યોગી ડિવાઈન સોસાયટીને ફાળવવામાં આવેલા 2 પ્લોટમાં ધાર્મિક કાર્યક્રમો કરાય છે : વનીકરણ કરાયું જ નથી..!

વડોદરા : મહાનગરપાલિકા દ્વારા માવાની કરણ માટે જે દત્તક આપવામાં આવ્યા છે તેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી સંસ્થાઓએ પોતાના આર્થિક ફાયદા માટે પ્લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં ધાર્મિક સંસ્થા નીચે પાલિકાએ પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમાં પણ વનિકરન કરવામાં આવ્યો નથી પણ આર્થિક ફાયદા માટે પ્લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા વનીકરણ કરવા માટે 46 જેટલા પ્લોટ સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગની સંસ્થાઓએ વનિકરણ કરવામાં આવ્યું નથી. પરંતુ પોતાના આર્થિક ફાયદા માટે પ્લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તે સમયના કોર્પોરેટ ,મેયર, ડેપ્યુટી મેયર ધારાસભ્યો અને સાંસદો એ પ્લોટમાં લાભ લીધો છે. ધાર્મિક સંસ્થાઓએ પણ પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમાં પણ વનીકરણ કરવામાં આવ્યું નથી. ધાર્મિક સંસ્થાઓ યોગી ડિવાઇન સોસાયટી, વલ્લભ ફાઉન્ડેશન, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને ભગવતીબેન ચેરીટેબલ ટ્રસ્ટ, પ.પૂ108 જ્યોતિરનાથ મેડિકલ અને કેળવણી ટ્રસ્ટ, જેવી અનેક સંસ્થાઓએ પાલિકા એ પ્લોટ ફાળવવા ફાળવ્યો છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારનું વનીકરણ કરવામાં આવ્યું નથી.

પાલિકા દ્વારા પ્લોટની ફાળવણી કર્યા બાદ કોઈપણ પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું તેને લઈને વર્ષો બાદ માલૂમ પડ્યું કે પાલિકાએ પ્લોટ આપ્યા છે તેમાં કોઇપણ પ્રકારનું વનિકરણ કરવામાં આવ્યું નથી. મેયર કેયુર રોકડિયા હોય કે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ તેમને પ્રજાની મિલકત ની લાહણી કરવાનો કોઈ પણ અધિકાર નથી.  મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ એ સમજવાની જરૂર છે અને સરકાર દ્વારા વડોદરા શહેરના વહીવટ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને મૂકવામાં આવ્યા છે નહીં કે રાજકીય હાથો બનાવવા માટે. પાલિકાએ પ્લોટ સંસ્થાઓને ફાળવવામાં આવ્યા છે તે ઉમર ૧૦ કરોડ થી ૫૦ કરોડની વચ્ચે છે 7 પેઢી બચાવી શકે નહિ. કમિશનર દ્વારા પ્રજાના હિતમાં જે કામગીરી કરવામાં આવતી નથી જોઈએ રોકવામાં નહીં આવે તો વિરોધ પક્ષ અથવા જાગૃત નાગરિક જાહેર હિતની અરજી કરશે તો?

1 ઓગસ્ટ 2017 થી 31 જુલાઈ 2021 સુધી પ્લોટ વનીકરણ માટે પ્લોટની ફાળવણી કરાઈ

મહાનગરપાલિકા દ્વારા જે એચ દવે યોગી ડિવાઇન સોસાયટી 114 શ્રી હરિ કૃપા ડુપ્લેક્સ નૂતન ભારત સોસાયટી અલકાપુરી વડોદરા. Tp 19, પ્લોટ નં. 42 ક્ષેત્રફળ 52221 ચો.મી. અને પ્લોટ નં.133 ક્ષેત્રફળ 35553 ચો.મી. છે. 1 ઓગસ્ટ 2017 થી 31 જુલાઈ 2021 સુધી પ્લોટ ફળવામાં આવ્યો છે. આ જે પ્લોટ ફાળવેલો છે તે લક્ષ્મીનારાયણ મંદિર ની બાજુમાં સ્વામિનારાયણ આધ્યાત્મિક મંદિર જે માંજલપુર ફાટક જવાના રોડ પર છૅ. ટોટલ 85000 સ્ક્વેર ફૂટથી  વધુ જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ આ બંને પ્લોટમાં જનહિત માટે કોઈપણ કામ થતું નથી અને પાલિકાના ગ્રીન બેલ્ટ નો જે હેતુ સિદ્ધ થતો નથી. જેથી પાલિકા 31 જુલાઈ પહેલા આ પ્લોટ પરત લઈ લેવો જોઈએ.શાસક પક્ષ ધાર્મિક સંસ્થાઓ અને રાજકારણને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના સંપર્ક વધારવા આર્થિક લાભ લેવા માટે પ્લોટની લાહણી કરવામાં આવે છે.

પ્લોટ વનીકરણ કે પાર્ટી પ્લોટના ઉપયોગમાં લેવાય છે?, એક જનરેટર અને જીઇબીનું ટ્રાન્સફોર્મર મૂકવાનું કારણ શું?

નગરપાલિકા દ્વારા જે 46 પ્લોટ ફાળવવામાં આવ્યા છે તેમાં આ 2 પ્લોટ જે મોટી જગ્યા ધાર્મિક સંસ્થા યોગી ડિવાઇન સોસાયટી ને આપવામાં આવ્યો છે તે ની કિંમત આશરે ૪૫ કરોડથી વધુ થાય છે. જ્યારે ધારાસભ્ય અને સાંસદને એક એક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જે પ્લોટ ફાળવવામાં આવ્યો છે કે માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં સ્વામિનારાયણ આધ્યાત્મિક પાસે પ્લોટ આવેલો છે.આ પ્લોટમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. જેમાં એક જનરેટર અને જીઇબીનું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. અને સંસ્થા દ્વારા ત્યાં તાળા મારી દેવામાં આવ્યા છે. આ પ્લોટ નો ઉપયોગ સભા, ધાર્મિક કાર્યક્રમ અને પાર્કિગ, રાજકીય મિટિંગમાં થતો આવ્યો છે.

એક પ્લોટ પર ગણતરીના છોડ રોપાયા અને બીજા પર ગરબા થાય છે

જે.એચ દવે જેઓ સોખડા સંપ્રદાયનો સેક્રેટરી તરીકે વહીવટ સંભાળે છે. અગાઉ તેઓ પાલિકામાં ઉચ્ચ હોદ્દા પર ફરજ નિભાવતા હતા. ઓળખાણ, રાજકીય પીઠ બળ, સ્ફુલ સંચાલક અને મોટી ધાર્મિક સાથે તેઓ સંકળાયેલા છે. જે.એચ.દવએ જણાવ્યું હતું કે  એક પ્લોટમાં ઝાડ ઉગાડવામાં આવ્યા છે જ્યારે બીજા પ્લોટ પર ગરબા રમાડાયા છે જે ગરબા  માટે રિઝવ છે.વાત કરવાની તૈયારી બતાવી ન હતીની ટ્રસ્ટની મિટિંગ નું કારણ ધર્યું હતું.

સાંસદ રંજનબેનના પ્લોટ મુદ્દે નોટિસ આપતાં કોની શરમ પાલિકાને નડે છે : અમી રાવત

મહાનગરપાલિકા દ્વારા વનીકરણ માટે ૪6 પ્લોટ આપવામાં આવ્યા છે વણીકર ના નામે સરકારની કરોડોની જમીન અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે. 46 પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. મોટાભાગના પ્લોટ માં અર્બન ફોરેસ્ટ ની જગ્યા પર બાંધકામ અને અન્ય હેતુ માટે વપરાય હોવાનો આક્ષેપ સાથે મેયર ને વિપક્ષી નેતા એ પત્ર લખ્યો.

નગરપાલિકા દ્વારા વનીકરણ કરવા માટે જે પાલિકાએ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા 42 પ્લોટમાં સરકારની કરોડોની જમીન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અર્બન ફોરેસ્ટ નો હેતુ પાલિકા દ્વારા  કરવામાં આવ્યો નથી માત્ર જે સંસ્થાઓને પ્લોટ આપવામાં આવ્યો છે જેમાં તેઓએ અન્ય હેતુ માટે એ પ્લોટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપક્ષી નેતા અમીર આ વખતે કેવું રોકડિયા ને પત્ર લખવામાં આવ્યો હતો અને પાલી જેમાં તેમણે જણાવ્યું હતું કે જે પ્લોટનો એગ્રીમેન્ટ પૂર્ણ થઈ ગયું હોય વનીકરણ ના થયું હોય એવા પ્લોટ કોર્પોરેશનને પરત લેવા જોઈએ. પ્લોટ પર વનીકરણ કરીને શહેરીજનો, સિનિયર સિટીઝનોને મહિલાઓ અને બાળકો માટે ખુલ્લા મૂકવા જોઈએ.

ગ્રીનબેલ્ટ નો પ્લોટ હોવા છતાં ભાજપના શાસકોએ સંસ્થાઓને આપી ત્યાર બાધકામ થવા દે અને ભવિષ્યમાં કોઇ ત્રાહિત વ્યક્તિ આ બાંધકામ બાબતે કેસ કરે તો આ નિર્દોષ લોકો કોર્ટને જેલ ભોગવે તેના માટે જવાબદાર કોણ ? ભાજપના શાસકો શહેરના નાગરિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભાજપના શાસનમાં વનીકરણ ના નામે માત્ર ભ્રષ્ટાચાર અને વનીકરણની મજાક ઉડાવી રહ્યા છે. લોકો  ભાજપના આ કૌભાંડથી સ્તબ્ધ થઈ ગયા છે. ખૂબ  શરમજનક છે ત્યારે હજી બેશરમ થઈ  ભાજપ શાસકો તથા મેયરશ્રી હજી નોટિસ નોટિસ ની રમત રમી રહ્યા છે. અને જ્યારે સરકારી જ્ગ્યાઓના પ્લોટમાં શું લોકોજ વૃક્ષારોપ્ણ કરી  શકશે અને કાયમી ધોરણે રિન્યુયલના નામે નાટક કરી પોતાના મનગમતાને આપી ખુલ્લેયામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

સાંસદના પ્લોટનું એગ્રીમેન્ટ 2016માં પૂર્ણ

પાલિકા દ્વારા જે પ્લોટમાં વનિકરણ કરવામાં નથી આવ્યું તેવી 16 થી વધુ સંસ્થાઓને નોટિસ અપાઈ છે અને 5 થી વધુ પ્લોટ પરત લેવાયા પરંતુ સાંસદ રંજનબેન ભટ્ટને નોટિસ આપતાં પાલિકાને કોની શરમ નડે છે. સાંસદના પ્લોટનું એગ્રીમેન્ટ પણ ૨૦૧૬માં પૂર્ણ થઈ ગયેલ છે. પણ ગેરમાર્ગે દોરવાની ભાવનાથી  અને ભ્રષ્ટાચારના ભાગરૂપે સાંસદને આજદિન સુધી નોટિસ અપાયેલ નથી. જેમણે ગ્રીન પ્લોટનો સંપૂર્ણ ગેરઉપયોગ કરી અને એગ્રીમેન્ટ પુરૂ થયું હોવા છતાં તેમના કબજામાં તાળું મારીને રાખે છે. તેઓ જવાબદાર વ્યક્તિ છે. તેમને નોટિસ સુધ્ધાં આપેલ નથી. તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

Related Posts