Vadodara

રંજનબેન ભટ્ટના પ્લોટમાં પેવર વચ્ચે વૃક્ષારોપણ શરૂ

વડોદરા: મહાનગરપાલિકાએ વનીકરણ કરવા આપેલા 46 ગ્રીન બેલ્ટ પ્લોટમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી. શહેરના સાંસદ ને લેડીસ ક્લબના નામે પ્લોટ ફાળવવામાં આવ્યો પરંતુ હજુ સુધી તે પ્લોટને નોટિસ આપવામાં આવી નથી. પરંતુ પલેવર બ્લોક ઉખાડીને મજૂરોએ તૈયાર થયેલા વૃક્ષ વાવતા નવો વિવાદ શરૂ થયો. મહાનગરપાલિકાએ વનીકરણ કરવા માટે 46 બેડના પ્લોટ આપવામાં આવ્યા હતા.

જેમાં મોટાભાગના પ્લોટમાં વનીકરણ કરવામાં આવ્યું નથી જે તે સમયના કોર્પોરેટર, ડે મેયર, મેયર, ધારાસભ્ય અને સાંસદે પ્લોટ નો લાભ લીધો છે જ્યારે ગુજરાત મિત્ર એ પ્લોટમાં વનીકરણ થયું નથી તેઓ અહેવાલ પ્રસારીત કરતા મહાનગર પાલિકાનું તંત્ર જાગ્યું હતું અને નોટિસ આપવાની શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ 5 જેટલા પ્લોટ કબજે કર્યા છે અને ૧૯ જેટલા દત્તક પ્લોટ ધારકોને નોટિસ આપવામાં આવી છે. પાલિકાએ જે અત્યાર સુધીમાં પ્લોટમાં નોટિસ આપવામાં આવી છે તેમાં કોઇપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય તેવાને નોટિસ આપવામાં આવી નથી.

હાલના સાંસદ રંજનબેન ભટ્ટ જે તે સમયે સાંસદના ન હતા તે વખતે લેડીસ ક્લબના નામે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો કોંગ્રેસને સાંસદથી વિરોધ શરૂ કર્યો હતો. પેવર બ્લોક ઉખાડી મજૂરોએ તૈયાર થયેલા વૃક્ષ વાવતા નવો વિવાદ શરૂ થયો છે બંધ કાર્યાલયમાં ભાજપના ઝંડા અને ખેસ મળ્યા. પાલિકાએ માનીતાઓને આપેલા ગ્રીનબેલ્ટ ના પ્લોટ પાછા લેવા અમુક જ લોકોને નોટિસ આપવામાં આવી છે રંજનબેન ભટ્ટને નોટિસ આપવામાં આવી નથી પરંતુ ત્યાં વૃક્ષારોપણ હવે શરૂ થઈ ગયું છે જ્યારે સાંસદ રંજનબેન ભટ્ટ દિલ્લી ખાતે મોન્સૂન સત્ર માં વ્યસ્ત છે.

Most Popular

To Top