપાસ અિધકારી નાયબ પોલીસ અિધક્ષક કલ્પેશ સોલંકી પાસેથી આંચકીને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા...
પેટ્રોલ-ડીઝલ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પ્રજાનો અવાજ બનીને મોંઘવારીના મુદ્દાને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદમાં...
લાંચ કેસમા ફરાર PSI મલ્લિકા પરમાર અને એએસઆઇ જય કિશન સસ્પેન્ડ
ભારત સામે ઐતિહાસિક T20 સિરીઝ જીત્યા બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું, ગેરી વિલ્સન બન્યા નવા કોચ
આસામમાં રેલવે ટ્રેક પર કામ દરમિયાન કરૂણ અકસ્માત, માલગાડીની અડફેટે 2 મજૂરોના મોત, 2 ગંભીર
સાવલીના ટુંડાવ સહિતનાં ગામોમાં ‘ઝેરી રાતો’નો આતંક!
દીવા તળે અંધારું: મેયરના જ વોર્ડમાં જનતા ત્રાહિમામ, મહિનાથી નળમાં આવે છે જીવડાવાળું ગંદું પાણી!
વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરે કરતાલ-મૃદંગના નાદ સાથે શાહી સ્નાનયાત્રા મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન
પશ્ચિમ બંગાળ: હિંસા અને રમખાણોને અટકાવવા વિધાનસભામાં જાહેર સલામતી બિલ પસાર
શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ નામ પર ઉઠ્યો વિવાદ: NCP અને વિઠાબાઈના પરિવારે ટાઇટલ બદલવાની કરી માંગ
બ્લડ પ્લાઝ્મા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા: ગુજરાતની હોસ્પિટલોમાં સપ્લાયના પુરાવા નથી
UPના કાસગંજ હાઇવે નજીક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું, મહિલા પાઇલટ ગંભીર રીતે ઘાયલ
RSS વિરૂદ્ધ ટિપ્પણીઓ પર પ્રિયાંક ખડગેને સમન્સ, કોર્ટે 21 જુલાઈ સુધીમાં જવાબ માંગ્યો
કેતન પાસેથી 1 કરોડ લઈને ચેતનને આપ્યા.. સિયા ગોયલ વિશે નવા ખુલાસા
રામ મંદિર ચોરી: 8 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા, પોલીસે રિમાન્ડ નહીં માંગ્યા
EV ખરીદનારા માટે મોટી ખુશખબર! દિલ્હીમાં 100% રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી નહીં ભરવી પડે
અયોધ્યા બાર એસો.નું અલ્ટીમેટમ: ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાય 3 દિવસમાં અયોધ્યા છોડે
વાસણા-ભાયલી રોડ પર વીજ ટ્રાન્સફોર્મર પાસે વાયરોમાં શોર્ટ સર્કિટથી આગ
વડોદરા : રહેણાક મકાનમા ધમધમતુ જુગારધામ ઝડપાયુ, 9 જુગારીઓની ધરપકડ
MSUની હેડ ઓફિસ ખાતે પોલીટેકનિકના વિદ્યાર્થીઓની ત્રણ મુદ્દે રજૂઆત
સુરતના સચિન GIDCમાં વિકરાળ આગ, ફાયર કંટ્રોલરૂમની કામગીરી પર ઉઠ્યા સવાલ
સયાજીગંજમાં રીક્ષા-એક્ટિવા વચ્ચે અકસ્માતમાં રીક્ષા પલટી,મુસાફરોનો આબાદ બચાવ
શિક્ષણમાં મોટો ફેરફાર: 2027-28થી ધોરણ-9માં વ્યક્તિ અને સમાજજીવન વિષય સાથે નવું ભણતર
અમરનાથમાં ગરમીની અસર! બરફનું શિવલિંગ ઝડપથી ઓગળતા ભક્તોમાં ચિંતા
વડોદરા : ભગવાનના દર્શન વચ્ચે મંગળસૂત્ર તફડાવનાર બે મહિલા ચોર ઝડપાઈ
‘ભારત ધીરે-ધીરે અરુણાચલ ગુમાવી રહ્યું છે?’ સ્થાનિક આદિવાસીઓનો ચોંકાવનારો દાવો
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ, 100થી વધુ ગામો પાણીમાં ડૂબ્યા, બ્રિજ તૂટી પડતાં જનજીવન ઠપ
મહિલા T20 વર્લ્ડ કપ 2026ના સેમિફાઇનલિસ્ટ નક્કી, જાણો કોની વચ્ચે થશે જંગ
GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત
મુખ્યમંત્રીના હસ્તે iNDEXTbને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત
વડોદરા : હજયાત્રાના નામે વકીલ દંપતી સાથે રૂ.10.30 લાખની છેતરપિંડી
યુરોપમાં હીટવેવથી ત્રાહિમામ, ભીષણ ગરમીથી 1300થી વધુ લોકોના મોત, WHOની ચેતવણી
નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં જી.આર.ડી સભ્યએ પોતાની પત્નીનું માથું દિવાલમાં પછાડ્યું હતું. તેમજ પેટ અને પીઠના ભાગે લાતો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પરિણીતાની ફરીયાદને આધારે વસો પોલીસે જી.આર.ડી સભ્ય અને તેના પિતા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસો તાલુકાના ખાંધલી ગામમાં રહેતાં ડાહ્યાભાઈ મોરારભાઈ રોહિતની પુત્રી રશ્મિકાબેનના લગ્ન અઢી વર્ષ અગાઉ બામરોલી ગામમાં રહેતાં સંજયભાઈ ગીરીશભાઈ રોહિત સાથે થયાં હતાં. લગ્ન બાદ બે વર્ષ સુધી પતિ સંજયે પોતાની પત્નિ રશ્મિકાબેન સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. છ માસ અગાઉ સંજયને વસો પોલીસમથકમાં જી.આર.ડી તરીકે નોકરી મળી હતી. જે બાદ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને તે અવારનવાર પત્નિ રશ્મિકાબેન ઉપર રોફ જમાવવા લાગ્યો હતો. તેમજ સસરાં ગીરીશભાઈ પણ અવારનવાર રશ્મિકાબેન સાથે ઝઘડાં કરી ત્રાસ ગુજારતાં હતાં. જોકે, ઘરસંસાર બગડે નહી તે માટે રશ્મિકાબેન મુંગા મોઢે ત્રાસ સહન કરતાં હતાં.
ગત તા.૧૭-૭-૨૧ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળેલો સંજય મોડી સાંજે ઘરે પરત ફર્યો હતો. જેથી તેઓ આખો દિવસ ક્યાં ગયાં હતાં તે જાણવા માટે રશ્મિકાબેને પોતાના પતિ સંજયને પ્રશ્ન પુછ્યો હતો. જેથી સંજય એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ રશ્મિકાના વાળ પકડી માથું દિવાલમાં પછાડી ઈજા પહોંચાડી હતી. આ ઝઘડા બાદ બાઈક લઈને લટાર મારવા નીકળેલો સંજય મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો. તે વખતે પોતાની પત્નિ રશ્મિકાબેનને ભર ઉંઘમાંથી જગાડી જમવાનું માંગ્યું હતું.
જે તે વખતે રશ્મિકાબેને જમવાનું કાઢી આપવાની ના પાડતાં સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ રશ્મિકાબેનને ગડદાપાટુનો મારમારી જમીન પર પછાડી હતી. જે બાદ તેણીના પીઠ તેમજ પેટના ભાગે લાતો મારવા ફરી વળ્યો હતો. પતિ દ્વારા આપવામાં આવતાં અસહ્ય ત્રાસથી કંટાળેલા રશ્મિકાબેન પોતાના ભાઈને બોલાવી પિયર ચાલ્યાં ગયાં હતાં. એક દિવસ બાદ રશ્મિકાબેનને પેટ તેમજ માથામા દુખાવો ઉપડ્યો હતો. જેથી સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. આ બનાવ અંગે રશ્મિકાબેને ફરીયાદ આપી છે.