Charchapatra

કદરદાન કલાશ્રી સ્વ. દિલીપકુમાર

સાહિત્યસમ્રાટ સ્વ. પી.કે. અત્રેનું મરાઠી નાટક ‘તો મી નવ્હેચ’ના સળંગ 1500 પ્રયોગ મુંબઇમાં થયા. નાટકનો નાયક લખોબા લોખંડે, અલગ પ્રકારની આઠ આઠ ભૂમિકાઓ ભજવીને પ્રેક્ષકોની દાદ મેળવે છે. એ નાટકનું હિન્દી રૂપાંતર ‘વો મૈં નહી’માં સ્વ. દિલીપકુમારને મુખ્ય ભૂમિકાની ઓફર આવી હતી અને દિલીપસાબે હા પાડી હતી પણ એક શરત રાખીને. પહેલાં આ નાટક હું જોઈશ અને પછી આગળ વધીશું. ‘તો મી નવ્હેચ’નો નાયક સ્વ. પ્રભાકર પણારીકરે દિલીપકુમારને રંગમંચ વીંગમાં બેસીને નાટક જોવાની સહર્ષ સંમતિ આપી. નાટક શરૂ થયું. એક પછી એક દૃશ્ય બદલાતાં હતાં.

ફરતા અને સરકતા રંગમંચના લીધે કોર્ટ, દિવાનખાનું, નેવી કપ્ટનનું આવનજાવન, રાધેશ્યામ મહારાજનું કીર્તન, આદિમાં પ્રભાકર પણારીકરની અભિનયક્ષમતા, પાત્રની બોલચાલની વિવિધતા અને લેખનની યુકિત-પ્રયુકિત, ફકત ચાર મિનિટમાં અદ્‌ભુત વેશપલટો અને ખલેલ સિવાયનો નાટયપ્રયોગ જોઇને દિલીપકુમારજી વિસ્મિત થયા. સ્મિત સાથે દિલીપજીના મુખ ઉપર પ્રસન્નતા હતી. નાટક પત્યા પછી દિલીપજી પ્રભાકરજીને ભેટી પડયા અને પોતાની શૈલીમાં આનંદવિભોર બનીને બોલ્યા, પ્રભાકરજી! એ અદ્‌ભુત કરતાર, સીવા આપકે કોઇ નહીં કર પાયેગા. એ નાટક  લેખક ઔર આપ તથા સહયોગીઓ, રંગમંચકી અજાયબી હૈ.

સભી કો મેરા ધન્યવાદ અને મરાઠીમાં બોલ્યા હે નાટક બધૂન મી આપલા આનક ઝાલો આહે’ અને હોઠ બંધ રાખીને હસ્યા. રંગભૂમિના કલાકારની ફિલ્મી દુનિયાનો બાદશાહ આવી મન મૂકીને પ્રશંસા કરે એ દિલીપકુમારના કલા સ્વભાવનું વૈશિષ્ટય છે. ખરા અર્થમાં કલા અને કલાકારનો  ઉદાર સ્વભાવ છે. પ્રેક્ષકો આગળ ત્રણ કલાકમાં અનેક ભૂમિકા રજૂ કરવી એ દિવ્ય છે અને દિલીપજીએ નાટકમાં કામ કરવાની ના પાડી. મૈં પ્રભાકરજીકે અભિનયક્ષમતાકી કદ્ર કરતા હૂં અને વિદાય લીધી. એવા હતા બેમિસાલ કદ્રદાન સ્વ. દિલીપકુમાર હિન્દી ફિલ્મ ગગનના ધૃતરાષ્ટ્રની જેમ. સુરત     – બાળકૃષ્ણ વડનેરે– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top