Vadodara

વાદળછાયા વાતાવરણ સમી સાંજે ધોધમાર વરસાદ

વડોદરા : હવામાન વિભાગે વરસાદની આગાહી સાચી પડી હતી.શહેરમાં બે દિવસથી મેઘરાજા વરસે છે થોડી ક્ષણો માટે રસ્તા ભીના કરીને પાછા બંધ થઈ જાય છે. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર સુધી ગરમીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે સમી સાંજે 45 મિનિટ પૂરતો વરસાદ વરસ્યો હતો અને શહેરમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા .પરંતુ થોડીક જ ક્ષણોમાં વરસાદ બંધ થઇ ગયો હતો. શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે બે દિવસથી વડોદરા શહેરમાં મેઘરાજા વર્ષે છે અને થોડીક ક્ષણોમાં બંધ થઈ જાય છે આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે સમી સાંજે માત્ર 45 મિનિટના વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો એક તબક્કે ઉભરાટથી નાગરિકો ત્રાહિમામ થઈ ગયા હતા વરસાદ પડતાં જ ઠંડક પ્રસરી હતી. મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના સયાજીગંજ ,નિઝામપુરા ,ગોરવા ફતેપુરા ,માંડવી ,રાવપુરા ,દાંડિયા બજાર , આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા. થોડાક જ વરસાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળે છે.બીજી બાજુ સાંસદ અને કમિશનરશ્રી વરસાદી કાંસો મા ઉતરીને કોર્પોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારે  શહેરમાં થોડાક જ વરસાદમાં કેટલી જગ્યા પર વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા જોવા મળે છે.

Most Popular

To Top