અફઘાનીસ્તાન ભારત માટે નવી સમસ્યા બનશે?

ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનીસ્તાનમાં તાલિબાનોએ કરેલી હત્યાએ ભારત માટે મોટો પડકાર બની શકે તેવી છેલ્લામાં છેલ્લી કટોકટી આપણા ધ્યાન પર લાવી છે. બે દાયકામાં સેંકડો-હજારો અબજ ડોલરની રકમનો ખર્ચ કરીને અને 2400 સૈનિકોનો ભોગ આપ્યા પછી અમેરિકી પ્રમુખ જો બાઇડેને અફઘાનીસ્તાન છોડવાની ટ્રમ્પની નીતિ અપનાવી અને તાલિબાનો સાથે મંત્રણા કરી અમેરિકાએ એક ત્રાસવાદી સંગઠનને કાયદેસર માન્ય કર્યું અને અત્યાર સુધી અમેરિકા-તાલિબાનોની મંત્રણામાંથી કોઇ શાંતિ યોજના ફળિભૂત થઇ નથી. પણ અમેરિકાએ ….. લશ્કરી થાણું અફઘાન સૈન્યને સોંપી દીધું છે અને રાતના અંધારામાં અફઘાનીસ્તાન છોડી દીધું છે. હકીકતમાં આ અમેરિકાની વિયેતનામ થાણા હતી જેમાં તેમણે પોતાના વિયેતનામ સાથીઓને પોતાનો બચાવ કરવા છોડી દીધા હતા. પોતાનું આક્રમણ નવેસરથી વધારીને અફઘાનીસ્તાનનો 80 ટકા પ્રદેશ પોતે કબ્જે કરી લીધો હોવાનો દાવો કરનાર તાલિબાનોને પાકિસ્તાનનો પુરો સહયોગ છે.

તાલિબાનોએ પોતાની મધ્યયુગીન માનસિકતાના પુરતા પુરાવા આપ્યા છે. તેમણે હુકમ કર્યો છે કે દરેક પુરુષોએ ફરજીયાત દાઢી રાખવી અને પરંપરાગત વસ્ત્રો જ પહેરવા અને ઘરની બહાર સ્ત્રી નીકળે તો તે કુટુંબના પુરુષ સભ્ય સાથે જ બહાર નીકળવું! તેમણે તાલિબાનના યુવા સૈનિકો સાથે પરણાવી શકાય તેવી છોકરીઓ અને વિધવાઓની યાદી તૈયાર કરવા ગામડાંઓને આદેશ આપ્યો છે. અફઘાન સ્પેશ્યલ ફોર્સીસના સભ્યો શરણે થઇ રહયા હતા ત્યારે જ તેમને મારી નાંખી તેમણે પોતાની લોહી તરસી માનસિકતાનો પુરાવો આપી દીધો. તાલિબાની માનસિકતામાં નહીં માનતા અફઘાન લોકો માટે આ ખરાબ સમાચાર છે.

અલબત્ત તાલિબાનોએ અફઘાનીસ્તાન સરકાર વધુ 7000 તાલિબાની કેદીઓને છોડવા સંમત થાય અને તાલિબાનો પર મૂકાયેલા આંતરરાષ્ટ્રીય નિયંત્રણો ઉઠાવી લેવાય તો ત્રણ મહિના યુધ્ધવિરામ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. ચોક્કસપણે અફઘાનીસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અચોક્કસતા ભરી છે અને બીજા આંતરવિગ્રહનું જોખમ તોળાઇ રહયું છે અને તેની ભારત માટે ભયંકર અસર પડી શકે છે. તાલિબાનોની હિંસા અને પ્રાંતીય પાટનગરો તરફની તેમની આગેકૂળ જોતાં ભારતે અફઘાનીસ્તાનની અનેક કોન્સ્યુલેટોમાંથી પોતાના રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવી લીધા છે.

આપણે જાણીએ છીએ કે ભારતે તાલિબાનો સાથે દૂરના સંપર્કો જાળવી રાખ્યા છે બહુ જલ્દીથી તેણે અન્ય દેશોની જેમ તાલિબાનો સાથે પનારો પડશે. આપણે સમજીએ છીએ તેમ તાલિબાનોએ ભારતને છેક સુધી તટસ્થ રહેવા જણાવ્યું છે. અત્યાર સુધી ભારત સરકારે પૈસા અને સામગ્રી રૂપે અફઘાનીસ્તાનને સહાય કરી છે. અફઘાનીસ્તાનમાં ત્રાસવાદીઓના જૂથો જોડાય નહીં અને પાકિસ્તાનનું ધ્યેય છે તેમ ત્રાસવાદની નિકાસ નહીં કરે એવી ચોક્સાઇ કરવામાં જ ભારતનું હિત સમાયેલું છે. આથી જ ભારતે સતત અફઘાન આગેવાની હેઠળની કોઇ પણ સમજૂતીને ટેકો આપ્યો છે. ચીન, ઇરાન, પાકિસ્તાન અને રશિયા ભારતના હિતોને વળોટી જવાની સંભાવના છે. અફઘાનીસ્તાનમાં ભારતની ઉપસ્થિતિ ઓછામાં ઓછી રહે તે માટે પાકિસ્તાન પ્રયાસોક કરશે જ અને ચીનના આર્થિક ટેકાથી તેના પર નિયંત્રણ મેળવવાની કોશિષ કરશે.

અફઘાનીસ્તાનમાં તાલિબાનોની સરકાર રચાશે તો તે પાકિસ્તાનનાં જ હિત સાચવીને ઉપકારનો બદલો વાળવાની કોશિષ કરશે. પાકિસ્તાનમાં ઉછરેલા તેહરીક-એ-પાકિસ્તાન જેવાં ત્રાસવાદી જૂથો અને સહમત વિચારસરણી ધરાવતા પશ્તુન જેવા તેના અફઘાન સાથીઓ મુશ્કેલી સર્જી શકે છે. તેહરિક-શરિયત આધારિત દેશની સ્થાપના કરવાના મનોરથ સેવે છે જે ભારત સુધી પણ સંબધ્ધ ચીન સરકારના સખત જુલમનો સામનો કરી રહેલા શિંગ્ઝિયાંન પ્રાંતના ઉઇગર મુસ્લિમો માટે ત્યાં જેહાદીઓ સમસ્યા સર્જી શકે તેવી પણ ચીનને ચિંતા છે.

અફઘાન સરકાર અને તાલિબાનોએ સત્તાની વહેંચણી માટે સંમત થાય તો તે ભારત માટે સ્વીકાર્ય બને પણ ભારત માટે તે સ્વીકાર્ય બને? ઇતિહાસ જૂઓ. સોવિયેત સંઘનું સૈન્ય 1979માં સમાજવાદી-બિન સાંપ્રદાયિક સરકારને ટેકો આપવા ઘૂસ્યું અને તેથી અમેરિકાએ પાકિસ્તાન અને અન્ય ઇસ્લામીક દેશો સાથે સહયોગ કરી અલ કાયદા મુજાહિદીનો સાથે સહયોગ કર્યો અને અલ કાયદા અને મુજાહિદીનોએ સોવિયેત સાથે જેહાદ શરૂ કરી.

પાકિસ્તાનને અફઘાત નિરાશ્રિતો માંથી તાલિબાનો રચી તેમના મગજમાં ખુદાવિહીન સામ્યવાદીઓના હાથમાંથી પોતાના દેશને છોડાવવા વિચારો, તાલીમ અને શસ્ત્રો પૂરાં પાડયાં, પરિણામે સોવિયેતોને ઇ.સ. 1989માં નામોશીભરી પીછેહઠ કરવી પડી. આને પગલે તાલિબાનોના ટેકાથી અલકાએદાએ 2001માં ન્યૂયોર્ક અને વોશિંગ્ટન પર ત્રાસવાદી હુમલો કરાવ્યો અને તેને પગલે અમેરિકાએ અફઘાનીસ્તાનપર આક્રમણ કર્યું. ઘણા તાલિબાન નેતાઓ અને સૈનિકોએ પાકિસ્તાનપર જઇ આશરો લીધો અને નવી અફઘાન સરકારને ઉથલાવવા પાકિસ્તાની સૈન્ય અને આઇ.એસ.આઇ. સાથે સહયોગ સાધ્યો.

ભારતને કયારે અફઘાનીસ્તાનમાન પ્રાદેશિક હકુમત જમાવવા નીમવાની નથી રહી. તેની પ્રતિબધ્ધતા તો આર્થિક પુનર્નિર્માણ અને લોકો માટે મૈત્રીપૂર્ણ પ્રોજેકટ અને અફઘાન સૈન્યના ગઠનની જ રહી છે. છેલ્લા 20 વર્ષથી પાકિસ્તાને પુરવઠો જાળવી રાખવા શસ્ત્રો અને પૈસા માટે અમેરિકાને દોહવાની નીતિ જ રાખી છે અને અફઘાન અને અમેરિકી સૈનિકોને મારવા તાલિબાનોનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો.

પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ તેના ભૂતપૂર્વ સૈનિકો, લશ્કર-એ-તૈબા અને જૈશ-એ- મોહમ્મદ જેવાં ત્રાસવાદી સંગઠનોના જેાદીઓનો ઉપયોગ કર્યો છે, તાલિબાનો અફઘાનીસ્તાનમાં સત્તા પર આવે તો પાકિસ્તાનને તેના માણસોનો જમ્મુ અને કાશ્મીરમાં ઉત્પાન મચાવવા ઉપયોગ કરવાની લાલચ થાય. અફઘાનીસ્તાનનો ઉત્તર ભાગ પરંપરાગત રીતે ઉઝબેક, તાજિકનો ગઢ હોવાથી તે મોટો પડકાર હોવાથી પાકિસ્તાનનો પનો ટૂંકો પડશે એવી ભારત આશા રાખે છે. બંને વચ્ચેની ઐતિહાસિક દુશ્મનાવટ એટલી બધી છે કે પાકિસ્તાન એની લડાઇમાં ફાવી જઇ શકે તેમ નથી અને ઘુસવાના પણ ફાંફા પડશે. આ પરિસ્થિતિની ધારણા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની કલમ 370ની નાબુદીનું પગલું ભર્યું. તેમની સરકારે વધુ પડકાર માટે તૈયાર રહેવું પડશે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts